GujaratIndiaPolitics

અર્ણવ ગોસ્વામી પર સમગ્ર ભારતમાં ફરિયાદ! ગુજરાતમાં દરેક જિલ્લામાં થશે ફરિયાદ! જાણો!

સમગ્ર ભારત કોરોના વાયરસના સામે ઝઝુમી રહ્યો છે. લાખો કરોડો લોકો કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યા છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં પણ કરોના વાયરસે માઝા મૂકી છે. ભારતમાં હાલમાં 21,797 જેટલા પોઝિટિવ કેસો છે. તો 681 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિકવર થનારા કેસોની સંખ્યા 4,376 જેટલી છે. ભારત માટે રાહતના એ સમાચાર છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસની ગતિ મંદ છે. એક બાજુ સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં રાજકારણ ગરમાઈ ગયું છે. ખાનગી ટીવી ચેનલના મલિક અને સંપાદક અર્ણવ ગોસ્વામી ની મુશ્કેલીઓ વધી જવા પામી છે.

ફોટો સોશિયલ મીડિયા (છત્તીસગઢમાં પોલીસ ફરિયાદ)

એક ખાનગી ચેનલના માલિક અને સંપાદક અર્ણવ ગોસ્વામી સામે સમગ્ર દેશમાં ફરિયાદોનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. સમગ્ર દેશમાં એક પછી એક રાજ્યમાં પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફરિયાદ છત્તીસગઢમાં કરવામાં આવી, ત્યાર બાદ સમગ્ર દેશના દરેક રાજ્યોમાં અર્ણવ ગોસ્વામી સામે ફરિયાદ કરવામાં આવી રહી છે. પત્રકારોની દુનિયામાં અર્ણવ ગોસ્વામી ને સૌથી મોટા કોન્ટ્રોવર્સીયલ પત્રકાર ગણવામાં આવે છે. મુદ્દો બનાવતાં અને રાઈનો પહાડ બનાવવામાં તેમની માસ્ટરી છે. આ તેમની ખૂબી છે જેનાથી લગભગ લગભગ તમામ લોકો વાકેફ છે.

અર્ણવ ગોસ્વામી
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, અર્ણવ દ્વારા તેમની ટીવી ચેનલ પર એક ડિબેટ રાખવાં આવી હતી જેમાં દરેક પાર્ટીના લોકો હાજર હતાં તે વખતે અર્ણવ ગોસ્વામી દ્વારા ધાર્મિક લાગણી ભડકે તેવા નિવેદન કરવામાં આવ્યા અને ભાષાની તમામ મર્યાદાઓ નેવે મૂકીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ બાબતે સિનિયર મોસ્ટ પત્રકારો દ્વારા અર્ણવ ગોસ્વામી નો વિરોધ પણ કરવામાં આવ્યો. પત્રકારો દ્વારા અર્ણવ ગોસ્વામી નું સમર્થન કરવાને બદલે તેનો વિરોધ કરવામાં આવ્યો હોય તેવું આ પ્રથમ ઉદાહરણ છે. પત્રકારો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાષાની મર્યાદા સાથે ટિકાટિપ્પણી યોગ્ય છે પણ આવી ભાષા સાથે નહીં.

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi, randeep surjewala
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જન્મી અને ધડાધડ દરેક રાજ્યોમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવા, ધાર્મિક લાગણી ઉશ્કેરવા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માટે અપમાન વાચક શબ્દોનો ઉપયોગ કરવા માટેની ફરિયાદો થવા લાગી. સૌથી પહેલા છત્તીસગઢમાં ફરિયાદ કરવામાં આવી પછી દરેક રાજ્યોમાં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં પણ ફરિયાદ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ નેતાઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં અર્ણવ ગોસ્વામી અને તેની ચેનલ વિરુદ્ધ ધાર્મિક લાગણી ઉશ્કેરવા, શાંતિ સૌહાર્દના વતાવરણને ડહોળવાના તેમજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માટે અસભ્ય ભાષાના ઉપયોગ બદલ રાજ્યના તમામ જિલ્લાઓમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.

અર્ણવ ગોસ્વામી, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અર્ણવ દ્વારા ગઈ કાલના તેના શો બાબતે સમગ્ર કોંગ્રેસ કાર્યકરોમાં રોષની લાગણી છે ત્યારે દરેક રાજ્યો માં કોંગ્રેસ નેતાઓ કાર્યકારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે સવારે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કેટલાક પત્રકાર દ્વારા અર્ણવ ગોસ્વામી ના વર્તનથી નારાજ થઈને તેનો સાથ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!