Gujarat

કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!

વિશ્વમાં કોરોના એક કહેર બનીને તૂટી પડ્યું છે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ચાઈનીઝ વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ઇટલી, ફ્રાન્સ, જર્મની અમેરિકામાં રીતસર મોતનું તાંડવ રચી નાખ્યું છે. જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલે ઢગલા. સમગ્ર વિશ્વ આ વાયરસના કારણે ત્રસ્ત છે. કોરોના વાયરસની રસી શોધવાનો દરેક દેશ પ્રયત્ન કરી રહ્યા છે. દરેક દેશો આ વાયરસ પર સંશોધન કરીને તેનો એન્ટીડોડ શોધવા મથી રહ્યા છે. પરંતુ હજુ સુંધી કોઈપણ દેશને આ વાયરસ સામે રક્ષણ આપતી રસી કે એન્ટિડોડ શોધવામાં સફળતા મળી નથી.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ભારત પાસે હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે જે આ વાયરસ સામે આંશિક રાહત આપે છે. પરંતુ આ દવા દ્વાર સંપૂર્ણ રાહત નથી મળતી. છતાં પણ વિશ્વના દેશોની માંગ પ્રમાણે હાલમાં ભારતે આ દવા વિશ્વના દેશોમાં પહોંચાડી છે. ભારતમાં પણ આ વાયરસ પર રિસર્ચ ચાલે છે અને તેનો એન્ટીડોડ કે રસી શોધવામાં ભારતના તમામ રાજ્યો મથામણ કરી રહ્યા છે. મોટી મોટી દવાની કંપનીઓ પણ આ વાયરસ સામે રક્ષણ મળે તે હેતુએ તેની દવા શોધવા માટે પોતાની રીતે પણ શંશોધન કરી રહી છે. ત્યારે ગુજરાતને આ બાબતે મોટી સફળતા હાથ લાગી છે ખુદ મુખ્યમંત્રી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના, corona, GBRC
ફોટો સોશિયલ મીડિયા

વિશ્વ આખું કોરોના સામે લડત લડી રહયું છે ત્યારે ગુજરાત પણ બંને બાજુ લડત લડી રહ્યું છે કોરોના સામે અને તેની દવા તેના ઉપચાર શોધવાના શંશોધન પર. આ પહેલાં ગુજરાતે સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યું હતું જેના કારણે આપણે બહારથી આવતાં વેન્ટિલેટર માટે રાહ જોવી ના પડે અને કટોકટીના સમયમાં તાત્કાલીક દર્દીઓને આરોગ્ય સેવાઓ મળી રહે. ગુજરાત આ દેશી વેન્ટિલેટર બનવનાર પ્રથમ રાજ્ય હતું. પરંતુ હવે એના કરતાં પણ મોટી ઉપલબ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. જેના કારણે હવે કોરોના વાયરસની રસી શોધવામાં એકદમ સરળતા થઈ જશે અને જલ્દી જ કોરોના સામે રસી શોધી શકશે.

કોરોના, corona, GBRC
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કોરોના વાયરસની જીનોમ સિક્વન્સ શોધી કાઢવામાં આવી છે. જેને કારણે હવે તેની વેક્સિન અને દવા બનાવવામાં એકદમ સરળતા રહેશે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID-19 ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે. જે સમગ્ર વિશ્વ માટે મોટી શોધ બરાબર છે.

કોરોના, corona, GBRC
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતની સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવી છે. સત્તાવાર ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે. જણાવી દઈએ કે, વર્ષ 2017માં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા GBRCની સ્થાપના કરવામાં આવી હતી. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!