GujaratPolitics

પ્રશાંત કિશોર કરશે મોટી જાહેરાત! ગુજરાત ચૂંટણી બાબતે આ જાહેરાત કરી શકે છે!

આ વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત અને દેશનું વાતાવરણ રાજકીય ગરમાં ગરમીથી ભરેલું છે. સમગ્ર દેશની નજર હાલ ગુજરાત પર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને પ્રશાંત કિશોર ના રાજકીય આગમન ની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ માં જોડાશે નહીં એ નક્કી થઈ ગયું છે ત્યારે હવે તમામ ની નજર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે એના પાર છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર ની જોડી ગુજરાત કોંગ્રેસ માટે વધારે મહત્વની બની જાય છે. અને આજ કારણે એવી પણ વાતો વહેતી થઈ રહી છે કે નરેશ પટેલ કહી ચુક્યા છે કે હું જ્યાં ત્યાં પ્રશાંત કિશોર. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર જ એવી વ્યક્તિ છે જે ગુજરાત માં કોંગ્રેસ ને બેઠી કરી શકે છે. કોંગ્રેસ પોતાના કોઈ નવા ચેહરા ને આગળ લાવવા કરતાં નરેશ પટેલ ને ચહેરો બનાવવા માંગે છે. પરંતુ હજુ એ જોવાનું રહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસ આગમન ની જાહેરાત ક્યારે કરે છે.

ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

છેલ્લા એક મહિનાથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશસે ની ચર્ચાએ જોર જમાવ્યું છે આ સાથે સાથે પ્રશાંત કિશોર રણનીતિકાર પણ સત્તાવાર રાજકીય પાર્ટીમાં જોડાશે ની ચર્ચાઓ ચાલી રહી હતી. પ્રશાંત કિશોર ગુજરાતમાં વર્ષ 2012માં ભાજપ માટે કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત બિહારમાં નીતીશ કુમાર માટે, બંગાળ માં મમતા બેનર્જી માટે, તામિલનાડુમાં સ્ટારલીન માટે, આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડી માટે કામ કરી ચુક્યા છે અને આ દરેક જગ્યાએ સરકાર બનાવી ને બતાવી છે. અને આ વખતે પ્રશાંત કિશોર કોંગ્રેસ પાસે સામેથી ગયા હતા અને ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાની તૈયારી બતાવી હતી તો ગુજરાત કોંગ્રેસ દ્વારા એક બાબતે હામી ભરીને આખરી નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ પર છોડ્યો હતો પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસ અને પ્રશાંત કિશોર ની વાત ન બનતા પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં સદસ્ય બનવાની ના પાડી. પરંતુ બહારથી સાથે કામ કરવાની તૈયારી હજુ પણ અકબંધ છે.

પ્રશાંત કિશોર હજુ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા વગર બહારથી પાર્ટી માટે કામ કરવા તૈયાર હોય એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બીજી તકરફ નરેશ પટેલ પણ પ્રશાંત કિશોર સાથે આવે એવું ઈચ્છી રહ્યા છે. ત્યારે પ્રશાંત કિશોર આવતી કાલે એક પ્રેસ કરી રહ્યા છે. તમામની નજર પ્રેસ પર છે.પ્રશાંત કિશોર આ પ્રેસમાં ગુજરાત બાબતે પણ કોઈ જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગુજરાતમાં ચૂંટણી ને લઈને પ્રશાંત કિશિર ની ટિમ કામે લાગેલી છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે. સમગ્ર ગુજરાતમાં પ્રશાંત કિશોરની ટિમ સર્વે કરવી રહી છે. પ્રશાંત કિશોર આવતી કાલની પ્રેસમાં પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની પણ જાહેરાત કરશે અને ચૂંટણી લડવાની જાહેરાત બિહાર વિધાનસભાથી કરશે તેવી માહિતી હાલમાં મળી રહી છે.સમગ્ર દેશની નજર પ્રશાંત કિશોરની આવતી કાલની પ્રેસ પર છે. જેમાં ગુજરાત માટે પણ કોઇક જાહેરાત હોઈ શકે છે.

દિલ્લી કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રશાંત કિશોર બાબતે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા મુજબ પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં ના જોડાઈને પણ ગુજરાતમાં કોંગ્રેસને મદદ કરવા અને ભાજપ વિરુદ્ધ કેમ્પઈન કરવા માટે કોંગ્રેસ ને ઓફર કરી છે. અને આ બાબતે એક ચર્ચા દ્વારા એમ પણ જાણવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી. જોકે એ બેઠક બાદ પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસમાં સક્રિય સદસ્ય બનવા ના પાડી હતી અને સુરજેવાલ દ્વારા પણ આ બાબતે એક સ્ટેટમેન્ટ જાહેર કવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસમાં જોડાયા વગર ગુજરાત કોંગ્રેસને મદદ કરશે એ બાબતે હજુ પણ કોઈએ મગનું નામ મારી પાડ્યું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કેમ્પઈન કરે તો ગુજરાત કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે. હવે નિર્ણય હાઇકમાન્ડ પર છે કે પ્રશાંત કિશોર ને લઈને ગુજરાતમાં પ્રયોગ કરશે કે નહીં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!