
જેમ જેમ દિલ્લીમાં મતદાન દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાં ગરમી વધી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમને સામને છે. અને દિલ્લીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા મજબૂત ઉમેદવારોના કારણે જંગ ત્રીપંખીયો થઈ ગયો છે. ભાજપના પ્રચારની કમાન અમિત શાહે થામી લીધી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોટી રેલી સંબોધી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મેદાને આવી ગયા છે. અમિત શાહ સતત દિલ્લીમાં કેજરીવાલ ને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ પણ અમિત શાહને જબરદસ્ત જવાબ આપી રહ્યા છે.

આમ જોવા જઈએ તો દિલ્લીમાં કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટીની સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ કરતા કેટલાય ગણી મજબૂત છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ માટે કપરો સમય છે. ભાજપ અને કોંગ્રેસ માટે પરિસ્થિતિ 2015ના દિલ્લી વિધાનસભા ચૂંટણી કરતાં કેટલાય ગણી સારી છે. એટલે આ વખતે નુકશાન માત્રને માત્ર આમ આદમી પાર્ટી અને કેજરીવાલને છે કારણ કે ગત વિધાનસભામાં 70 બેઠકો માંથી ભાજપ પાસે 3 બેઠક જ્યારે કોંગ્રેસ પાસે શૂન્ય બેઠક હતી અને આમ આદમી પાર્ટી પાસે 67 બેઠકો હતી. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોતાં દિલ્લીમાં કેજરીવાલ આમ આદમી પાર્ટીની બેઠકો ઓછી થશે એ નક્કી છે.

ભાજપની વાત કરીએ તો ભાજપને સૌથી પહેલા રાહતના સમાચાર એ છે કે વર્ષોથી ભાજપનું સહયોગી દળ રહેલું શિરોમણી અકાલી દળ પાછું ભાજપના સમર્થનમાં આવી ગયું છે અને વિધાનસભામાં કામે લાગી ગયું છે. થોડા સમય પહેલા ભાજપ સાથે CAA મુદ્દે મતભેદ થયા હતા અને દિલ્લી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ગત વિધાનસભામાં ભાજપની 3 બેઠકની જીતમાં એકક બેઠક પર અકાલી દળ જીત્યું હતું. બીજું કે ખુદ અમિત શાહ દ્વારા ચૂંટણી પ્રચાર અને ડોર ટુ ડોર પ્રચારની જવાબદારી ઉઠાવી લેવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દિલ્લીના રસ્તાઓ પર જંગી રેલીઓ કરવામાં આવી રહી છે.

ભાજપ દિલ્લીમાં કેજરીવાલ ને દરેક મુદ્દે ઘેરી રહ્યું છે. વીજળી, પાણી, શાળા, રોડ રસ્તા, સીસીટીવી કેમેરા, ફ્રી વાઇફાઇ, મહોલ્લા ક્લિનિક વગેરે વગેરે લોકલ મુદ્દે જો કે આમાંથી કેટલાય મુદ્દા ભાજપને બેકફાયર પણ થયા છે જે બાદમાં ભાજપે ભૂલ સુધારીને બેકફાયર થાય તેવા મુદ્દાઓને લિસ્ટમાંથી હટાવી લીધા છે. અને CAA, શાહીનબાગ, કાશ્મીર, પ્રદૂષ વગેરે જેવા મુદ્દાઓ પર ફોકસ વધારી દીધું છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાહીનબાગ પર ભાષણ આપીને ઈશારો કર્યો છે કે અમે આ મુદ્દાને પણ ચૂંટણી મુદ્દો બનાવી રહયા છીએ. તો કેજરીવાલ દ્વારા શાહીનબાગ મુદ્દે હજુ સુંધી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. તો CAA પર પણ કેજરીવાલ દ્વારા ચુપ્પી સાધવામાં આવી છે.

કોંગ્રેસની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ જબરદસ્ત જોશમાં મેદાન-એ-જંગમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા દિલ્લીમાં એકદમ મજબૂત કેન્ડીડેટ ઉતારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે યુવાનો અને મહિલાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 10 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે જે પોતાના ક્ષેત્રમાં મજબૂત અને જમીન સાથે જોડાયેલી નેત્રીઓ માનવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા સૌથી યુવાન કેન્ડીડેટ 26 વર્ષના અને સૌથી બુઝુર્ગ કેન્ડીડેટ 75 વર્ષના એમ બંને રેકોર્ડ પોતાને નામે કર્યા છે. ગત વર્ષની સરખામણીએ સૌથી વધારે સરેસર યુવાનો પણ કોંગ્રેસ દ્વારા ઉત્તરવામાં આવ્યા છે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં પણ કોઈ કમી રાખવામાં આવી નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દિલ્લી ગજવી રહ્યા છે તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ ચૂંટણી પ્રચાર અર્થે દિલ્લીમાં ધામાં નાખ્યા છે. કોંગ્રેસ દ્વારા આ વખતે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ગત વિધાનસભાની સરખામણીએ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે તો કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી તેમજ ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહી છે. કોંગ્રેસ દ્વારા દિલ્લીમાં પોતાના 15 વર્ષના શાસનમાં થયેલી પ્રગતિના કામો બતાવવામાં આવી રહ્યા છે અને તેના પર વોટ મંગવામાં આવી રહ્યા છે. તો સ્લોગન પણ “કોંગ્રેસ વાલી દિલ્લી” આપવામાં આવ્યું છે. એટલે આ વખતે દિલ્લીમાં મુકાબલો એક તરફી નહીં પરંતુ ત્રિપાંખીઓ જંગ છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપ અને કોંગ્રેસ પોતાના સમીકરણો પ્રમાણે જબરદસ્ત રીતે સફળ થાય તો દિલ્લીમાં કેજરીવાલ આમ આદમી પાર્ટી સત્તાથી દુર રહી શકે છે અથવા દિલ્લીમાં ગઢબંધન સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. બહુમતી માટે 36 સીટ જોઈએ ભાજપ પોતાના ફોર્મ્યુલા પ્રમાણે અને પોતાના આંતરિક સર્વે મુજબ 40 સીટ જીતી રહી છે તેવું બતાવી રહી છે જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં 10 થી 12 બેઠકો મળવા જઈ રહી છે. તો દિલ્લીમાં કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે તો ગત વિધાનસભા ચૂંટણી કરતાં ભાજપ કોંગ્રેસ ફાયદામાં છે.
- આ પણ વાંચો
- ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીનું રાજકોટ જ ભ્રષ્ટાચારની ફેક્ટરી છે?? મોટો ખુલાસો!
- આ ધારાસભ્યએ અમિત શાહને મોકલી લીગલ નોટિસ! ગુજરાતનું રાજકારણ ગરમાયું! જાણો!
- નિરાશાના સમયમાં ભાજપ માટે સારા સમાચાર, CAA ના કારણે છેડો ફાડ્યો હવે સાથે આવ્યા! જાણો!
- ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ! આંતરિક વિદ્રોહની ફોજ મોટી થતી જઇ રહી છે! જાણો!
- જો વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી બને તો ગુજરાત મુખ્યમંત્રી કોણ બનશે? જાણો!