હમણાંજ થરાદ વિધાનસભા માટે પેટા ચુંટણી યોજાઈ હતી અને થરાદ વિધાનસભા એટલે ભાજપનો ગઢ જે 15 વર્ષ જેટલા લાંબા સમયથી ભાજપનું એક હથ્થું શાશન હતું જે ગઢને જીતવાનું કામ કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કર્યું. 15 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ થરાદમાં ગુલાબના રૂપે પંજો પડ્યો. યુવાન અને જનતાના સેવક કોને કહેવાય એ ગુલાબસિંહએ આવતાની સાથે જ બતાવી દીધું. હજુ શપથ પણ લીધી નોહતી અને થરાદ વિધાનસભામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકશાની બાબતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે કલેક્ટરને મળીને ખેડૂતોને મદદ કરવા રજુઆત કરી હતી.
ત્યારબાદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને નેતાઓ બનાસકાંઠાના થરાદ માં જેટલી કેનાલો આવે છે તે કેનાલોની દશા પરિસ્થિતિ જાણવા માટે રૂબરૂ મુલાકાત લીધી હતી. કેનાલોની કથળતી પરિસ્થિતિ તેમજ ખેડૂતોને પાણી ન મળવાની ફરિયાદોને ધ્યાને લઈને બનાસકાંઠાના થરાદ નર્મદા વિભાગની ઓફિસને બંને નેતાઓ, ખેડૂતો અને સ્થાનિકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. વાવ થરાદ સુઇગામ કેનાલોની સફાઈ કરવાની માંગ સાથે ધારાસભ્યો સહિત ખેડૂતોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત દ્વાર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેનાલની સફાઈ થઈ નથી અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી જે અંગે આક્રોશ પ્રકટ કરવા સ્થાનિક લોકો, ખેડૂતો સાથે ઓફિસને તાળુ મારવામા આવ્યું હતુ. આ સાથે તેમણે વાવ થરાદ સુઇગામ કેનાલોની તાત્કાલિક ધોરણે સફાઈ કરાવી વહેલામાં વહેલી તકે ખેડૂતોને પાણી આપવા માંગ કરવામાં આવી હતી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે અધિકારીઓને ઓફિસ બહાર બોલાવીને ઓફિસને તાળું માર્યું હતું. અને જણાવ્યું હતું કે જ્યાં સુધી કેનાલની સફાઈ થઈને પાણી નહીં છોડાય ત્યાં સુધી ઓફિસ નહીં ખુલે તેવી ચીમકી આપવામાં આવી હતી.
આ પહેલા પણ 4 નવેમ્બરે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે વાવ થરાદ માં કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકના નુકશાન બાબતે તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડુતોને પાક વીમો ચૂકવવામાં આવે અને તેમની મદદે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પહોંચવામાં આવે તેવી જિલ્લા કલેકટર સાંગલેને ધારદાર રજૂઆત કરી હતી અને તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ કરવા વિનંતી કરી હતી. જે સમયે ગુલાબસિંહ રાજપૂત માત્ર થરાદ વિધાનસભાની પેટા ચુંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા હજુ વિધાનસભાના સભ્યપદના શપથ પણ લેવાના બાકી હતા.
ઉલ્લેખનીય છે કે, થરાદ અને વાવ મતવિસ્તાર ના ખેડુતો ને નર્મદાના પાણીના પ્રશ્નનોએ વારંવાર પડતી મુશ્કેલીઓ અને કેનાલો તુટવી, કેનોલોમાં સાફ સફાઈ નો અભાવ, પાણી સમસસર ના મળવું તમામ મુદે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા થરાદ નર્મદા કચેરી ને તાળાબંધી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજે બંને ધારાસભ્યો દ્વારા નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવશે જો આગામી 24 કલાક માં તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- આ પણ વાંચો…
- જેમણે ભાજપના સંબિત પાત્રાને ડીબેટમાં હંફાવ્યા હતા એ ગૌરવ વલ્લભ બની શકે છે કોંગ્રેસના CM ફેસ! જાણો!
- ભાજપના વળતાં પાણી? મોદી સરકાર ની દશા અને દિશા બદલાવવા લાગી છે?? જાણો!
- શરદ પવાર નો માસ્ટર પ્લાન! હવે શિવસેના સામેથી આ માટે પાડશે હા અને મહારાષ્ટ્રમાં સરકાર બનશે.. જાણો!
- ભાજપ શિવસેના ગઢબંધન તૂટ્યું! બાલાસાહેબ ઠાકરે ને આપેલું વચન પૂર્ણ થવાના આરે… જાણો!
- હાર્દિક પટેલ ફરી નવાજુની કરવા જઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બંનેમાં હડકંપ! જાણો!
- મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ! ભાજપ નેતાએ ધારાસભ્યોને આપી આટલા કરોડની લાલચ!