મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ બંધુકના લાઇસન્સ માટે કરી અરજી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ જાનનું જોખમ હોવાનું કારણ આપીને બંધુકના લાયસન્સ માટે રાંચી મેજિસ્ટ્રેટને અરજી કરી છે જે અરજી હજુ પેન્ડિંગ છે અને તેના પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો સાક્ષીની અરજી મંજુર થાય તો તેણી તેના રક્ષણ માટે એક પિસ્તોલ અથવા .32 રિવોલ્વર મેળવી શકશે.
સાક્ષીએ કથિત દાવો કર્યો હતો કે તે પોતાના ઘરમાં મોટાભાગનો સમય એકલી વિતાવે છે અને પોતાના અંગત કાર્ય માટે પણ એકલી પ્રવાસ કરે છે, તેણી તે અસુરક્ષિત લાગે છે અને ભયના કિસ્સામાં પોતાની જાતને બચાવવા માટે બંદૂક ધરાવવા માંગે છે.
મહેન્દ્રસિંહ ધોની પાસે બંધુકનું લાઇસન્સ વર્ષ 2010થી છે જે ધોનીએ પોતાના રક્ષણ માટે મેળવ્યું હતું.
નોંધવામાં આવે કે ઝારખંડના રાંચીમાં ધોનીના ઘરને સમગ્ર વર્ષ દરમિયાન પોલીસ રક્ષણ મળે છે, અને સલામતી માટે સંવેદનશીલ પ્રસંગો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.
વર્ષ 2017 માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ હારી ગયા પછી, ધોનીના નિવાસસ્થાન પરની સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.
ધોનીને હાલમાં ઝારખંડ સરકાર તરફથી ‘Y’ કેટેગરીની સિક્યોરિટી પુરી પાડવામાં આવી રહી છે.