ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે હાઈપર-લોકલ પ્રચાર પર ભાર મૂકી રહી છે. પાર્ટીએ દરેક સમુદાયના નેતાઓને આગળ લાવવાની યોજના બનાવી રાખી છે. તેમજ મતદારો સાથે સીધી બેઠકો કરવામાં આવી રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી પણ આ વર્ષે રાજ્યમાં ખૂબ જોર લગાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે કોંગ્રેસ અને AAP વચ્ચે લડાઈ છે, તે પણ મુખ્ય વિપક્ષી પાર્ટી બનવા માટે અને એ પણ ભાજપ સામે. AAP વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા તેમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાતો માને છે કે કોંગ્રેસ અને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ વિતરણમાં વિલંબ પાછળ AAPનો હાથ છે.
વાસ્તવમાં, કોંગ્રેસને આશંકા છે કે પાર્ટીના જે નેતાઓને આ વખતે ટિકિટ મળી નથી, તેમને AAP ટિકિટ આપીને ચૂંટણી લડી શકે છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 77 જીત મેળવી હતી. વર્ષ 2017 ની ચૂંટણી ભાજપ ના ઇતિહાસની સૌથી ખરાબ પરિણામ વાળી ચૂંટણી હતી. ભાજપ વર્ષ 2017 ની ચૂંટણીમાં ત્રણ ડિજિટ માંથી ડબલ ડિજિટમાં આવી ગઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમ ભાજપ માત્ર 99 બેઠકો જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસ 80 બેઠક જીતીને મજબૂત થઈને ઉભરી આવી હતી. ભાજપ સામે આ વખતે આમ આદમી પાર્ટી પણ માથાનો દુખાવો સાબિત થશે. શહેરી વિસ્તારમાં આપ ભાજપ ને નડશે એ નક્કી જ છે.
‘આપ ગુજરાતમાં અમારી જગ્યા નહીં લે’
કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આપ ગુજરાતમાં ક્યારેય અમારું સ્થાન લઈ શકશેનહીં. અહીંના મતદારો ત્રીજા મોરચાને મત આપવાના વિરોધમાં છે. તેમણે શંકરસિંહ વાઘેલાથી લઈને કેશુભાઈ પટેલની આગેવાની હેઠળની પાર્ટીઓને ફગાવી દીધી છે. ગુજરાતી ગૌરવ એ મુખ્ય પરિબળ છે અને આપને અહીં બહારના વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. AAP ભાજપની બી ટીમની જેમ કામ કરી રહી છે. તે માત્ર કોંગ્રેસને તોડવાની કોશિશ કરી રહી છે. બીજેપીના ઘણા નેતાઓએ AAPમાં જોડાવામાં રસ દાખવ્યો છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય આમને નુકસાન પહોંચાડવાનો છે, પરંતુ તેમ થવાનું નથી.
‘દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી શા માટે?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું ઉદાહરણ આપતા ગોહિલે કહ્યું કે તેમણે પણ તેમના સમર્થકોને કોંગ્રેસને હળવાશથી ન લેવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે ભલે તેઓ મીડિયામાં દેખાતા ન હોય, પરંતુ તેઓ લોકોને બીજેપી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. “તે વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ દરેક ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી બનાવે છે. અમે આ અંગે સ્થાનિક નેતાઓને પ્રશ્ન કરીએ છીએ, કારણ કે તેઓ અહીંના લોકો પ્રત્યે જવાબદાર છે. આ ચૂંટણી જગદીશ ઠાકોર વિરુદ્ધ ભૂપેન્દ્ર પટેલ કેમ ન હોઈ શકે?’
ભારત જોડો યાત્રાનો માર્ગ ગુજરાત થઈને જતો નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ની આ વાતને લઈને ટીકા થઈ રહી છે કે તેમની યાત્રાનો માર્ગ ગુજરાતમાંથી પસાર થવાનો નથી. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર છે. ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી એ રાજ્યના 27 મંદિરોના દર્શન કર્યા હતા. ત્યારે સવાલો ઉભા થયા કે, કોંગ્રેસને તેની બિનસાંપ્રદાયિક નીતિથી દૂર જવાની જરૂર કેમ પડી? કોંગ્રેસ પર હિન્દુત્વને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. જો કે, રાહુલ ગાંધીની ‘મંદિર યાત્રા’, પાટીદાર, દલિત અને ઓબીસી નેતાઓને સાથે લાવવાના પ્રયાસો હતાં અને એજ પ્રયાસોએ પાર્ટીની સીટો 61થી વધારીને 77 કરી દીધી અને ભાજપ ને ડબલ ડિજિટમાં રમતી કરી નાખી હતી.
આ પણ વાંચો:
- ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! ભાજપના સાથી ધારાસભ્યોની સંખ્યા ઘટી!
- મોટી જીતના દાવા વચ્ચે ભાજપ સતત નબળી તો કોંગ્રેસ સતત મજબૂત થઈ! જાણો ગણિત
- હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ બદલશે! ભાજપ હરકતમાં! ઓપિનિયન પોલ
- અશોક ગેહલોત એ મોદી મંત્રીના કર્યા વખાણ! મોટા ચોકઠાંના એંધાણ?? મોટું રાજકીય ઘમાસાણ?
- ભાજપ મંત્રીના ભત્રીજાની ગુંડાગીરી! બંધ રેસ્ટોરન્ટ ન ખોલવા પર કર્મચારીઓ પર ચડાઈ કાર!?
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે હવે સ્મૃતિ ઈરાની આવ્યા મેદાને!
- ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો! ફરીથી મોટું ભંગાણ! ભાજપ ને મોટો ફાયદો!
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ની દિલ્લીમાં ધરપકડ! મોટું ઘમાસાણ!
- ભાજપ ધારાસભ્ય ને દબંગાઈ ભારે પડી! પળવારમાં ઓકાદ ખબર પડી! રાજકીય ઘમસાણ!
- ભાજપ પર મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા! રાજકીય ઘમાસાણ શરૂ! લગાવ્યો મોટો આરોપ!
- પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રીઓને પગપાળા બનાવી દે છે! યુપી ગુજરાત મુખ્યમંત્રીનો વીડિયો વાઇરલ!
- અલ્પેશ ઠાકોર ની જાન લીલા તોરણે પાછી આવશે! હુંકાર ભરતાં ભાજપ નેતા! રાજકારણ ઘેરાયું!
- ગોપાલ ઇટાલિયા નો મહિલાઓ બાબતનો વીડિયો ભાજપ નેતાએ કર્યો વાઇરલ! રાજકીય ઘમાસાણ!
- કેજરીવાલ ને ગુજરાતમાં રોકવા ભાજપનું મોટું ઓપરેશન! દિલ્લીમાં નેતાઓને સોંપ્યું મોટું કામ!
- વસુંધરા રાજે એ કર્યું શક્તિ પ્રદર્શન! મોદી શાહ ને દિલ્લી મોકલ્યો ‘સંદેશ’! ભાજપમાં ઘમાસાણ!
- સસ્પેન્ડેડ ભાજપ ના ધારાસભ્યએ ભાજપ હાઇકમાન્ડને નોટિસનો જવાબ આપ્યો! રાજકીય ઘમાસાણ
- EDએ મુખ્યમંત્રી ની નજીકના કેટલાક અધિકારીઓના સ્થળો પર દરોડા પાડ્યા! રાજકારણ ગરમાયું!
- કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ હાઇકમાન્ડ નારાજ! ભાજપ વાપરશે બ્રહ્માસ્ત્ર!?
- ગોપાલ ઇટાલીયા બાબતે સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ!
- પાટીલ અને કેજરીવાલ વચ્ચે હવે હર્ષ સંઘવી ની એન્ટ્રી! ગુજરાતમાં રાજકીય તડાફડી!
- ગોપાલ ઇટાલિયા સામે ભાજપ નોંધાવશે ફરિયાદ! ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ!
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!