EducationGujaratPolitics

ગુજરાત ફરી આંદોલનના માર્ગે! વિદ્યાર્થીઓએ આ ચીમકી ઉચ્ચારતા તંત્રએ અડધી રાત્રે કર્યું કઈંક આવું! જાણો!

ગુજરાત સરકાર ઘોર નિંદ્રામાં છે અને ભાવિ રસ્તા પર પોતાના હકની લડાઈ લડી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના દરેક જિલ્લામાંથી ગાંધીનગર કૂચ કરીને ગઈ ગઈ કાલના પોતાના હક અધિકારની લડાઈ માટે લડી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા અને થાક્યા વગર એજ જુસ્સા સાથે હજુ પણ લડત લડી રહ્યા છે. પોલીસે તેમને દબાવવા માટે લાઠી ચાર્જ પણ કરેલો કેટલાય વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી તોય વિદ્યાર્થીઓ થાક્યા વગર હક માટે સરકાર સમક્ષ લડી રહ્યા છે. વાત ન્યાયની છે અને એમાં પણ રસ્તા પર ઉતરનારા યુવાન વિદ્યાર્થીઓ છે ત્યારે હવે હક માટેની આ લડાઈ આરપારની બની ગઈ છે.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

મોડી રાત સુંધી ગાંધીનગરમાં યુવાનોનો જુસ્સો યથાવત હતો. અને એક જ સુરમાં વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવા અડગ બન્યા છે. ગઈ કાલે રાત્રે ગુજરાત મુખ્યમંત્રી રૂપાણી દ્વાર મિટિંગ બોલાવી હતી અને મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પરીક્ષા રદ્દ નહીં કરવાનો નિર્ણય યથાવત્ રહશે અને ગુજરાત સરકાર ગાંધીનગરમાં ભેગા થયેલા ઉમેદવારો સાથે કોઇપણ પ્રકારની ચર્ચા નહીં કરવાનો નિર્ણય કરાયો હતો. વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયની જાણ થઈ ત્યાર બાદ પણ ઉમેદવારો અડગ છે. બુધવાર મોડી રાત્રે પણ યુવાન વિદ્યાર્થીઓનો જોશ અકબંધ હતો. કડકડતી ઠંડીમાં ગાંધીનગરના રસ્તા પર હક અધિકાર મેળવા માટે યુવાનોએ રાતવાસો કર્યો હતો.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

મુખ્યમંત્રી દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં અહીં આવે અને આ આંદોલનકારી યુવાનો ઉમેદવારો સાથે સરકારના કોઈપણ મંત્રી દ્વારા ચર્ચા નહીં કરવામાં આવેના નિર્ણય બાદ યુવાન આંદોલનકારી નેતા યુવરાજસિંહે નિવેદન આપ્યું કે, “સરકારે તેમનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે તો અમે પણ અમારૂ સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. અમારા ધરણા ત્યાં સુધી ચાલું રહેશે જ્યાં સુધી સરકાર આ પરીક્ષા રદ્દ ન કરે.” આ જોતા વિદ્યાર્થીઓની સ્પષ્ટ વાત છે કે સરકારે જલ્દીથી પગલાં લેવા પડશે નહીંતર આંદોલન વધારે ઉગ્ર બનશે. અને ગુજરાતના ઇતિહાસમાં 1972 1973 નું નવનિર્માણ આંદોલન ફરી નવા રૂપમાં સામે આવશે.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત ના દરેક જિલ્લામાંથી ગાંધીનગર એકઠાં થયેલા ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ચૂંટણી દરમિયાન નેતાઓ દ્વારા અમને જાત જાતના લોભ પ્રલોભનો આપવામાં આવતાં હતાં અને કહેતા હતા કે અમે તમારી સાથે રહીશું તમને અન્યાય નહીં થાય. પરંતુ આજે જ્યારે અમારી સાથે અન્યાય થયો છે ત્યારે અમે ઇચ્છીએ છીએ કે તમે તમારો પક્ષ મૂકી અમારી મદદે આવો. અમારૂ આંદોલન ગાંધીચિંધ્યા માર્ગે છે અને આગળ પણ રહેશે. અમે હવે અમારા હક અને અધિકાર માટે સરકાર સમક્ષ લડી લેવાના મૂડમાં છીએ. આ મારા હક અને અધિકારની લડાઈ છે.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

મોડી રાત સુંધી યુવાનો અડગ રહેતા અને ગાંધીનગર છોડવાની ના પાડતા યુવાનોને રાતે ૧.૩૦ કલાકે કલેક્ટર, ડીઆઈજી, એસપી સહિત અધિકારીઓ મનાવવા આવ્યા હતા અને તેમને ગાંધીનગર છોડી દેવા સમજાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ યુવાનો દ્વારા એક જ માંગણી ઉચ્ચારવામાં આવી હતી કે સરકાર પરીક્ષા રદ્દ કરે. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું અને યુવાનોએ સરકાર વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન પોલીસ યુવાનોનીની અટક કરશે તેવી અટકળો હતી, પરંતુ પરિસ્થિતિ વધારે તંગ બનશેની બીકે પોલીસે અટકાયત ટાળી હતી.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

વિદ્યાર્થીઓ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગુજરાત સરકાર પરીક્ષા રદ નહી કરે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડે. ગઈ કાલે ગાંધીનગર સચિવાલયથી સત્યાગ્રહ છાવણી અને મહાત્મા મંદિરની વચ્ચે વિદ્યાર્થીઓ યુવાનોના ટોળેટોળાં ઉમટી રહ્યા હતા અને આ જોતા જ જાણે સરકારે પોલીસને છુટ્ટો દોર આપ્યો હોય તેમ પોલીસ દ્વારા યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેમને ખદેડી નાખવાના ઇરાદે રસ્તા ઉપર દોડાવ્યા હતા, જેમાં કેટલાક યુવાન વિદ્યાર્થીઓના માથામાં, હાથમાં, પગમાં ઈજાઓ પહોંચી હતી. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. લગભગ 1500 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગર ભેગા થયા છે.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

યુવાન વિદ્યાર્થી ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આ બાબતની પોલીસને જાણ થઈ જતાં મોડી રાતથી જ સ્વર્ણિમ પાર્ક નજીક પોલીસ વાનનો કાફલો ખડકી દેવાયો છે. પરંતુ પોલીસ અને સરકારી તંત્રએ જાણી લેવું જોઈએ કે આંદોલનને જેટલું દબાવવાના પ્રયત્નો થાય તેટલું વધારે ઉગ્ર બને છે. સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને સમાધાનની ફોર્મ્યુલા લાવવી જોઈએ અને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને માત્ર એક સુત્ર નહીં પણ તેને સાચું પણ ઠેરવી તેનો અમલ પણ કરવો જોઈએ.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

કડકડતી ઠંડીમાં ગાંધીનગરના રસ્તા પર રાતવાસો કરનાર વિદ્યાર્થીઓ નો આજે બીજો દિવસ છે અને સરકાર ઘોર નિંદ્રામાં. લાકડાની બેન્ચ પર બેસતા વિદ્યાર્થીઓ મખમલી ગાદી પર બેસતાં નેતાઓ પાસે પોતાના હક અને અધિકારની માંગણી લઈને ગાંધીનગર આવ્યા છે. સરકાર નહીં ઝૂકે તો આવતી ચુંટણીમાં બતાવી દેવાની ચીમકી ઉચ્ચારતો યુવાન વિદ્યાર્થી આજે તેના હક અને અધિકાર લીધાવગર ગાંધીનગરથી આસાનીથી જશે નહીં એ નક્કી છે. કેટલોય પરસેવો પાડીને બધાજ મોજ શોખને ત્યાગીને વિધાર્થીઓ દ્વારા સરકારી પરીક્ષાઓમાં મહેનત કરવામાં આવતી હોય છે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

ગામમાં ખેતી કરતા માતા પિતા આ મંદી અને કુદરતી આફત સામે માંડ માંડ ઘર ચલાવતાં હોય અને પોતાના બાળકને ભણવા માટે વ્યાજથી ઉછીના રૂપિયા લાવીને શહેરમાં ભણવા મોકલે સરકારી પરીક્ષાની તૈયારી કરાવે અને આજ સરકારી પરીક્ષામાં ગેરરીતી થાય એ માત્ર વિદ્યાર્થીઓ સાથે જ નહીં પણ તેમના માતાપિતા સાથે પણ વ્રજઘાત સમાન અન્યાય કહેવાય. સરકારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન લાવું જોઈએ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ નહીંતર આ વિદ્યાર્થીઓ છે તેમને હલકમાં ના લેવા જોઈએ. નવનિર્માણ આંદોલન તો યાદ જ હશે તે દોહરાઈ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!