
આદિ ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએજી એ આર.એસ.એસ. પર પ્રહાર કરતા ચકચારી અને વિવાદ જગાવે તેવું નિવેદન આપ્યું છે તેમણે એક ખાનગી ચેનલને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે, આર.એસ.એસ એ હિંદુ સંગઠન નથી અને તેઓ વેદને માનતા નથી.

ધાર્મિક ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘સંઘનો એક ગ્રંથ છે વિચાર નવનીત, જે ગુરુ ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો છે. એમાં એમને જણાવ્યું છે કે હિન્દુઓની એકતાનો આધાર વેદ ના હોઈ શકે. એટલે જો આપણે વેદને હિન્દુઓની એકતાનો આધાર માનીશું તો જૈન અને બૌધ આપણાથી અલગ થઇ જશે. એ પણ હિંદુ છે.’

ધાર્મિક ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પર ખુબજ મોટો હમલો કર્યો છે. એમણે કહ્યુકે, સંઘ અને તેના લોકો વેદોમાં વિશ્વાસ ધરાવતા નથી અને જે વેદો પર વિશ્વાસ ના કરેતા હોય તે હિંદુ નથી. ટીવી૯ ને આપવામાં આવેલા સાક્ષાત્કારમાં ધાર્મિક ગુરુ એ કહ્યું કે, ‘સંઘનો એક ગ્રંથ છે વિચાર નવનીત, જે ગુરુ ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો છે. વેદને હિન્દુઓની એકતાનો આધાર માનીશું તો જૈન અને બૌધ આપણાથી અલગ થઇ જશે. એ પણ હિંદુ છે.’

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વધુમાં કહ્યું કે, ‘જે વેદોના ધર્મ અને અધર્મ પર વિશ્વાસ કરતા હોય તેજ હિંદુ છે. વેદ શાસ્ત્રોમાં વિશેષ છે અને જે વેદ શાસ્ત્રને માને છે તે જ આસ્તિક છે અને જે આસ્તિક છે તે જ હિંદુ હોય છે.’ ઉલ્લેખનીય છે કે આદિ ગુરુ શંકરાચાર્યે ભોપાલ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર પણ અગાઉ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર સાધ્વી નથી અને જો તે સાધ્વી હોય તો પછી તે તેના નામ પાછળ ઠાકુર કેમ લખે છે?

આદિ ગુરુ શંકરાચાર્ય અનુસાર, સાધુ-સાધ્વીનો અર્થ એ છે કે આવા વ્યક્તિનું સામાજિક મૃત્યુ. સાધુ-સંતોનો સમાજ સાથે કોઈ લેવાદેવા હોતા નથી, તેઓ પારિવારિક કૌટુંબિક જીવનમાં જ હોતા નથી. પરંતુ પ્રજ્ઞા ઠાકુર સાથે આવું નથી તેઓ બધી વસ્તુઓ સાથે જોડાયેલ છે. તેથી તે એક સાધ્વી નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, પ્રજ્ઞાએ પોતાની વાત કહેતા સમયે ભાષા પર સંયમ રાખવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચુંટણી ૨૦૧૯ના છઠા ફેઝનું વોટીંગ ૧૨ મેં ના રોજ થવા જઈ રહ્યું છે અને મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ૧૨મી મેં ના રોજ મતદાન થવાનું છે. અહિયાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સામે પ્રજ્ઞા ઠાકુર ભાજપના ઉમેદવાર છે. ભોપાલમાં રસાકસીના માહોલ વચ્ચે આદિ ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિવેદન બાદ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ખાસ વાતતો એ છે કે દિગ્વિજય સિંહ આદિ ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના શિષ્ય છે.