PoliticsWorld

પહેલી જ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા જૂઠું! બિડેને જાહેરમાં કહ્યું જોકર! જનતાએ કહ્યું..

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકન રાષ્ટ્રપતિ બનવા માટે હવાતિયાં મારી રહ્યા છે. તો સામે જોય બીડેન તેમને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. જોય બીડેન ઓબામા રાષ્ટ્રપતિ હતાં ત્યારે ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અમેરિકામાં ચૂંટણીને હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે અમેરિકન નિયમ પ્રમાણે બંને મુખ્ય પાર્ટીના નેતાઓ જેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય તેમની વચ્ચે ઓપન ડિબેટ યોજાય છે. ગઈકાલે વહેલી સવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે પહેલી ડિબેટ યોજાઈ હતી અને જાહેરમાં બંને નેતાઓ સામસામે આવ્યા હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અમેરિકાની બે મુખ્ય પાર્ટી રિપબ્લીક પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વચ્ચેઅમને સમને પહેલી ડિબેટ યોજાઈ હતી જેમાં રિપબ્લીક પાર્ટી ના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોય બિડેન વચ્ચે વાકયુદ્ધ જામ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આદત મુજબ નગ્ન જુઠાણું બોલતા હતા પરંતુ એ ભૂલી ગયાં હતાં કે અત્યારે તેમના એક એક શબ્દોનો હિસાબ થઈ રહ્યો છે. તો સામે ટક્કર આપનાર પણ જોય બીડેન હતા જે વર્ષ 2009 થઈ 2017 સુંધી અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, જો બિડેન
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજી પ્રમાણે આંકડાઓ બનાવીને બોલ્યા કે અમેરિકાના સમગ્ર ઇતિહાસમાં ટ્રમ્પ કાર્યકાળમાં અમેરિકાની અર્થવ્યવસ્થા સૌથી મજબૂત બની છે અને લોકોને જબરદસ્ત રોજગારી મળી છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિનો આ દાવો જૂઠો સાબિત થયો અને લોકો વચ્ચે જાહેરમાં તેમની કિરકિરી થઈ. જોય બુદેન દ્વારા ટ્રમ્પના આ દાવાને પડકારતાં કહ્યું કે, ઓબામા અને મારા સમયમાં અમેરિકન ઇતિહાસમાં અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં હતી અમે રિસેશનના કપરા સમયમાં પણ અમેરિકા અને અમેરિકનો ને સાંભળ્યા હતાં.

વધુમાં બીડેન દ્વારા કહ્યું કે તમારા સાશનમાં અમેરિકાની હાલત સૌથી વધારે ખરાબ છે. કોરોના અને આર્થિક સંકટને હેન્ડલ કરવામાં તમે નિષ્ફળ ગયા છો. સમગ્ર ડિબેટ દરમિયાન જોય બીડેન જયારે બોલતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વચ્ચે તેમને 73 વખત ટોકયા હતાં ત્યારે જોય બીડેને જાહેરમાં ટ્રમ્પને કહ્યું વિલ યુ શટ અપ મેન! આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેક્સ ચોરી કરી છે અને માત્ર 750$ જ ટેક્સ ચૂકવ્યો છે તેવો સવાલ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ જવાબ આપી શક્યા નોહતા.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિપબ્લિકન વિચારધારા વાળા જજની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી અને રાજકારણ ગરમાઈ ગયું હતું. આ બાબતે બીડેન દ્વારા સવાલ કરવામાં આવતાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘હું સીધી વાત કરું, અમે ચૂંટણી જીત્યા છીએ. અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે મને હક અને અધિકાર છે નિમણૂકનો. ત્યારે બીડેને તેમને ટોકયા અને કહ્યું કે સુપ્રીમકોર્ટના જજ નિમણૂક કરતાં પહેલાં અમેરિકનોને પોતાના સૂચનો આપવાનો અબાધિત હક છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો અને કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં એમી કોની બૈરેટની પસંદગી યોગ્ય છે, તે તમામ રીતે યોગ્ય છે. મને લાગે છે કે તે સારું કામ કરી શકશે.

તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જોય બીડેનના પુત્રને ડ્રગીસ્ટ કહ્યો હતો અને કહ્યું કે સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારે બીડેને જવાબ આપ્યો કે, આ વાત બોગસ છે અન્ય અમેરિકનોની જેમ મારો પુત્ર પણ ડ્રગ સામે લડાઈ લડતો હતો અને અત્યારે તે ડ્રગ લેતો નથી. બીડેને જાહેર માં કહ્યું કે ટ્રમ્પ રંગભેદ અને નફરત ફેલાવનારા અમેરિકાના ઇતિહાસના પ્રથમ પ્રમુખ ત્યારે ટ્રમ્પ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે રંગભેદ ડાબેરીઓની ઉપજ છે એમાં જમણેરીઓનો કોઈ હાથ નથી. રસપ્રદ જામેલી ચર્ચામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે બીડેન દ્વારા પોતાનું અભિવાદન પૂર્ણ કરતાં ટ્રમ્પ જોકર કહ્યા!

ડોનાલ્ડ ટ્રમ્પ, જો બિડેન
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જોય બીડેન દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ ને જાહેરમાં કહ્યું કે અમેરિકાના ઇતિહાસમાં સુધી ખરાબ રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ તદ્દન જુઠા અને જોકર છે. જણાવી દઈએ કે અમેરિકામાં બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે યોજાતી ડિબેટને આધારે જ લોકો વોટ આપે છે અને આગામી 3 નવેમ્બરના રોજ થનાર ચૂંટણીમાં જનમત નક્કી કરવામાં આ ડિબેટ અતિ મહત્વની માનવામાં આવે છે. આગામી સમયમાંઆવી જ ઘણી ડિબેટ યોજાશે. અમેરિકામાં તમામ એક્ઝિટપોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ ચાલી રહ્યા છે અને જોય બીડેન સુધી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!