Gujarat

કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!

દેશમાં કોરોના સંક્રમણના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે અને આ મુજબ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ અન્ય દેશો કરતાં આપના દેશમાં હાલમાં આ સંક્રમણની ગતી ધીમી છે. પરંતુ હજુ પણ વધારે સાવધાની, સાવચેતી જરૂરી છે. ગુજરાત સરકાર પણ આ બાબતે વધારે ચિંતીત છે ત્યારે આરોગ્ય સચિવ ગુજરાત રાજ્ય જયંતિ રવિ દ્વારા આજે પ્રેસ વાર્તા કરવામાં આવી હતી અને કોરોના વિશે આગળ સરકાર શું કરવા જઇ રહી છે તે અંગે માહિતી આપી હતી. અને કોરોના સંક્રમણ બાબતે સરકાર વધારે કડક પગલાં લાઇ શકે છે તેવા પણ સંકેત આપ્યા હતા.

કોરોના, ભાજપ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ વાર્તા યોજી જણાવ્યું કે, હાલમાં દેશ સાથે ગુજરાતમાં પણ વાયરસનું સંક્રમણ છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. ગુજરાતમાં એક કોરોના સંક્રમિત દર્દી માંથી બીજા લોકોમાં કોરોના પ્રસરી રહ્યો છે. અને સરકાર આ બાબતે સચેત છે. અને વાયરસ સંક્રમણના ત્રીજા તબક્કાને ધ્યાને રાખીને સરકારે અગમચેતીના અનેક પગલાં ભર્યા છે. તેમજ આગામી સમયમાં વધારે અસરકારક પગલાં ભરવા જઇ રહયા છે. સરકાર દ્વારા પણ લોકોને કોરોના અંગે સાવચેત રહેવા અને ઘરની બહાર ન નીકળવા માટેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરને લોકડાઉન કરવામાં આવ્યા હતા. અને હવે રાજ્યના આ તમામ મોટા મહાનગરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉન કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ અને ગાંધીનગરમાં પણ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી મતલબ જોવા જઈએ તો આખાય રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રેસ વાર્તામાં જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં કુલ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જ્યારે કે 224 લોકો સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે.

કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોરોનાવાયરસ સામે લડવાની દવા અને સરકારી સુવિધા બાબતે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણમાં અસરકારક નીવડતી દવાનો પૂરતો જથ્થો છે. અને તે બાબતે ચિંતા કરવાની જરૂરત નથી સાથે સાથે તેમણે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આગામી દિવસમાં અમદાવાદમાં કોરોના વાયરસની વિશેષ હોસ્પિટલ ઉભી થઇ જશે. સરકાર આ બાબતે ગંભીરતાથી આગળ વધી રહી છે અને અસરકારક પગલાંઓ લઇ રહી છે. સાથે જ નાગરિકોને ઘરે રહેવાની અને બહાર ન નીકળવાની સલાહ આપી છે.

કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોરોનાવાયરસના કેસો દેશમાં ધીમે ધીમે વધીર હયા છે. દેશમાં કોરોનાવાયરસના કેસો 400 પાર થઈ ગયા છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 29 સુંધી પહોંચી ચુક્યો છે. જેમાં સુરતમાં એક મોત પણ નોંધાઈ ચૂક્યું છે. આ બાબતે સરકાર પણ વધારે સતર્ક બનીને સાવધાની સાવચેતીના પગલાંઓ લઇ રહી છે. ધીમે ધીમે કરીને સમગ્ર રાજ્યમાં લોકડાઉન થઈ ચૂક્યું છે. જેમાં અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં લોકડાઉનનું ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ હતુ એટલે સરકારે ગંભીર બનીને લોકો આનું કડકાઈથી પાલન કરે તે માટે કેટલાક આકરા પગલાં પણ ભર્યા છે.  અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!