IndiaLawPolitics

આ હાઈપ્રોફાઈ સાંસદ સભ્યનું શપથના થોડા જ દિવસમાં છીનવાઈ શકે છે સભ્યપદ!

હમણાંજ લોકસભા ચુંટણી સમાપ્ત થઈ અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી સરકાર બનાવી. હાલ ભાજપ પાસે સભ્યબળ છે એટલે એક બે સીટ ઓછી થાય તો પણ સરકાર પર કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

ભારતીય જનતા પાર્ટીના એક હાઇપ્રોફાઈ સાંસદ સભ્યનું સભ્ય પદ છીનવાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના પંજાબથી સાંસદ સની દેઓલનું સભ્યપદ જોખમમાં છે. ચુંટણી પંચ દ્વારા તેમને નોટિસ પણ ઇસ્યું કરવામાં આવી છે.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી ચુંટાઈ આવેલા ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલના સાંસદ સભ્યપદ સામે જોખમ તોળાઈ રહ્યું છે. આ બાબતે ચુંટણી પંચ કડક કાર્યવાહી પણ કરી શકે છે.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલ પર લોકસભા ચુંટણીમાં નક્કી કરવામાં આવેલ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવાનો આરોપ છે. તે સંબંધમાં ચુંટણી પંચ દ્વારા કેટલાક દસ્તાવેજ પણ મેળવવામાં આવ્યા છે. અને ચુંટણી સમયગાળામાં ચુંટણી પંચ દ્વારા તેમને વધારે ખર્ચ ન કરવા બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

ચુંટણી પંચ આ સંદર્ભમાં ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલને નોટિસ જારી કરીને જવાબ માંગવા માટે વિચારી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચુંટણી પંચને આ સંદર્ભે કેટલાક દસ્તાવેજ મળ્યા છે જે પ્રમાણે સની દેઓલ દ્વારા ચુંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ખર્ચ કરતા વધારે પ્રમાણમાં નાણાં ખર્ચ થયા છે તેવું જાણવા મળી રહ્યું છે.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

આ દસ્તાવેજી પુરાવા પ્રમાણે સની દેઓલે ચુંટણી પંચની મર્યાદા 70 લાખની હોવા છતાં લગભગ 86 લાખ રૂપિયા સુંધીનો ખર્ચ કરેલ છે. ચુંટણી પંચના નિયમ મુજબ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરનાર ઉમેદવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રહે છે. જેમાં તેનું સાંસદ સભ્ય પણ છીનવી લેવાની સત્તા અને જોગવાઈ છે.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

ચુંટણી પંચના કાયદા અને નિયમમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે કે, જો કોઈ ઉમેદવાર મર્યાદા કરતાં વધુ ખર્ચ કરે અને જીતી પણ જાય પરંતુ જ્યારે ચુંટણી પંચમાં જમા કરાવેલ હિસાબ કિતાબ ચુંટણી પંચ દ્વારા તપાસવામાં આવે ત્યારે મર્યાદા બહારનું ખર્ચ કરાયાનું જણાઈ આવે, તેમજ તેના પાક્કા પુરાવા હોય અને આ બાબત પુરવાર થાય તો ચુંટણી પંચ જે તે વિજેતા ઉમેદવારનું સભ્યપદ રદ કરી શકે છે અને બીજા ક્રમે રહેલા ઉમેદવારને વિજેતા જાહેર કરી શકે છે. જેવી કડક જોગવાઈ છે.

સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ચુંટણી પંચને મળેલા દસ્તાવેજો પ્રમાણે ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલ દ્વારા ચુંટણી દરમિયાન 86 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે, જ્યારે ચુંટણી પંચ દ્વારા ખર્ચની લિમીટ 70 લાખ રૂપિયાની નક્કી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ પ્રમાણે નક્કી કરેલી લિમીટ કરતા વધારે ખર્ચ કરવાવાળા ઉમેદવારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતે ચુંટણી પંચ નોટિસ મોકલવાની હિલચાલ કરી રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!