IndiaPolitics

લોકસભા- જો ભાજપ કોંગ્રેસને બહુમતી ના મળે તો આ નેતાઓ બની શકે છે કિંગ મેકર!

લોકસભા ચુંટણી સમાપ્તિના આરે છે અને છઠ્ઠા ચરણ માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે હજુ સાતમા ચરણનું મતદાન બાકી છે. ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે કે વધારે સીટ માટે અને સરકાર બને પરંતુ જો બંને પાર્ટીઓ માંથી કોઈને બહુમત ના મળે તો!?

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

હવે જો અને તો ની ઉઠક બેઠક શરૂ થાય છે. જો ભાજપ કે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી પાર્ટીઓ છે બંને માંથી કોઈને લોકસભા માં બહુમતનો જાદુઈ આંકડો ના મળે તો શું થાય? એટલે કે કોઈ પાર્ટીઓને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત ના મળે તો શું થાય? ત્રીશંકુ લોકસભાની સ્થિતિનું સર્જન થાય તો!?

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપે તો અત્યારથી જ લોકલ પાર્ટીઓને સાધવાની શરૂઆત કરી દીધી છે તો કોંગ્રેસ પણ આજ મથામણમાં લાગી ગઈ છે જોકે લોકલ પાર્ટીઓ સાથે ગઢબંધન માં એનડીએ એટલે કે ભાજપ હાલતો મજબૂત દેખાઈ રહી છે. પરંતુ દેશનો માહોલ જોતા એનડીએના સથી પક્ષોએ હજુ પત્તા ખોલ્યા નથી કે તેઓ એનડીએ ને ફરી સમર્થન આપશે કે કેમ!!??

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો બંને મુખ્ય પાર્ટીઓને રિજિયોનલ એટલે કે લોકલ પાર્ટીઓ પર મદાર રાખવો પડે. અને આવા સમયે સાઉથના મોટા નેતાઓ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

હા સાઉથ ઇન્ડિયામાં મુખ્ય પાર્ટીઓના નેતાઓ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના વડા કેઅસીઆર, એક સમયે કોંગ્રેસના નેતા અને હાલ વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન રેડ્ડી, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજું જનતા દળના વડા નવીન પટનાયક, ડીએમકેના યુવાનેતા એમ કે સ્ટાલીન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન ચંદ્રાબાબુ નાયડુ.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ સાઉથના નેતાઓમાં નવીન પટનાયક, કેસીઆર એ હજુ પત્તા નથી ખોલ્યા કે તેઓ પાછા એનડીએને સમર્થન આપશે કે નહીં. તો બીજી બાજુ વાય આર એસ કોંગ્રેસના વડા જગન રેડ્ડી એ પણ કશુંય સ્પષ્ટ કર્યું નથી કે તે કોને સમર્થન આપશે.

ભાજપ કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

લોકસભા નું ગણિત જોવા જઈએ તો આંધ્ર પ્રદેશમાં 25 સીટ, ઓડિશામાં 21 સીટ, તામિલનાડુમાં 39 અને તેલંગણામાં 17 સીટ એટલે કે 102 સીટ ટોટલ.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

જેમાં 2014ની લોકસભા માં આંધ્ર પ્રદેશની 25 સીટ માંથી 15 સીટ ટીડીપી પાસે હતી, 8 સીટ વાયાએસઆર કોંગ્રેસ પાસે અને 2 સીટ ભાજપ પાસે 2 સીટ હતી. ત્યારે ટીડીપી ભાજપ એનડીએ સાથે હતી પરંતુ આ વખતે તેમણે પત્તા નથી ખોલ્યા.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

ઓડિશાની 21 સીટ માંથી 2014ની લોકસભા માં 20 સીટ બીજેડી પાસે હતી અને એક સીટ ભાજપ પાસે. 2014માં નવીન પટનાયકે ભાજપને સમર્થન આપ્યું હતું પરંતુ આ વખતે બીજેડીએ પત્તા નથી ખોલ્યા.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

તામિલનાડુમાં 39 સીટ માંથી 2014ની લોકસભા માં એઆઈડીએમકે પાસે 37 સીટ હતી, એક ભાજપ પાસે અને એક પીએમકે પાસે હતી. એઆઈડીએમકેનું નેતૃત્વ જે. જયલલિથા કરતા હતા તેમના અવસાન બાદ એઆઈડીએમકે માં ભાગલા પડ્યા છે એટલે આવખતે તેમનું પાલડું ભારે છે એમ ના કહી શકાય તો તામિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે અને તેના નેતા સ્ટારલીન મજબૂત સ્થીતીમાં છે. જેઓ કોંગ્રેસને અગાઉથીજ સમર્થન આપી ચુક્યા છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

તેલંગાણામાં 17 સીટ માંથી 2014ની લોકસભા માં ટીઆરાએસ પાસે 11 સીટ, કોંગ્રેસ પાસે 2 સીટ, ભાજપ, વાયઆરએસ, ટીડીપી, એઆઈએમઆઈએમ પાસે એક એક સીટ હતી. જેમાં ટીડીપી ભાજપના સમર્થનમાં હતું અને ટીઆરએસ પણ ભાજપ સમર્થનમાં હતું.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

એટલે 2014ની લોકસભા માં સાઉથની મહત્વની 107 સીટો માંથી ભાજપ પાસે 51 સીટ અને જે જય લાલીથાનું બહારથી સરકારને સમર્થન એટલે કે 88 સીટો જેટલું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત હતું. પરંતુ આ વખતે એનડીએની લોકલ પાર્ટીઓની હાલત પણ ખરાબ છે અને કોંગ્રેસ તરફી વલણ પણ દેખાઈ રહ્યું છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

જેમકે ટીડીપી કોંગ્રેસ તરફી જઇ શકે છે, વાયએસઆર કોંગ્રેસના જગન રેડ્ડી પણ એક નિવેદનમાં કહી ચુક્યા છે કે, તેઓને કોંગ્રેસ સાથે કોઈ મતભેદ નથી, બીજી તરફ તામિલનાડુમાં 39 સીટો માંથી 37 સીટ મેળવનાર એઆઈડીએમકે ના બે ભાગલા પડી ચુક્યાં છે. ત્યાં ડીએમકે મજબૂત સ્થિતિમાં છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જે સાઉથનો ગઢ જીતે એ દેશના વડાપ્રધાન બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે સાઉથમાં માહોલ બનાવવા માટેની કોંગ્રેસની રણનીતિ મુજબ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લડી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!