GujaratPolitics

રાજ્યસભા અંકગણિતમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ! જીતી શકે છે બંને બેઠક!

દેશમાં રાજ્યસભા ચૂંટણી જાહેરાત થઈ હતી સાથે સાથે ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ગુજરાતમાં માહોલ પુરજોશમાં જામેલો અને તેવામાં જ કોરોના મહામારીની દસ્તકે રંગમાં ભંગ પડેલો. મહામારી ફેલાવાને કારણે દેશ સાથે રાજ્યમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ગત માર્ચ મહિનામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીઓ અચોક્કસ મુદત માટે મુલતવી રાખવમાં આવી હતી. પરંતુ જયારે હવે લોકડાઉન ખત્મ થતા અને અનલોક શરુ થતા અનેક ગતિવિધિઓને મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે.

રાજ્યસભા, લોકડાઉન 4, રૂપાણી સરકાર, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દ્વારા મિટિંગ કરીને સમગ્ર દેશમાં અનલોક 01ની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે જ જે રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણી યોજાવાની બાકી હતી તે રાજ્યોમાં ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે, કોરોના મહામારીના કહેરની વચ્ચે હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19 જુનના રોજ યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી છે જેમાં કોંગ્રેસમાંથી મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે. આમ ભાજપની 3 બેઠક અને કોંગ્રેસની 1 બેઠક મળીને કુલ ચાર બેઠક પર ચૂંટણી જંગ યોજાશે.

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

સ્વાભાવિક છે કોરોના મહામારી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા હતા જેથી કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો. રાજ્યસભાની બે બેઠક આરામથી જીતવાન આંકડા ધરાવતી કોંગ્રેસ એક એક વોટ માટે વલખાં મારવા લાગી ગઈ હતી. પરંતુ સામે ભાજપ પણ એક એક વોટ માટે અન્યો પર આશ્રિત બની ગઈ છે. એટલે ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં પણ રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. પરંતુ અંકગણીતમાં ભાજપ કરતાં કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધારે છે. પહેલી બેઠક માટે નહીં પરંતુ બીજી બેઠક માટે. આમ દેખીતી રીતે ભાજપ આસાનીથી બે બેઠક જીતી શકે છે પરંતુ ત્રીજી બેઠક જીતવા ભાજપને ફાંફા પડી શકે છે.

ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે વિધાનસભામાં પાર્ટી પ્રમાણે સંખ્યાબળ જોઈએ તો હાલમાં કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્ય+૧ જીગ્નેશ મેવાણી એમ કુલ ૬૯ ધારાસભ્યોનું સંખ્યાબળ રહ્યું છે તો ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો +૧ એનસીપી એમ કુલ ૧૦૪ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ૨ ધારાસભ્યોએ હજુ કોના તરફ રહેવું તેવી કોઈ જાહેરાત કરી નથી. ચોક્કસ વિધાનસભામાં ભાજપ પાસે સૌથી વધારે નંબર છે એટલે કે ધારાસભ્યો છે પરંતુ જ્યારે ત્રીજી સીટની વાત આવે ત્યારે ભાજપ પાસે આંકડા નથી.

રાજ્યસભા નું અંકગણિત

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

હવે રાજ્યસભા બેઠક માટેનું ગણિત જોઈએ તો પ્રત્યેક ઉમેદવારને રાજ્યસભા સાંસદ બનવા માટે વિધાનસભાના આંકડા પ્રમાણે ૩૬ ધારાસભ્યોના મત જરૂર છે, ત્યારે ભાજપના ૨ ઉમેદવારોને ૭૨ એકડા મળ્યા બાદ ત્રીજા ઉમેદવાર માટે ૩૨ મત બચે છે. તો કોંગ્રેસના એક ઉમેદવારને ૩૬ મત મળ્યા બાદ ૩૩ મત બચે છે. આમ કોંગ્રેસ પાસે હાલ ભાજપ કરતા તો એક વોટ વધારે છે. ભાજપ કરતાં એક વોટ વધારે એટલે અંકગણિતમાં કોંગ્રેસ હજુ આગળ છે. કરણ કે રાજ્યસભાના વોટિંગ વખતે એક એક વોટની કિંમત હોય છે. પરંતુ આ પરિસ્થિતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે બીટીપીના ધારાસભ્યો.

રાજકારણમાં કશું કાયમી નથી

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

આમ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઢબંધનમાં હતી અને આ ગઢબંધનમાં બીટીપીને ખાતે ૫ બેઠકો ફાળવવામાં આવી હતી પરંતુ તેમાંથી બીટીપી માત્ર ૨ જ બેઠકો પર જીતી શક્યું હતું. જેમાં ઝઘડિયા સીટ પર છોટુ વસાવા અને ડેડીયાપાડા બેઠક પર મહેશ વસાવા. જો કે લોકસભામાં બીટીપી દ્વારા વધારે બેઠકની માંગણી કરવામાં આવી હતી અને યેનકેન પ્રકારે કોંગ્રેસ સાથે ગઢબંધન ના થતાં બીટીપી દ્વારા અલગ લડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે સંબંધોમાં થોડી ખારાશ હોય પરંતુ રાજકારણમાં કશું કાયમી હોતું નથી.

બીજા ફેક્ટર પણ છે જીતવા માટે

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

હવે વાત જો અને તો ની કરીએ. જો બીટીપીના આ બન્ને ધારાસભ્યો ભાજપની તરફેણમાં જાય તો ભાજપના કુલ વોટ થઇ જાય ૩૨+૨ = ૩૪ અને કોંગ્રેસના બીજા ઉમેદવારના વોટ રહી જાય ૩૩ અને જો આ બે ધારાસભ્યો કોંગ્રેસની તરફેણમાં જાય તો કોંગ્રેસના કુલ વોટ થઇ જાય ૩૩+૨=૩૫ અને ભાજપના રહી જાય ૩૨ જ. એટલે કે બીટીપી જેને વોટ આપશે એ પાર્ટીનો ઉમેદવાર જીતશે. ભાજપને આપશે તો ભાજપના ત્રણ ઉમેદવાર અને જો કોંગ્રેસને વોટ આપશે તો કોંગ્રેસના બે ઉમેદવાર વિજયી બનશે. પરંતુ માત્ર બીટીપી પર આખી ગેમ છે એમ સમજવું નાસમજી છે. કારણ કે વોટ રદ થવું તે પણ હાર જીત માટેનું એક ફેકટર છે. આગળ આગળ જુઓ થાય છે શું. અમને વાંચતા રહો…

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!