GujaratPolitics

ગુજરાત ભાજપ મોટાપાયે ડખો! કેતન ઇનામદાર જ નહીં, આ ધારાસભ્યો પણ..!

ગુજરાત ભાજપ માં મોટાપાયે ડખો છે અને હજુ મોટા ભડકાના એંધાણ વર્તાઈ રહયા છે. તો શું કેતન ઇનામદાર એક ટ્રેલર સમાન ગણી શકાય? જેવા સવાલ તમને પણ થતા હશે પરંતુ રાજનીતિમાં કશું અશક્ય નથી. બે દાયકાથી સતત સત્તામાં રહેલી ભાજપમાં પ્રથમ વખત ભંગાણ પડ્યું છે કે સરકાર પોતાની હોવા છતાં ધારાસભ્યને રાજીનામુ આપવું પડ્યું હોય અને એ પણ એ કારણે કે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વિકાસના કામોમાં ઉદાસીનતા દાખવે છે અને ધારાસભ્ય તરીકેની ગરીમાં અને માન સમ્માન જળવતાં નથી! જો સત્તાધારી ભાજપના ધારાસભ્યોની આ હાલત હોય તો વિચારો વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો સાથે આ મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ કેવું વર્તન કરતાં હશે!?

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

કેતન ઇનામદાર દ્વારા ગઈ કાલે રાજીનામુ મોકલી આપવામાં આવ્યું છે ત્યારથી લઈને મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. કેતન ઇનામદારે પોતાના રાજીનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વિકાસના કામોમાં સહકાર આપતા નથી અને જનપ્રતિનિધિ તરીકેનું માન મર્યાદા જળવતાં નથી. આ બાબતે તેમણે અનેકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ બળાપો પણ ઠાલવ્યો હતો પરંતુ કોઈ નક્કર પરિણામ ના આવતાં આકગરે રાજીનામુ આપવું પડ્યું હતું. આટલું ઓછું હોય તેમ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત ભાજપ સરકારની કેબિનેટ મિટિંગમાં લન આ બાબતે અનેકવાર ચર્ચાઓ થઈ છે કે મંત્રીઓ જ સાથી મંત્રીઓ કામ નથી કરતાં.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત ભાજપ માં આ ભડકો પહેલીવાર થયો નથી પરંતુ આ પહેલા પણ વર્ષ 2018માં ધારાસભ્યો દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને શાંત કરી દેવામાં આવ્યા હતા. આ પહેલા પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સરકાર સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને એ સમયે તેમનો સાથ ધારાસભ્ય યોગેશ પટેલ અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યો હતો. તે સમયે પણ તેમણે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ ગાંઠતા નથી અને આ બાબતે તેમણે છેક સરકાર સુધી રજૂઆતો કરી હતી. તએ સમયે ભાજપે વિરોધ વિદ્રોહને શાંત કરી દીધો હતો પરંતુ સમસ્યા બાબતે હજુ સુંધી ઉકેલ ના આવતા અને જનપ્રતિનિધિ તરીકે પોતાનું માન સમ્માન ગરીમા ના જળવાતાં રાજીનામુ આપવું પડ્યું છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાવલી ધારાસભ્યના સમ્માનમાં 23 નગરસેવકોએ પણ રાજીનામાં આપ્યા છે, હજુ ૩૦૦ થી વધારે રાજીનામાં પડી શકે છે તેમજ તાલુકા પંચાયતના 17 સભ્યો પણ રાજીનામાં આપી શકે છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

હજુ આટલું ઓછું હોય તેમ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો પણ સરકારના વલણથી નારાજ છે તેમ જણાઈ રહ્યું છે. જેમાં તેમની નારાજગી એ છે કે કોંગ્રેસ માંથી આવનારા નેતાઓને ડાયરેકટ મંત્રી બનાવવામાં આવે છે અને વર્ષોથી પાર્ટી માટે પ્રાણ આપનાર નેતાઓની સતત અવગણના કરવામાં આવે છે. કુંવરજી બાવળીયાને સીધા કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા અને તેમના બાદ જવાહર ચાવડાને પણ સીધા મંત્રી બનાવી દેવામાં આવ્યા હતાં. આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ બાબતે પણ ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ છે જે ક્યારેક તો ફાટી નીકળશે જ.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

તઓ બીજી તરફ કોંગ્રેસ પણ નારાજ ધરસભ્યોના સંપર્કમાં છે અને તેમને કોંગ્રેસમાં જોડાવા માટે પણ જણાવી રહ્યું હોય તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ વખતે કોંગ્રેસ પણ મજબૂત સ્થિતિ માં છે જેના મૂળમાં ભાજપનો અહંકાર અને ધારાસભ્યો તેમજ પાર્ટીના કાર્યકરોની અવગણના છે. જનતા પણ દલબદલું નેતાઓને સબક શીખવાડી ચુકી છે જે હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝલના થયા તે અંગે ભાજપ પણ વાકેફ છે જ. કેતન ઇનામદારના રાજીનામાના પત્રએ રાજકીય ભૂકંપ તો સર્જી ચુક્યો છે તો કેટલાક સુષુપ્ત ધારાસભ્યોમાં પણ હવે રોષની લાગણી જોઈ શકાય છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં બની રહેલઈ ઘટનાઓ અને સંજોગોને જોતા આગળના સમયમાં ગુજરાત ભાજપ માં ભડકો મોટો થઈ શકે છે તેમજ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટી નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જેમાં કોઈ નવાઈ ની વાત નહીં હોય. બે દાયકામાં પહેલીવાર સત્તાધારી પક્ષ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. કેતન ઇનામદારના રાજીનામાને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને ચારેબાજુ એક જ ચર્ચા છે કે પહેલીવાર ગુજરાતમાં ભાજપ તૂટી રહી છે પરંતુ ભાજપના નેતાઓ કહે છે સબ ચંગા સી. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ વિરોધના વિદ્રોહને શાંત કરી શકે છે કે સરકારે ખુદ વિદ્રોહનો ભોગ બનવું પડે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!