ગુજરાતમાં હમણાં જ પેટા ચૂંટણી પૂર્ણ થઈ અને તેમાં રાધનપુર એ ટોક ઓફ ધ ટાઉન બની હતી જેમાં જનતાએ અલ્પેશ ઠાકોરને કારમી હાર આપી હતી. અલ્પેશ ઠાકોર જ્યારે ઠાકોર સેના માટે લડત લડતાં હતાં ત્યારે કહેતાં હતા કે સૂર્યની સાક્ષીએ કહું છું કે અલ્પેશ ઠાકોર રાજકારણમાં જોડાશે નહીં. અને તોય રાજકારણમાં પ્રવેશ્યા એટલું જ નહીં જ્યારે તેમની કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાતો વહેતી થઇ ત્યારે પણ તેમણે કહેલું કે, રાજકારણમાં ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે રાજ્યસભા ચુંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું અને ભાજપમાં પ્રવેશ લીધો.
જો કે અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ પાઠ ભણાવી દીધો જે તે આખી જિંદગી નહીં ભૂલી શકે. કોંગ્રેસ માંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં પાળી કૂદીને જનારા નેતાઓ સાથે જનતાએ આજ કરવું જોઈએ. પરંતુ કોંગ્રેસમાં જે મોટા માથા ગણાતાં હતા એ દિગ્ગજો ભાજપમાં જોડાયા બાદ શોધ્યા જડતા નથી. ઘણા ઉદાહરણો છે. નરહરિ અમીનને જ લઇલો. નરહરિ અમીન એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણવામાં આવતાં જે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પણ કરતાં પરંતુ કોંગ્રેસમાં તેમને ટિકિટ ના મળતાં ભાજપ સાથે જોડાયા હતા હાલ તેઓ શોધ્યા જડતાં નથી.
ગુજરાતમાં રાજ્યસભાની હાઇપ્રોફાઈ ચુંટણી યાદ હશે. કોંગ્રેસના અહમદ પટેલને હરાવવા માટે ભાજપ દ્વારા કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયો પહેરાવવામાં આવ્યો હતો તેમાં મોટાભાગના ધારાસભ્યો હાર્યા હતાં. અને અત્યારે ક્યાંય એ દેખાતાં પણ નથી. તોય અલ્પેશ ઠાકોરે શીખ લેવાને બદલે કોંગ્રેસનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ લીધો. અલપેશ ઠાકોર માટે આ પગલું પગે કુહાડી મારવા સમાન હતું. કોંગ્રેસમાં જોડાતાની સાથે નેશનલ સેક્રેટરી, બિહારના ઇન્ચાર્જ, તેમણે કહ્યું ત્યાં ટિકિટ જેટલા લોકો માટે ટિકિટ માંગી તેટલા લોકોને ટિકિટ તોય અસંતોષ અને અતિ મહત્વકાંક્ષાએ તેમની નૈયા ડુબાડી.
ગુજરાત ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યુ છે. જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂંકો થઇ રહી છે. કેટલાક સ્થળે થઈ પણ ગઈ છે. આ ઉપરાંત વિવિધ સેલની રચના પણ થવાની છે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં કેટલાંય પક્ષપલટુઓ અત્યારે સંગઠનમાં સ્થાન મળે તે માટે રાજકીય લોબિંગ કરી રહ્યાં છે. અલ્પેશ ઠાકોર પણ સંગઠનમાં કોઈ હોદ્દો મળે અને દબદબો જળવાઈ રહે તેમ ઇચ્છતા હશે પરંતુ રાધનપુરમાં કારમી હાર અને ભાજપમાં અંદરોઅંદર તેમનો વિરોધએ તેમને સંગઠનમાં પણ નડશે એ નક્કી છે. કોંગ્રેસ પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ પહેરનારાં પક્ષપલટુઓની ભાજપમાં દયનીય દશા બની છે.
પ્રદેશ નેતાગીરી પણ ઈચ્છે છે કે ભાજપમાં આંતરિક કલહ વધે નહીં અને અને પાર્ટીના જુના કાર્યકરોમાં રોષની લાગણી જાગે નહીં તે માટે પ્રદેશ નેતાઓ સંગઠનમાં પક્ષપલટુઓને સ્થાન ન મળે અને તેમને સંગઠનથી દૂર રાખવામાં આવે તેમ ઈચ્છે છે. આ જોતાં પક્ષપલટુઓની રાજકીય કારર્કિદી જોખમમાં મૂકાઇ શકે છે. મતદારોએ બંનેને પક્ષપલટુઓને લીલા તોરણે ઘેર પાછા મોકલ્યા બાદ હવે ભાજપની પ્રદેશ નેતાગીરી પણ જનતાના રોષનો સામનો કર્યા બાદ સાચા કાર્યકરોનો રોષ સહન કરવા માંગતા નથી.
સંગઠનમાં ભાજપની પ્રદેશ નેતાગીરી પોતાના જુના અને કર્મઠ કાર્યકરોને મહત્વ આપશે એ નક્કી છે કારણકે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પણ આજ સુંધી કોઈ મહત્વના હોદ્દે નથી પહોંચ્યા તો અલ્પેશ અને ધવલસિંહ માટે પણ કપરા ચઢાણ છે. પેટાચૂંટણીમાં આ બંને પક્ષપલટુઓની દયનીય દશા જોયા બાદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ હવે પાર્ટી મજબૂત કરવા માટે પાયાના કાર્યકરો તરફ વળશે એ નક્કી છે પરિણામે પક્ષપલટુઓને સંગઠનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ તો નહિવત દેખાઈ રહી છે.
- આ પણ વાંચો…
- મહારાષ્ટ્ર ભાજપમાં મોટું ભંગાણ! સમર્થકોની બેઠક બોલાવી કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ. જાણો!
- ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુસીબતો શરૂ! જાણો!
- ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!
- શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!