GujaratPolitics

ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પહેલા ધારાસભ્યો ગુજરાત ભાજપ માં જોડાવાની મૌસમ હતી અને કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા પરિણામે કોંગ્રેસ રાજ્યસભાની ચારમાંથી 2 ના બદલે માત્ર એક જ બેઠક જીતી શકી અને ભાજપે 3 બેઠક કબ્જે કરી હતી. પરંતુ હવે પેટાચૂંટણી આવતી હોય પક્ષ પલ્ટો કરવાની મૌસમ પાછી શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી સમયે ભાજપ કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટો કરે જ છે જે રાજકારણમાં હવે સામાન્ય બાબત બની ગઈ છે.

ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, છોટુ વસાવા, chhotu vasava, ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

પક્ષ પલટો કરનાર નેતાઓની રાજકીય વેલ્યુ ખતમ થઈ જાય છે. તેમનું રાજકારણ લગભગ લગભગ પૂરું જ થઈ જાય છે જેના કેટલાય દાખલાઓ છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતાઓના શું હાલ છે એ તો જગ જાહેર છે. રાષ્ટ્રીય નેતાની શેખી મારતાં નેતાઓને હાલ કોઈ પૂછવા તો દુરની વાત છે સૂંઘવા પણ નથી આવતું. જનતાને વફાદાર હોય તેવા નેતાઓ જ રાજકારણમાં પક્ષપલટા પછી પણ સત્તામાં ટકી શક્યા છે. કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા અસંખ્ય નેતાઓ હાલના ભાજપમાં હાંસીએ ધકેલાઈ ગયા છે.

ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત ભાજપ ના નવા નિમાયેલા પ્રમુખ દ્વારા એક વિવાદિત નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે ભાજપને જીતવા માટે કોંગ્રેસ માંથી આવેલા નેતાઓની જરૂર નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓની ભાજપમાં શું દશા છે તે સ્પષ્ટ સમજી શકાય છે. કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા એક નેતા 18 વર્ષના મહા વનવાસ બાદ પાછા કોંગ્રેસમાં ફર્યા છે. વાત કપરાડા વિધાનસભાની છે. રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને ભંગાણ સર્જ્યું હતું.

ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

હવે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે પક્ષ પલટાની મૌસમ આવી હોય તેમ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. હવે કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા ગુજરાત ભાજપ માં પણ ભંગાણ સર્જાયુ છે. કપરાડાના ભાજપના આગેવાન અને પૂર્વ કોંગ્રેસી બાબુભાઇ વરઠા પોતાના 100થી વધુ સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં ફરીથીજોડાયા છે અને ઘરવાપસી કરી છે. બાબુભાઇ વરાઠાને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ ફરી કોંગ્રેસમાં આવકાર્યા છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

બાબુભાઈ વરાઠા વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૪ સુંધી વલસાડ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રહ્યા હતા અને તેઓ હાલમાં વલસાડ જીલ્લા વરલી ટ્રાઇબલ કમ્યુનીટીના પ્રમુખ છે. વર્ષ ૨૦૦૪માં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપમાં જોડાયેલા જીતું ચૌધરી સાથે મતભેદના કારણે ભાજપમાં જોડાયા હતાં અને હવે જીતું ચૌધરી ભાજપમાં જોડતા બાબુભાઈ વરાઠા પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બાબુભાઈ જે વરલી કમ્યુનીટીનું પ્રતિનિધિત્વ કરે છે તે કમ્યુનીટી કપરાડા વિધાનસભામાં ૬૦ ટકા જેટલો વોટે શેર ધરાવે છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે આશરે 16 વર્ષ પહેલા બાબુભાઇ વરાઠાએ કોંગ્રેસને રામ રામ કહી ગુજરાત ભાજપ નો ખેસ ધારણ કરેલો પરંતુ હવે તેઓ પોતાની માતૃસંસ્થામાં પાછા ફરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 16 વર્ષ ગુજરાત ભાજપ માં રહ્યા બાદ નેતાનો મેહ ભંગ થયો છે અને પાછા પોતાની માતૃ સંસ્થામાં પરત ફર્યા હોય તેવો ગુજરાતમાં પ્રથમ કિસ્સો ગણી શકાય. ગત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. તેની સામે હવે ગુજરાત ભાજપ માં પણ ભંગાણ સર્જાયું છે. પરંતુ આ તમામ વચ્ચે ગુજરાતની કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ રસપ્રદ બનશે એ નક્કી છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!