BusinessIndiaPolitics

આ પ્રધાનમંત્રીની લીડરશિપમાં ભારતે કરી સૌથી વધારે ઝડપી પ્રગતી, અત્યાર સુંધી રેકોર્ડ તૂટ્યો નથી.


આઝાદી પછી જોવા જઈએ તો સૌથી વધારે 10.2 ટકા આર્થિક વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો, તે વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા.

દેશની આર્થિક વૃદ્ધિ દર નો આંકડો 2006-07 માં 10.08 ટકા રહ્યો જે ઉદારીકરણ શરૂ થયાના પછીનો સૌથી વધારે વિકાસ દરનો આંકડો છે. આ સિદ્ધિ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના કાર્યકાળની છે. આઝાદી પછી જોવા જઈએ તો સૌથી વધારે 10.2 ટકા વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો એ વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા.

સરકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યો છે રિપોર્ટ

રાસ્ટ્રીય આંકડા અયોગ દ્વારા રચાયેલી “કમિટી ઓફ રિયલ સેકટર સ્ટેટીસ્ટિક” એ પાછળની શ્રેણી (2004-2005) ના આધાર પ્રમાણે જીડીપી આંકડા તૈયાર કર્યા છે. આ રિપોર્ટ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જૂની શ્રેણી (2004-2005) અને માવી શ્રેણી (2011-2012) ની કિંમતો પાર આધારિત વિકાસ દરની તુલના કરવામાં આવી છે.

જૂની  શ્રેણી (2004-2005) પ્રમાણે GDP નો વૃદ્ધિ દર સ્થિર મૂલ્ય પર 2006-2007 માં 9.57 ટકા રહ્યો. તે વખતે માનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા. નવી શ્રેણી (2011-2012) પ્રમાણે આ વૃદ્ધિ દર સંશોધિત થઇ ને 10.08% રહેવાની વાત કરવામાં  આવી હતી. નરસિમ્હા રાવ ની આગેવાનીમાં શરૂ થયેલી આર્થિક ઉદારીકરણની શરૂઆત બાદ આ દેશનો સૌથી વધારે વૃદ્ધિ દર છે.

રિપોર્ટ આવ્યા બાદ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવી જેમાં જણાવ્યું કે, “આખરે જીડીપી શ્રેણી આધારિત આંકડો આવી ગયો, જે સાબિત કરે છે કે UPA સરકારના સમયગાળાનો વૃદ્ધિ દર મોદી સરકારના સમયગાળાના વૃદ્ધિ દર વધારે રહ્યો. UPA સરકારના સમયગાળામાં વૃદ્ધિ દર ડબલ આંકડામાં રહ્યો જે આધુનિક ભારતના ઇતિહાસમાં એક માત્ર ઉદાહરણ છે.”

ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી સૌથી વધારે 10.2 ટકા વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો એ વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા, ઉદારીકરણ શરુ થયા પછી વર્ષ  2006-07 માં વૃદ્ધિ દર  10.08 ટકા જેટલો રહ્યો હતો  જે ઉદારીકરણ શરૂ થયા પછીનો સૌથી વધારે વિકાસ દરનો આંકડો છે, તે વખતે કોંગ્રેસ નેતા મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા.  આમ જોવા જઈએ તો બંને રેકોર્ડ કોંગ્રેસના નામે છે જેને હજુ સુંધી કોઈ સરકાર તોડી શકી નથી કે ત્યાં સુંધી પહોચી શકી નથી જે આધુનિક ભારતનો એક રેકોર્ડ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!