ગુજરાતમાં ખાલી પડેલી ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણીને પગલે કોંગ્રેસના 8 ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ માંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. ચાર રાજ્યસભા બેઠક માટે મતદાન યોજાવાનું હતું અને કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ ભાજપના સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ આગળ રાજકીય દમ તોડ્યો હતો એટલે કોંગ્રેસ માટે ચાર માંથી બે બેઠક જીતવા માટે હવે ધારાસભ્યોનું સંખ્યાબળ રહ્યું નહીં પરીણામે કોંગ્રેસ રાજ્યસભાની 1 બેઠક જીતી શકી. અને હવે આ તમામ 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ તમામ 8 બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવશે તો ભાજપ માટે ફાયદો જ ફાયદો છે.
ભાજપ માટે ફાયદો એટલા માટે છે કે તમામ 8 બેઠકો કોંગ્રેસ પાસે હતી અને એ તમામ બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ એક બેઠક પણ જીતે તો પણ ભાજપને નુકશાન વગર ફાયદો છે. જ્યારે કોંગ્રેસ માટે તમામ 8 બેઠકો જાળવી રાખી એ ખૂબ જ અઘરી છે. ત્યારે હાલમાં તો પેટા ચૂંટણી ઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી સપ્ટેમ્બર મહિના પહેલા પાંચ બેઠકો પર ચૂંટણી ફરજીયાત યોજવી પડે એમ છે ત્યારે ચૂંટણીપંચ અન્ય ત્રણ બેઠકને પણ સાથે લઈને એક સાથે 8 બેઠક પર પેટા ચૂંટણી યોજશે એ નક્કી છે. ત્યારે કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલી દ્વારકા અને મોરવાહડફની પર પણ આ 8 બેઠકો સાથે ચૂંટણી યોજાઇ શકે છે.
બંને રાજ્યોની સરકાર માટે મોટો પડકાર એ છે કે કોરોના મહામારીના સમયમાં કેવીરીતે ચૂંટણી પ્રક્રિયા કરવી અને કેવીરીતે મતદાન કરાવવું. આ બાબતે ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણીપંચમાં બેઠકોનો દોર શરૂ થઈ જશે. તો પેટાચૂંટણીના પડઘમથી ગુજરાતમાં રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. ગુજરાતમાં આગામી સમયમાં ગમે ત્યારે પેટા ચૂંટણી ની જાહેરાત થઈ શકે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ કોંગ્રેસમાંથી આવેલા 8 ધરસભ્યો માંથી 5 ધરસભ્યોને રિપીટ કરી શકે છે. તો કોંગ્રેસ દ્વારા તમામ 8 બેઠકો પર નવા ઉમેદવારો શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણી બાબતે જાહેરાત થઈ શકે છે. એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જાહેરાત થઈ શકે છે. કારણ કે આગામી 15સપ્ટેમ્બર પહેલા 5 બેઠકો પર ચૂંટણી યોજવી પડે તેમ છે. ત્યારે અન્ય ત્રણ બેઠકોને પણ સાથે લઈને એક સાથે પેટા ચૂંટણી યોજાઇ શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચના સૂત્રોનું માનીએ તો ના માત્ર ગુજરાતમાં પરંતુ મધ્યપ્રદેશની 22 બેઠકો પર પણ પેટાચૂંટણીઓ યોજાશે. ચૂંટણીપંચ દ્વારા બંને રાજ્યોમાં ખાલી પડેલી બેઠકો પર નક્કી સમય સીમા મુજબ ચૂંટણીઓ યોજવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
આગામી સમયમાં ગુજરાતમાં યોજવા જઈ રહેલી તમામ પેટા ચૂંટણી માં ભાજપને માત્રને માત્ર ફાયદો જ ફાયદો છે તો સામે કોંગ્રેસને નુકશાન જ નુકશાન કારણ કે આ તમામ 8 બેઠકો કોંગ્રેસ પાસે હતી જેના પર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ભાજપ એક બેઠક પણ જીતે તો વગર કોઈ નુકશાને ફાયદો અને મોટી જીત ગણાવી શકે છે. જયારે કોંગ્રેસ દ્વારા પોતાની તમામ 8 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આગામી ડિસેમ્બરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે. તેને ધ્યાને રાખીને બંને પાર્ટીઓ દ્વારા ચૂંટણીમાં મુદ્દાઓ અને રણનીતિ નક્કી કરવા માટે પાર્ટી કાર્યાલય પર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ માંથી રાજીનામુ આપનારા 8 જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે અથવા આવતી કાલે ભાજપનો સત્તાવાર ખેસ ધારણ કરી શકે છે. તો ભાજપ દ્વારા 8 ધટસભ્યો માંથી મોટાભાગના એટલે કે 5 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને આગામી પેટાચૂંટણીમાં ટિકિટ આપી શકે છે ત્યારે 3 જેટલી બેઠકો પર ભાજપ નવા ચહેરાની તલાશમાં છે. જ્યારે કોંગ્રેસમાં તમામ બેઠકો પર નવા અને જીતી શકે તેવા ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા ચૂંટણી બાદ પેટાચૂંટણીના કારણે ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.
આ પણ વાંચો
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.
- અમિત શાહ ની ચાણક્યનીતિ ફેલ! રણનીતિ કડડભૂસ! ભાજપના વળતાં પાણી!
- World War 3 ના ભણકારા?! ભારત સિવાય આ દેશ સામે પણ જંગે ચડ્યું ચીન!
- 19મી જૂને ગુજરાત માં મોટી રાજકીય ઉથલપાથલ થાય તો નવાઈ નહીં! જાણો!
- ભારતના મુદ્દે રાજકારણ ના હોય! મુખ્યમંત્રી રૂપાણી નું વાખાણવાલાયક કામ!
- સર્જિકલ સ્ટ્રાઈક ની બીકે કરાંચી બ્લેકઆઉટ! ભારતીય વાયુસેનાથી પાકિસ્તાનમાં ફરી ફફડાટ!
- અમિત શાહ મમતા બેનર્જી આમને સામને! શાહની મામતાને ચેતવણી! ગરમાયુ રાજકારણ! જાણો!