GujaratPolitics

પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!

દિવસેને દિવસે ગુજરાતમાં કોરોના મહામારી વધી રહી છે જોકે સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. પરંતુ હજુ કોરોનાનું જોખમ સંપૂર્ણપણે ગુજરાત, દેશ કે દુનિયાના માથેથી ગયું નથી. હજુ પણ સાવચેતી કે સાવધાની રાખવામાં ના આવે તો કોરોના ફરીથી શરૂઆતની જેમજ માથું ઊંચકી શકે છે અને ફરીથી દેશ લોકડાઉન થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી થી લઈને દરેક રાજ્યોના મુખ્યમંત્રી ધીમે ધીમે ખૂબ જ સાવધાની પૂર્વક રાજ્યો સાથે દેશ પણ અનલોક કરી રહ્યા છે. તો બીજી તરફ કોરોના સામે રક્ષણ આપતી રસી શોધવાનું કામ પણ પુરઝડપે ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદી
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલી સલાહ ખુદ તેમની પાર્ટીના નેતાઓ જ માનતા નથી. તે સીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સમગ્ર દેશે જોઈ લીધું. પાટીલ ભાઉ ની સૌરાષ્ટ્ર યાત્રામાં કોરોના મહામારીમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો. પરંતુ હવે ક્યાંકને ક્યાંક ભાજપ અધ્યક્ષને પસ્તાવો થઈ રહ્યો હશે કારણ કે પાર્ટીના ત્રણ જેટલા ધારાસભ્યોને કોરોના લક્ષણોએ દેખા દીધી છે. જે ત્રણેય નેતાઓ પાટીલ ભાઉ સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે હતા.

પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

પ્રાપ્ત માહિતી પ્રમાણે સી આર પાટીલ સાથે ફરનારા ગુજરાત ભાજપ ના ત્રણ ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં સુરત ભાજપના ધારાસભ્ય કાંતિ બલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કાંતિ બલર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના સોમનાથ પ્રવાસ દરમિયાન તેમની સાથે હતા. ગુજરાત ભાજપ અધ્યક્ષ દ્વારા તેમના સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન કરીને કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

તો અન્ય એક રાજકોટના ભાજપ ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમનો રિપોર્ટ કરવામાં આવતાં આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે અરવિંદ રૈયાણી પણ ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે ચિંતાની વાત એ છે કે આ ધારાસભ્યો પણ કેટલાય લોકોના સંપર્કમાં આવ્યા હશે!

પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

તો સુરતના જ ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત તેઓ સાથે ફરનારા તમામ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ધારાસભ્ય હર્ષ સંઘવીનો ગરબા ગાતો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતાં.

રાજ્યસભા, લોકડાઉન 4, રૂપાણી સરકાર, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

પ્રધાનમંત્રી મોદી ખુદ જાતે વીડિયો કોંફરન્સ દ્વારા દેશને સંબોધન કરીને વારંવાર આપવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું તેમની જ પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ દ્વારા તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઠેર ઠેર નાના મોટા કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતાં જેમાં લોકો પણ એકઠા થયાં. જ્યારે સમગ્ર દેશમાં મહામારીના કારણે તમામ ધાર્મિક સામાજિક મેળાવડાઓ, ઉદ્યોગ ધંધાઓ બંધ છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા કોરોનાની તમામ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પરંતુ હવે પસ્તાવો થઈ રહ્યો હશે!

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!