GujaratPolitics

ગુજરાત વિધાનસભા ચૂંટણી! ગૃહમંત્રી અમિત શાહ એ આપી ચેતવણી!

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે તો બીજી તરફ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સંપૂર્ણ જોર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. પંજાબ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદથી આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર છે અને આવી સ્થિતિમાં ભાજપ પણ AAPના પડકારને અવગણી રહી નથી.

આ જ કારણ છે કે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સંપૂર્ણ ધ્યાન આમ આદમી પાર્ટી પર હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસના ઇનસાઇડ ટ્રેકમાં કુમી કપૂરના લેખ અનુસાર, આ મીટિંગ દરમિયાન, એક બીજેપી નેતાએ આમ આદમી પાર્ટીને ‘વોટ કટવા’ ગણાવ્યો હતો. વિપક્ષના વોટ કાપવાનું કામ કરશે. અમિત શાહે બીજેપી નેતાને ઠપકો આપતા કહ્યું કે તેમની જેમ તેઓ ત્રણ મહિના આગળ નહીં પરંતુ ત્રણ વર્ષ આગળનું વિચારી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) દેશભરમાં ઝડપથી આકર્ષણ મેળવનારી એકમાત્ર વિપક્ષી પાર્ટી રહી છે.

અમિત શાહે ચેતવણી આપી હતી કે AAP પર અંકુશ રાખવો જોઈએ અને જો તે 24 ટકા વોટનો આંકડો પાર કરે છે તો તે ભાજપ માટે પડકાર બની શકે છે. તેમણે મહારાષ્ટ્રમાં શિવસેનાના રાજકીય ઉદયનું ઉદાહરણ ટાંક્યું, જ્યારે શરદ પવારે 1986માં તેમની કોંગ્રેસ(S)ને કોંગ્રેસ(I)માં મર્જ કરી. અગાઉ, શિવસેનાનો પ્રભાવ મુંબઈ અને આસપાસના જિલ્લાઓ સુધી સીમિત હતો, પરંતુ શરદ પવાર કૉંગ્રેસમાં ફરી જોડાયા કે તરત જ તે રાજકીય શૂન્યાવકાશને ભાજપના તત્કાલીન સહયોગી શિવસેનાએ જોત જોતામાં કબ્જે કરી લીધો હતો. તેમણે કહ્યું કે તેઓ માત્ર 2024માં જ નહીં પરંતુ 2029માં પણ AAPની સંભાવનાઓ વિશે વિચારી રહ્યા છે.

જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની કમાન ખુદ અમિત શાહે પોતાના શિરે લીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે આમ આદમી ઓરરી અને કોંગ્રેસ બંને માથાનો દુખાવો બન્યા છે. ભાજપ માટે સાવધાની ના રૂપે અમિત શાહ દ્વારા કાર્યકરોની બવઠાક લેવામાં આવી હતી અને તે બેઠકમાં ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ કાર્યકરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે 2022 નહીં પરંતુ 2024 અને 2029 વિશે વિચારો. આમ આદમી પાર્ટી ને હલકામાં લેવાની કોશિશ ના કરો.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!