GujaratIndia

લોકડાઉન 4 માં આ છે ખાસ નિર્ણયો! આ સેવાઓ થશે શરૂ!

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ છેલ્લા 50 કરતાં વધારે દિવસથી છે. ગત 23 માર્ચના રોજથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં 3 વખત લોકડાઉન કરવામાં આવ્યું હતું અને આવતી કાલથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થશે. આજે સમગ્ર દેશમાં લોકડાઉન 4 ની જાહેરાત કરવામાં આવી છે. આગામી 14 દિવસ સુધી એટલે કે 31મી મે સુંધી હજુ પણ સમગ્ર દેશમાં લોકડાઉન 4 લાગુ રહેશે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. આવતી કાલથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ થઈ જશે.

લોકડાઉન 4, રૂપાણી સરકાર, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

સરકારની ગાઈડલાઈન મુજબ લોકડાઉન 4 માં કેટલીક સેવાઓ બંધ રહેશે તો કેટલીક સેવાઓને ચાલુ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તો ગ્રીનઝોનમાં કેટલીક આંશિક રાહતો આપવાની જાહેરાત પણ આગામી સમયમાં કરવામાં આવશે. રાજ્ય સરકારો અલગથી પણ આ જાહેરાતો કરશે. પરંતુ કેન્દ્રીય ગાઈડલાઈન મુજબ હોટસ્પોટ એરીયામાં કડકાઈથી લોકડાઉનનું પાલન કરવાનું રહેશે તેમજ તમામ એવી સેવાઓ બંધ રહેશે જ્યાં લોકોની ભીડ વધારે જામે એટલે કે સ્કૂલ, કોલેજ વગેરે શિક્ષણને લાગતો સેવાઓ સંપૂર્ણ પણે બંધ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ કેન્દ્રીય ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

લોકડાઉન 4 માં આ સેવાઓ રહેશે બંધ

લોકડાઉન 4, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

આવતી કાલથી 14 દિવસ માટે એટલે કે 31મી મે સુંધી લોકડાઉન 4 ને લંબાવવાની સાથે ચોથા તબક્કા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી છે. જે મુજબ લોકડાઉન 4 નું કડકાઈથી પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે મુજબ હોટસ્પોટ વિસ્તારમાં હજુ પણ લોકડાઉન 4 ની કડકાઈથી અમલવારી ચાલુ જ રહેશે. આ ઉપરાંત રાજયોને પોતાની સહમતી સાથે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવાની છૂટ અપાઈ છે પરંતુ શાળા-કોલેજ, મેટ્રો ટ્રેન સેવા, ડોમેસ્ટીક ફ્લાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ, સિનેમા થિયેટર, શોપિંગ મોલ બંધ કડકાઈ પૂર્વક રહેશે. તેમજ ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ રહેશે.

છૂટછાટો સાથે સેવાઓ શરૂ કરી શકાશે

લોકડાઉન 4, રૂપાણી સરકાર, ભાજપ નેતા, રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

કેન્દ્રીય ગાઈડલાઈન મુજબ લોકડાઉન 4 માં હોટસ્પોટ વિસ્તારમાં કડક પ્રતિબંધો યથાવત રહેશે. પરંતુ લોકડાઉનના આ ચોથા તબક્કામાં ત્રણ ઝોન સિવાય અન્ય બે ઝોન પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં બફર ઝોન અને કંટેનમેન્ટ ઝોનનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. રાજયોમાં આઇડેન્ટિફાઇડ થયેલા હોટસ્પોટ વિસ્તારમાં કડકમાં કડક પ્રતિબંધો યથાવત રહેશે. તેમજ કડકાઈ પૂર્વક લોકડાઉન 4 નું પાલન કરવાનું રહેશે. જ્યારે રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં છૂટછાટ અંગેના નિર્ણયો લેવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ઉપરાંત કેંદ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યો રાજ્યો વચ્ચે સહમતી બાદ આંતરરાજ્ય પરિવહનની સુવિધા શરૂ કરી શકે છે.

લોકડાઉન 4, રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, આજે કેંદ્ર સરકાર દ્વારા આવતી કાલથી 14 દિવસ માટે એટલે કે આગામી 31મી મે સુંધી લોકડાઉન 4 લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો કડકાઈથી અમલ કરવાનો રહેશે. જો કે કેન્દ્રીય ગાઈડલાઈમાં રાજ્ય સરકારને છૂટછાટ આપવા માટેની સત્તાઓ આપવામાં આવી છે જે બાબતે રાજ્ય સરકારો દ્વારા અલગથી ગાઈડલાઈ બહાર પાડવામાં આવશે. જેમાં આગામી સમયમાં રાજ્ય સરકારો દ્વારા હોટસ્પોટ વિસ્તારો છોડીને ગ્રીનઝોન અને ઓરેંજ ઝોનમાં અમુક છૂટછાટો આપવામાં આવી શકે છે. જેમાં આંતર રાજ્ય ટ્રાન્સપોર્ટને રાજ્યોની સહમતી સાથે શરૂ કરવામાં આવી શકે છે. તો હોટલો તેમજ શોપિંગ મોલ પણ કેટલીક શરતો સાથે ફરીથી શરુ કરવામાટેની જાહેરાત કરી શકે છે.

મહા વિકાસ અઘાડી, લોકડાઉન 4
ફોટો સોશિયલ મીડિયા

કેંદ્ર સરકારની જાહેરાત પહેલાં જ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 4 ની જાહેરાત કરી દીધી હતી. બંને રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં દિવસેને દિવસે વધારો થયો રહ્યો છે. હાલમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસો સૌથી વધારે છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસો 10હજારને પાર થઈ ગયા છે. ગુજરાતમાં પણ 31મી મે સુંધીમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન 4 બાબતે રાજ્ય સરકાર આગામી સમયમાં ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જો કે આવતી કાલથી લોકડાઉન 4 નો અમલ સમગ્ર દેશમાં થવા જઇ રહ્યો છે પરંતુ સરકારે રાજ્ય સરકારને આ બાબતે સમુક નિર્ણય લેવાની સત્તાઓ આપી છે. ગુજરાત સરકાર દ્વારા આવતી કાલે નવા નિયમો જાહેર કરવામાં આવશે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!