ગુજરાત સરકારની કર્મચારીઓને ભેટ, કર્યો પગાર વધારો ૭૦૦૦ જેટલા કર્મચારીઓને મળશે લાભ

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપ્યો લાભ
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લાભ આપવા માટે ફિક્ષ પગારમાં વધારો કર્યો છે. અંદાજે ૭૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો જેના પગલે વીજ ક્ષેત્રમાં વિવિધ વર્ગોમાં ફરજ બજાવતા અંદાજે ૭૦૦૦ થી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં વધારો થશે. વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ.૨૫૦૦ થી ૧૦૪૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
વિદ્યુત કર્મચારીઓએ લડત કરી હતી
વિદ્યુત સહાયકો દ્વારા અનેકોઅનેક વખત આ માંગણી કરવામાં આવી હતી અને આ અંગે ઘણા વિરોધ પ્રદશાનો પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી સમયે વિદ્યુત કર્મચારીઓ સરકાર સામે મેદાને પડ્યા હતા અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવાને લઈ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
કર્મચારીઓને મળશે લાભ
હાલ ચાર કેડરોમાં વિદ્યુત કર્મચારીઓ ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ, હેલ્પર, જુનિયર આસિસ્ટન્ટ, પ્લાન્ટ એટેડન્ટ(ગ્રેડ-૧), જુનિયર એન્જિનિયર કેડરના ૭૦૦૦ જેટલા કર્મચારીઓને આ લાભ મળશે.
ઉલ્લેખનીય છેકે, વિદ્યુત કર્મચારીઓના આંદોલનો અને રજુઆતોને ધ્યાને લઈને અન લોકસભા ચુંટણીનજીક છે ત્યારે સરકાર કોઈપણ વર્ગની સામે પાડવા માંગતી નથી અંતે વિદ્યુત કર્મચારીઓને માંગણી સ્વીકારી અને તેમને મળવા પત્ર પગાર વધારો કરી આપ્યો છે. પરંતુ રાજકારણ એની જગ્યાએ સરકારના આ પગલાથી વિદ્યુત કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.