GandhinagarGujaratIndiaLife Style

મોટર વ્હીકલ એક્ટ દંડમાં થશે ફેરફાર! CM રૂપાણી કરશે મહત્વની જાહેરાત! જાણો!

પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં મોટર વ્હીકલ એક્ટ સંશોધન કાયદો લાગુ થઈ ગયો છે જેમાં દરેક રાજ્યોને તેમાં સુધારા વાદર કરવાની સત્તા છે. મધ્યપ્રદેશ અને બંગાળમાં આ કાયદો લાગુ થયો નથી ત્યારે ગુજરાત પણ આ કાયદામાં દંડની જોગવાઈઓને લઈને અવઢવની સ્થિતિમાં હતું પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણી આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. સાંજે ચાર વાગે યોજાઈશ શકે છે મુખ્યમંત્રીની પ્રેસકોન્ફ્રન્સ. જેમાં મુખ્યમંત્રી આ કાયદામાં કરેલા દંડની જોગવાઈમાં ફેરફાર કરી શકે છે. જે અંગે તેમણે આરટીઓ પાસે પણ રિપોર્ટ મંગાવ્યો હતો.

મોટર વ્હીકલ એક્ટ
ફોટો: સોસીયલ મીડિયા

મોટર વ્હીકલ એક્ટ માં સુધારા કાયદા દ્વારા કેન્દ્ર સરકારે અધધ દંડની જોગવાઈ કરી છે. જેના અમલ બાદ મસમોટા દંડના મેમો ફાટવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તો ગુજરાતમાં પણ આ કાયદો લાગુ થયો છે કે નહીં તે અંગે જનતા અવઢવમાં હતી સરકાર ખુદ પણ આ અંગે જનતાની નાડ ઓળખી શક્તિ નોહતી એટલે સરકાર દ્વારા આ અંગે આરટીઓ પાસે રિપોર્ટ મંગાવમાં આવ્યો હતો. જે રિપોર્ટ બાદ આજે સાંજે લગભગ 4 વાગે મુખ્યમંત્રી આ કાયદા અંગે મહત્વની જાહેરાત કરશે.

સર્જીકલ સ્ટ્રાઈક
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટ અંગે આજે મંગળવારે થવા જઈ રહેલી જાહેરાતમાં દંડની રકમમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી ખુદ જાહેરાત કરી શકે છે. જનતામાં મસમોટા દંડની જોગવાઈ અંગે રોષની લાગણી છે અને આ દંડ ગરીબ માણસને પોસાય તેમ ન હોવાથી આ અંગે ખુદ મુખ્યમંત્રી મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ બાબતે નિર્ણય લેવા માટે શુક્રવારે બેઠક પણ યોજાઈ હતી અને તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં જેની જાણકારી આજે મુખ્યમંત્રી દ્વારા મળી શકે છે.

મોટર વ્હીકલ એક્ટ
ફોટો: સોસીયલ મીડિયા

મળતાં રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર મોટર વ્હીકલ એક્ટને લઇને આજે સાંજે 4.00 વાગ્યે મહત્વની જાહેરાત કરશે. મુખ્યમંત્રી રૂપાણી પ્રેસ કોન્ફરન્સ દ્વારા નવા નિયમોની જાહેરાત કરી શકે છે. જેમાં રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરવામાં આવશે. આ જોગવાઈમાં મોટા દંડની જગ્યાએ ઓછી રકમના દંડમાં ફેરફાર કરી શકે છે. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને અડચણરૂપ પાર્કિંગના વગેરેના દંડમાં ફેરફાર થઇ શકે છે. પરંતુ મોટા ગુનામાં કેન્દ્ર સરકારના નિમય પ્રમાણે જ કાર્યવાહી થશે.

મોટર વ્હીકલ એક્ટ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ મસમોટા દંડના વિરોધમાં કોંગ્રેસ પણ ઉતરી ગઈ હતી અને ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને રોડ રસ્તાની ખરાબ હાલત, અસ્વચ્છ રસ્તા ગંદગી અને સફાઈ, બંધ ટ્રાફિક સિગ્નલ્સ, રસ્તા પર ખાડા, ભુવા, ખોદેલી સડક, ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તે રઝળતા રખડતા પશુથી થતો અકસ્માત અને રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ વગેરે અંગેની ખરાબ સ્થિતિ માટે પણ જવાબદાર અધિકારી સામે પગલાં અને દંડ વસુલવાનું લિસ્ટ દંડની રકમ સાથે જાહેર કર્યું હતું. જેથી સરકાર ભીંસમાં આવી ગઈ હતી. લોકોમાં પણ આ મુદ્દે સરકાર સામે રોષ હતો જે ભાંપીને સરકાર આજે દંડની જોગવાઈમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!