GujaratIndia

રાજકારણમાં નવો વળાંક! આમ આદમી પાર્ટી ને જોરદાર ઝટકો! જબરદસ્ત વિરોધ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જૂજ દિવસોજ બાકી રહ્યા છે અને આજ કાલમાં જાહેરાત પણ થઈ જશે જે જોતા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. આજે અમિત શાહ ગુજરાત મુલાકાતે છે ફરી પાંચમા નોરતે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. સૌ જાણે ચબે કે ગમે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જશે. તેથી તમામ પક્ષોના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે. સોમવાર 26 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટી ના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા ગુજરાતના અંબાજી પહોંચ્યા હતા. મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

મનીષ સિસોદિયા સામે ‘મોદી-મોદી’ના નારા લાગ્યા
અંબાજીમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા ત્યારે મનીષ સીસોદીયા થોડીવાર માટે બેચેન જણાતા હતા. જો કે, આ પછી તે હસ્યા અને ત્યાંથી આગળ વધ્યા. આ પછી AAP સમર્થકોએ મનીષ સીસોદીયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો ANIએ શેર કર્યો છે. મનીષ સીસોદીયાના આ વાયરલ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મનીષ સીસોદીયા અંબાજી દર્શને પહોંચ્યા હતા ત્યારે તેમનો સખત વિરોધ થયો હતો. કેજરીવાલ ને તો એરપોર્ટ પાર જ મોદી ભાજપ સમર્થકોનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્લી બાદ પંજાબમાં સરકાર બન્યા બાદ AAP નેતાઓ અને કાર્યકર્તાઓનું મનોબળ વધી ગયું છે. આ પછી AAP ગુજરાતમાં સરકાર બનાવવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહી છે. એક તરફ અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા અને પંજાબ મુખ્યમંત્રી ભગવત માન સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો બીજી તરફ ઈડી અને સીબીઆઈ AAPના નેતાઓ પર કડકાઈ દાખવી રહી છે. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભાજપ AAPની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે, તેથી તે અમારા નેતાઓને પરેશાન કરી રહી છે.

કેજરીવાલનો પણ થયો હતો વિરોધ
આ પહેલાં આમ આદમી પાર્ટી સંયોજક કેજરીવાલ આવ્યા ત્યારે પણ કેજરીવાલ ના સ્વાગતમાં મોદી મોદી ના નારા લાગ્યા હતા. કેજરીવાલ બરોડા ખાતે એક જનસભા સંબોધવા ગુજરાત આવ્યા હતાં ત્યારે બરોડા એરપોર્ટ પણ તેમના આના સમયે જ કેટલાક લોકો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતાં પહેલાં તો એ સમયે કેજરીવાલ અવાચક થઈ ગયા હતાં પરંતુ તરત જ તેઓ સ્વસ્થ તગયા અને આગળવધી ગયા હતાં ત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા કેજરીવાલ કેજરીવાલ ના નારા લગાવ્યા હતા.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!