AhmedabadGujaratPoliticsRajkot

વિજય રૂપાણી રાજસ્થાન બાબતે અગ્રેસીવ ગુજરાત બાબતે ચૂપ? નીતિન પટેલને કશી ખબર નથી?

રાજસ્થાનના કોટામાં બાળકોનાં મોતને લઈને ભારતીય જનતા પાર્ટીએ ગામ ગજવી નાખ્યું અને રાજ્યની ગેહલોત સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા અને તેમને ના કામયાબ સરકાર સાબિત કરવાના પુરા પ્રયત્નો કર્યા પરંતુ રાજસ્થાન જેમ જ ગુજરાતમાં પણ બાળકોના મોત થયા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર ગુજરાત ભાજપ મૌન છે!? ગુજરાતમાં પણ ભાજપ નેતાઓએ કોટામાં બાળકોનાં મોતને લઈ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે ગુજરાતના આંકડા સામે આવ્યા બાદ ગુજરાત ભાજપમાં સોંપો પડી ગયો છે અને જે નેતાઓ ઉછળીને બોલતાં હતા તે નેતાઓની ઊંઘ ઊડી ગઈ છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. ગઈકાલે જ્યારે એક કાર્યક્રમ પુર્ણ થયા બાદ પત્રકારો સાથે રૂબરૂ થયેલા સીએમ વિજય રૂપાણીને પત્રકારો દ્વારા રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત બાબતે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી પાસે કોઈ જબાવ નોહતો તેમના મોઢે ખંભાતી તાળું હતું અને પત્રકારો સમક્ષથી મોઢું ફેરવીને ચાલતી પકડી હતી. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગુજરાતમાં બાળકોના મોત મામલે કશું ખબર નથી! મતલબ સરકાર બાળમૃત્યુ બાબતે ઘોર નિંદ્રામાં છે??

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમ મોઢું ફેરવીને ચાલતી પકડવાને બદલે પત્રકારોના સવાલના જવાબનો સામનો કર્યો હતો અને કહ્યું કે, બાળકોનાં મોત અંગે હાલ કોઈ જાણકારી નથી. પણ ગુજરાતમાં બાળ મૃ઼ત્યુદરમાં ઘટાડો થયો છે. તેમજ બાળકોનાં મોત મામલે જાણકારી મગાવી છે. તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓ દ્વારા રાજસ્થાનમાં સરકાર હચમચાવી નાખી તો ગુજરાત ભાજપ પ્રવકતાઓ પણ ગુજરાતમાં કોંગ્રેસને ઘેરી રહ્યા હતાં પરંતુ જ્યારે ગુજરાતમાં ભાજપ સરકારમાં બાળમૃત્યુના આંકડા સામે આવ્યા ત્યારે ગુજરાત સરકારના અને ભાજપના નેતાઓના મોઢે ખંભાતી તળા સિવાય કશું નથી.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

તો આ બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 253 જેટલાં બાળકોના મોત નિપજ્યા છે. જેમાં ઓક્ટોબરમાં 94 નવેમ્બરમાં 74 ડિસેમ્બરમાં 85 બાળકોના મોત થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 1235 જેટલા બાળકોના મોત થયા છે. જ્યારે ડિસેમ્બરમાં રાજ્યની સૌથી મોટી બે સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ સિવિલમાં 219 જેટલા બાળકોના મોત થયા છે. રાજકોટ મુખ્યમંત્રીના હોમ ટાઉનની જ વાત કરીએ તો ડિસેમ્બરમાં 134 સૌથી વધારે બાળકોના મોત થયા છે અને ઓક્ટોબરમાં 131 બાળકોના મોત થયા છે. માત્ર રાજકોટમાં વર્ષ 2019માં કુલ બાળમૃત્યુનો આંકડો 1235 સુંધી પહોંચી જવા પામ્યો છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની વાત આવે ત્યાતે ગુજરાત ભાજપ ગેલમાં આવીને જબરદસ્ત ફટકાબાજી કરે છે પરંતુ જ્યારે પોતાની વાત આવે ત્યારે સરકાર ક્લીનબોલ્ડ થઈ જાય છે. આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે ભાજપ બીજા રાજ્યોને સલાહ આપ્યા કરતાં ગુજરાતમાં ધ્યાન આપે. તો ગુજરાત કોંગ્રેસન પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ટ્વિટ કરી લખ્યું છે કે જેમના ઘર કાચના ઘરમાં રહેનારાઓ એ બીજાના ઘરો પર પથ્થર ના ફેંકવા જોઈએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!