GujaratPolitics

હાર્દિક પટેલ નો ચૂંટણી લડવા હુંકાર! પેટા ચૂંટણી બાબતે કહી આ મોટી વાત! જાણો!

આંદોલનકારી અને યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વની જવાબદારી આપવમાં આવી હતી. હાર્દિક પટેલ દ્વારા હવે ગુજરાતમાં નવો રોલ ભજવવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ આપ્યું છે. આગામી સમયમાં પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવા એ કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક ગણી શકાય છે. પેટા ચૂંટણી બાદ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલની કસોટી થશે.

હાર્દિક પટેલ, કોરોના મહામારી, corona
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક શું કરશે અને શું પ્લાન છે એ બાબતે વારંવાર મીડિયા અને પત્રકાર સવાલો કરતા હોય છે ત્યારે હાર્દિક દ્વારા એક ખાનગી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ચૂંટણી લડવા માટે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે તમે ચૂંટણી લડશે કે કેમ? આ પ્રશ્ર્નના જવાબમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “મારી પર ખોટા કેસ કરીને મને જેલમાં પુરવો, હેરાન કરવો જેના કારણે હું અત્યારે ચૂંટણી લડી શકુ એમ નથી પરંતુ જ્યારે મારી પરથી કાયદાકીય સકંજો ઓછો થશે અને કોર્ટમાંથી મને ન્યાય મળશે ત્યારે હાર્દિક પટેલ ચોક્કસ ચૂંટણી લડશે.” હાર્દિક ના ઈશારા બાદ ભવિષ્યમાં એટલે કે વર્ષ 2022ની વિધાનસભામાં હાર્દિક પટેલ ચૂંટણીમાં ઝંપલાવશે એવું કહી શકાય.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલના આ ઇન્ટરવ્યૂ બાદ તેમની પેટાચૂંટણી લડવાની વહેતી વાતો પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. એટલે હાર્દિક પટેલ પેટાચૂંટણીમાં લડશે નહીં પરંતુ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોનો જબરદસ્ત પ્રચાર કરશે. હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે પણ નિશાન સાધવામાં આવ્યું હતું તેમજ હવે જો કોઈ ધારાસભ્ય તૂટશે તો જે તે વિધાનસભાની જનતા ફેંસલો કરશે તેવી ગર્ભિત ચીમકી આપી હતી. વધુમા હાર્દિક પટેલ દ્વારા યુવાનોને વધારે મહત્વ આપવામાં આવશેની વાત પણ કહી હતી. આગામી સમય યુવાનોનો છે. હાર્દિક પટેલ દ્વારા અલ્પેશ ઠાકોરને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે પાર્ટી દ્વારા માન સમ્માન આપવામાં ક્યાંય કોઈ કમી રાખવામાં આવી નોહતી.

સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat, હાર્દિક, hardik patel, હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલની અપોઇન્ટમેન્ટ પછી કોંગ્રેસમાં અને યુવાનોમાં એક જોશ અને જુસ્સાનો ઉમેરો થયો છે તો બીજી તરફ હાર્દિક વિરોધી ખેમામાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપમાં આ બાબતે નો કૉમેન્ટ્સ ઝોન લાગુ પડી ગયો હોય એમ લાગી રહ્યુ છે. હાર્દિકના વિરોધીઓ સોશિયલ મીડિયામાં હાર્દિક વિરોધી પોસ્ટ વાઈરલ કરી રહ્યા છે. હાર્દિક પટેલ સામે આ પહેલા પણ આવી રમતો રમાઈ ચુકી છે. હાર્દિક પટેલની છબી બગડવા માટે હાર્દિકના વિરોધીઓ દિવસ રાત પ્રયત્નશીલ રહ્યા કરે છે પરંતુ લોકોમાં હાર્દિક પટેલની એક અલગ જ છબી છે અગ્રેસીવ યુવાન નેતા, જે યુવાનોના પ્રશ્નો ને વાચા આપે છે.

હાર્દિક પટેલ, રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત કોંગ્રેસની કમાન યુવાનો ના હાથમાં છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને હાલમાં નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ યુવા નેતા હાર્દિક પટેલ. રાજકીય પંડિતો મુજબ ગુજરાત ભાજપ સંગઠન કરતા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં યુવાનેતાઓનો દબદબો છે. હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસ તરફ યુવાનો વધારે આકર્ષાઈ રહ્યા છે. તો આ અગાઉ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પણ યુવા ચેહરાને પસંદ કરીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કોંગ્રેસ યુવાનોને તક આપે છે અને રાજનીતિમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!