
ગુજરાતમાં લોકસભા ચુંટણી પ્રથમ ચરણમાં એટલે કે ૨૩ મી એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ ધામા નાખી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગી આદિત્યનાથ અમદાવાદમાં પ્રચાર કરી ચુક્યા છે અને આજે નિર્મલા સીતારામન પણ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં પણ રેલીઓ સભાઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ગુજરાતમાંથી હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના રોડમેપ તૈયાર થઇ ગયા છે અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતમાં આવી ચુક્યા છે.

પ્રિયંકા ગાંધીની ગજબની લોકપ્રિયતા જોતા ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં સ્ટાર કેમ્પૈનર તરીકે ઉતારવામાં આવશેની રણનીતિ ઘડી કાઢવમાં આવી છે. પ્રિયંકા ગાંધી ગુજરામાં કુલ ૩ થી ૪ સભાઓ સંબોધશે અને કોંગ્રેસ માટે વોટ માંગશે.

પ્રિયંકા ગાંધી એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ગુજરાત આવાનું લગભગ નક્કી મનાય છે. પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્રથી ચુંટણી પ્રચારનો આરંભ કરશે. સૌપ્રથમ તો માં અંબાના આશીર્વાદ લેશે. સોમનાથ મહાદેવના દર્શન કરશે અને દ્વારકા જઇને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવશે. હાલ તો અમારા સુત્રો મુજબ આવી માહિતી પ્રાપ્ત થઇ છે.

પ્રિયંકા ગાંધીની સાથે સાથે રાહુલ ગાંધી પણ ગુજરાત માં ચુંટણી પ્રચાર અર્થે આવશે અને દક્ષીણ ગુજરાતથી શરૂઆત કરીને આખાય ગુજરાતમાં ચુંટણી સભાઓ સંબોધસે. રાહુલ ગાંધી ગુજરામાં કુલ ૫ ચુંટણી સભાઓ સંબોધશે અને કોંગ્રેસમાટે વોટ માંગશે.

હજુ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને આ અંગેનો રોડમેપ પણ જાહેર કરવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ ભવનમાં આંગેનો રોડમેપ ઘડાઈ ચુક્યો છે અને જલ્દીજ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગત લોકસભાની ચુંટણી કરતા આ વખતની લોકસભા ચુંટણીમાં ગુજરાત કોંગ્રેસ મજબુત છે અને આક્રમક બનીને પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધીના આવવાથી પાર્ટીમાં એક જોશ અને જુસ્સાનો સંચાર થયો છે. કોંગ્રેસ દ્વારા મેનીફેસ્ટો પણ બહાર પાડી દેવામાં આવ્યો છે જે ગુજરાતમાં પણ લોન્ચ કરીદેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસને એકેય બેઠક મળી નોહતી આ ચુંટણીમાં કોંગ્રેસ ૨૬ બેઠકો માંથી ૧૬ બેઠકો જીતવાના લક્ષાંક સાથે આગળ વધી રહી છે જે પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તે મુજબ કોંગ્રેસ ગુજરાતમાં અપસેટ સર્જી શકે છે. જેની ભાજપ દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી રહી છે.