Gujarat

હાર્દિક પટેલ ને મહેસાણામાં પ્રવેશ નહીં આપવા બાબતે જીગ્નેશ મેવાણી એ આપ્યું મોટું કારણ!

કોંગ્રેસ પાર્ટી ધીમે ધીમે યુવાન બનતી જાય છે. ગત 28મી સપ્ટેમ્બરના રોજ કનૈયા કુમાર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ કોંગ્રેસ ને સમર્થન જાહેર કર્યું ટેક્નિકલ ઈશ્યુ ના કારણે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ના શકે પરંતુ આવતી વિધાનસભા ચૂંટણી જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સિમ્બોલ સાથે લડશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. ગુજરાત રાજ્યમાં હાલમાં ધીમે ધીમે કોંગ્રેસ વધારે મજબૂત બની રહી છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને કેટલાય યુવાન ધારાસભ્યો કોંગ્રેસ ને દિવસે ને દિવસે મજબૂત કરતા જઇ રહ્યા છે. એક તરફ કોંગ્રેસ યુવાન બનતી જાય છે અને ભાજપ વૃદ્ધ. ભાજપના નવા મંત્રીમંડળ માં પણ જોઈએ તો માત્ર હર્ષ સંઘવી જ એક યુવાન છે.

ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં હાર્દિક પટેલ એ કહ્યું કે, “માનો કે ના માનો! વર્ષ ૨૦૧૬ થી મને મહેસાણા જિલ્લા માં પ્રવેશ નથી. ભારત દેશના બંધારણની કલમ-૧૯ પ્રમાણે મને મળતા દેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાના હક્ક નું શું? આ લોકતંત્ર છે?” હાર્દિક પટેલ ના આ નિવેદનથી ફરી રાજકારણ ગરમાઈ ગયું છે. પટેલ પોલિટિક્સ પાછું ચર્ચામાં આવી ગયું છે. જણાવી દઈએ કે, પાટીદાર આંદોલન વખતના સમયથી હાર્દિક પટેલ મહેસાણામાં જઇ શકતા નથી ને જો જાય તો તેમણે જામીનની શરતનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને તેમને સજા થશે. આ કારણે હાર્દિક પટેલ વર્ષ 2016 થી મહેસાણામાં પ્રવેશ કરી શકતા નથી.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા આ બાબતે વધારે વેધક સવાલો પણ કરવામાં આવ્યા છે. કે બંધારણ દ્વારા મને આપવામાં આવેલા મારા હકો નું શું? આ બાબતે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. સરકાર અને ભાજપ આ બાબતે કેવું નિવેદન કરે છે તે જોવું રહ્યું. હાર્દિક પટેલ વારંવાર સરકાર માં રજુઆત કરી ચુક્યા છે કે પાટીદાર અનામત આંદોલન સમયના પાટીદારો પરના કેસ ભાજપ સરકાર પરત લે પરંતુ હજુ સુંધી કેસ પાછા લેવાયા નથી. હાર્દિક પટેલ દ્વારા પહેલાં પણ આ બાબતે સરકાર ને રજુઆત કરી હતી પરંતુ આ બાબતે હજુ સુંધી કોઈ નક્કર ઉપાય મળ્યો નથી. હાર્દિક પટેલ પરના કેસો પણ હજુ પરત લેવાયા નથી. ત્યારે આવા સમયે જ્યારે નવું મંત્રી મંડળ છે અને મુખ્યમંત્રી પણ પાટીદાર છે ત્યારે હાર્દિક પટેલ નું આ નિવેદન સૂચક છે.

હાર્દિક પટેલ ના નિવેદન પર રાજકારણ ગરમાઈ ગયું છે અને જીગ્નેશ મેવાણી પણ હાર્દિક પટેલ ના આ નિવેદન ને સાથ આપવ માટે આગળ આવ્યા છે. જીગ્નેશ મેવાણી એ તો કારણ આપ્યું કે શા માટે હાર્દિક પટેલ ને મહેસાણામાં પ્રવેશવા દેવામાં નથી આવતા. જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ ભાજપમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. જીગ્નેશ મેવાણી એ કહ્યું કે, પ્રિય હાર્દિક, તમને મહેસાણા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી નથી કારણ કે ભાજપ ને ડર છે કે તમારી હાજરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરોધી અસર ઉભી કરશે. હું મહેસાણા જિલ્લાનો છું. અને મને આશા છે કે, વર્ષ 2022 માં આપણે તેમાંથી (ભાજપ) કેટલાકને ગુજરાત વિધાનસભામાં પ્રવેશવા નહીં દઈએ.

જીગ્નેશ મેવાણી ના નિવેદન બાબતે ના માત્ર મહેસાણા પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. જીગ્નેશ મેવાણી પોતે એક્ટિવિસ્ટ છે અને તેમનો હોલ્ટ ના માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ સારો એવો છે એમનો અવાજ ઘણે દૂર સુંધી પહોંચે છે જે ભાજપ સારી રીતે જાણે છે. હવે ભાજપ માં ફફડાટ છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ વધારે મજબૂતાઈથી લડશે ત્યારે ભાજપ ની સ્ટ્રેટેજી શું હશે! કોંગ્રેસના ચાર યુવા નેતાઓ કોંગ્રેસ ને મજબૂત કરી રહયા છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ ગુજરાતના ગામે ગામ ફરી રહ્યા છે અને હવે જીગ્નેશ મેવાણી પણ જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં જબરદસ્ત બદલાવ જોવા મળી શકે છે.

ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!