GujaratPolitics

ગુજરાત કોંગ્રેસ નવું માળખું થશે જાહેર! હાર્દિક સાથે આ યુવાનોને મળશે મહત્વ! જાણો!

ઉત્તરાયણ બાદ ભાજપનું માળખું જાહેર થાય તેવી શક્યતાઓ છે ત્યારે કેટલાય સમયથી અટકેલું ગુજરાત કોંગ્રેસ નું માળખું પણ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ભાજપ અને કોંગ્રેસ બંને નવા માળખા સાથે મેદાનમાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસનું માળખું ઉત્તરાયણ બાદ જાહેર થઇ શકે છે જેમાં કોંગ્રેસ દ્વારા વધારેમાં વધારે યુવાનોને તક આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જમ્બો માળખાને વિખેરીને નાનું માળખું જાહેર કરવામાં આવશે. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા યુવાન કાર્યકરોને વધારે મહત્વ આપવામાં આવશે અને યુવાનોને પ્રદેશના સંગઠનમાં સમાવવામાં આવશે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું સ્વપ્ન છે કે વધારેમાં વધારે યુવાનો રાજનીતિમાં જોડાય અને એજ આશયે રાહુલ ગાંધી દ્વારા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણીને વિધાનસભા વિરોધ પક્ષ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા યુવાનોને રાજનીતિમાં વધારે તક આપવાની શરૂઆત ગુજરાતથી જ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નવા માળખામાં પણ યુવાનોની વધારે સક્રિયતા જોવા મળે તો નવાઈ નહીં. યુવાન કાર્યકરોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે. જમ્બો માળખું વિખેર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા નવા માળખાને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સંગઠનને વધુ અસરકારક અને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહી છે જેમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે તે જોતા હાર્દિક પટેલને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. હાલ ગુજરાત કોંગ્રેસ ફૂલ ફોર્મમાં છે રાધનપુર, બાયડ અને થરાદ પેટા ચૂંટણી જીત્યા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ કોંગ્રેસની સરકાર બનતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે કોંગ્રેસ વધારે અગ્રેસીવ બનવા માટે પ્રદેશ માળખામાં યુવાનોને તક આપવા માંગે છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

સૂત્રોનું માનીએ તો હાઇકમાન્ડના આદેશ અનુસાર પ્રદેશ માળખાના તમામ નેતાઓના કાર્યોનું મૂલ્યાંકન કરીને ગુજરાત કોંગ્રેસ ના માળખાના મુળમાંથી સુધારો કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ રાજ્યના પાંચ ઝોનમાં કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરી શકે છે. તદુપરાંત જુના માળખાના સંનિષ્ટ કાર્યકર નેતાઓને તેમના કામ મુજબ ફરી નિમણૂક આપવામાં આવી શકે છે. અને માત્ર હોદ્દો ભોગવતા જુના નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. તે જોતા કેટલાક જુના જોગીઓ નિરાશ થાય અને અસંતોષનું વાતાવરણ ઉભું થાય તેવું બની શકે છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વાર હાર્દિક પટેલને ઉત્તર ગુજરાતમાં સક્રિય કરીને ઉત્તર ગુજરાતની મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તો અન્ય કોંગ્રેસના ધારાસભ્યોને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેમાં હમણાંજ રાધનપુરથી અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી જીતીને આવેલા રઘુ દેસાઈને પણ મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. કોંગ્રેસનું માળખું વધારે અગ્રેસીવ અને મજબૂત માળખું હશે જે આગામી ચુંટણીઓમાં કોંગ્રેસના વિજયના પતાકા લેહરાવવા માટે સક્ષમ હશે. આગામી જિલ્લા તાલુકા અને મ્યુનિસિપલ ચુંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવું પણ માની શકાય છે.


Related Articles

Back to top button
આજનું રાશિફળ!