GujaratPolitics

ખેડૂતોના સમર્થનમાં કાળા કાયદાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ની ન્યાય કુચ.

સમગ્ર દેશમાં ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા અંગે સખત વિરોધ છે અને દેશના અનેક કિસાન સંગઠનો દ્વારા ગત તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભારત બંધ નું એલાન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર આ બંધને રોકવામાં નિષ્ફળ ગઈ હતી. આ સાથે દેશના ખેડૂતોને પણ મનાવવામાં નિષ્ફળ ગઈ હતી. દિવસેને દિવસે ખેડૂતોનું આ અંદોલન ઉગ્ર બનતું જાય છે. ગુજરાતમાં પણ ખેડૂતો માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય કુચ કરવામાં આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

વિપક્ષ કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા દેશની સંસદમાં આ બિલનો વિરોધ કર્યા બાદ હવે આ કાળા કાયદાનો દેશના રસ્તા પર પણ વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે ગુજરાત કોંગ્રેસ સહીત સમગ્ર દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિધાનસભા પાસે ન્યાય કુચ કરવામાં આવી રહી છે અને જગત તાતના સમર્થનમાં કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસ, ભાજપ, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સવારે ૧૦ કલાકે વિધાનસભા સામે આવેલા બાબા સાહેબની પ્રતિમા પાસે મુખ્ય ત્રણ માંગ લઈને ન્યાય કુચ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પાછા લેવામાં આવે, ટેકાના ભાવની કાયદાકીય બાંહેધરી આપવામાં આવે, તથા એપીએમસી વ્યવસ્થા સમાપ્ત ના થવાની બાંહેધરી આપવામાં આવે.

કેંન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ ત્રણ અધ્યાદેશ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છે. ત્યારે હવે આ અધ્યાદેશ મહામહિમ રાષ્ટ્પતિની સહી કરતાની સાથે જ કાયદો બની ગયા છે. જેના વિરોધમાં ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા ગત ૨૫મી સપ્ટેમ્બર ના રોજ ભારત બંધનું એલન પણ કરવામાં આવ્યું હતું. જે દેશના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યું હતું.

ગુજરાત કોંગ્રેસ, કેજરીવાલ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

મોદી સરકારના આ કૃષિ અધ્યાદેશ બાબતે ખુદ એનડીએ ગઢબંધનમાં મોટી ફાડ પડી છે. ૪૦ વર્ષ સુંધી ભાજપની સહયોગી રહેલી અને એકસમયે પંજાબમાં ભાજપે જેના સમર્થનથી સરકાર બનાવેલી તે શિરોમણી અકાલી દલ દ્વરા ભાજપ ગઢબંધન એનડીએ માંથી એક્ઝીટ કરી છે એટલું જ નહિ શિરોમણી અકાલી દલ તરફથી એક માત્ર કેન્દ્રીય મંત્રી હરસીમ્રત કોર બાદલે કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું પણ આપી દીધું છે.

ગુજરાત કોંગ્રેસ,
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. હાલમાં ભાજપની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટેની થઇ જવા પામી છે. પરંતુ આ તમામ કરતા સૌથી મોટી ચિંતાની બાબત દેશના ખેડૂતોનો વિરોધ છે જે ભાજપ માટે અને તેની સહયોગી પાર્ટીઓ માટે અસહ્ય બની રહ્યો છે. સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધનો વંટોળ જોતા હવે ભાજપ પર તેની જ સહયોગી પાર્ટીઓ દબાણ કરી રહી છે કે આ કાયદો પાછો લેવામાં આવે.

ગુજરાત કોંગ્રેસ,
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!