
વિશ્વમાં કોરોના એક કહેર બનીને તૂટી પડ્યું છે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. સમગ્ર વિશ્વ આ કોરોના મહામારી સામે લોકડાઉનની પરિસ્થિતિમાં છે. ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસો રોજે રોજે વધતા જઈ રહ્યાં છે. રોજે રોજ કેટલાય હજારો લોકો મોતને ભેટીરહ્યા છે. ભારતમાં પણ હજારો લોકો સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે તો 800 કરતાં લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો વધતાં જઈ રહ્યા છે. પરંતુ હાલમાં એક દુઃખદ સમાચાર આવી રહયા છે. ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલી હોય તેવી પ્રથમ ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ બદરુદ્દીન શેખ નું કોરોના વાઈરસના કારણે નિધન થયું છે.

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવતાં બદરુદ્દીન શેખ નું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમણના શિકાર થયા હતાં. લગભગ 10-15 દિવસથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જે બાદ ગઈકાલે મોડી રાત્રે તેમણે એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં. બદરુદ્દીન શેખનું નિધન થતાં ગુજરાતના રાજકારણમાં શોક વ્યાપી જવા પામ્યો છે. બદરુદ્દીન શેખ ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલા હોય તેવી પ્રથમ ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ છે જેમનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. તેમના પરીવારમાં પણ તેમના પત્ની અને તેમના ઘરે કામકારતા એક બહેનને કોરોના વાયરસનો ચેપ છે.

જણાવી દઈએ કે બદરુદ્દીન શેખ ને કોરોના મહામારી દરમિયાન સેવા કાર્ય કરતી વખતે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું. તેઓ દ્વારા રાહત અને સેવાના કર્યો ખુદ જોવામાં આવતાં હતાં તેમજ લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવાની કામગીરીમાં પણ તેઓ અગ્રેસર રહ્યાં હતાં. તેમના નિધનના સમાચારે ગુજરાતના રાજકારને શોકગ્રસ્ત કરી મૂક્યું છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમના પરીવારને સાંત્વના પઠાવવામાં આવી છે તેમજ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા પણ તેમના પરિવારને સાંત્વના પઠાવવામાં આવી છે.

કોંગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ અગાઉ ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી બીમારીઓથી પીડાતા હતા. લોકડાઉનમાં જરૂરિયાતમંદોની મદદ માટે જનતાની વચ્ચે સતત રહેતા બદરુદ્દીન શેખ દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરિવળ્યું હતું. જે બાદ તાત્કાલિક તેમના પરિવારજનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમની પત્ની અને તેમના ઘરે કામ કરતાં એક બહેનનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. મેડિકલ સ્ટાફ દ્વારા તમામને આઇસોલેશનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં અને આખરે ગઈકાલે રાત્રે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતાં.

કોંગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારોબારી અને વિપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ હતા. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસ નેતાઓમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. કોંગ્રેસના દરેક નેતાઓ દ્વારા બદરુદ્દી શેખ ના પરિવારજનોને સાંત્વના પઠાવવામાં આવી છે તેમજ ભાજપના નેતાઓ દ્વારા પણ તેમના પરીવારજનોને સાંત્વના પઠાવવામાં આવી છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!
- ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!
- રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!
- કોરોના મહામારી: ભારતની અન્ય એક મોટી ઉપલબ્ધી! વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો! જાણો!
- ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!
- કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!
- કોરોના મહામારી: ભાજપ પર હાર્દિક પટેલનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો!
- કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
- હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
- મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!