GujaratIndiaPolitics

રાજ્યસભા ચૂંટણી જાહેર થતાં ભાજપ ધારાસભ્યોની ખરીદીમાં વ્યસ્ત થઈ ગયું?!

દેશમાં રાજ્યસભા ચૂંટણી જાહેરાત થઈ હતી સાથે સાથે ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ગુજરાતમાં માહોલ પુરજોશમાં જામેલો અને તેવામાં જ કોરોના મહામારીની દસ્તકે રંગમાં ભંગ પડેલો. મહામારી ફેલાવાને કારણે દેશ સાથે રાજ્યમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ગત માર્ચ મહિનામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીઓ અચોક્કસ મુદત માટે મુલતવી રાખવમાં આવી હતી. પરંતુ જયારે હવે લોકડાઉન ખત્મ થતા અને અનલોક શરુ થતા અનેક ગતિવિધિઓને મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે.

રાજ્યસભા ચૂંટણી, રૂપાણી સરકાર, DK Shivakumar, કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા WHO

દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દ્વારા મિટિંગ કરીને સમગ્ર દેશમાં અનલોક 01ની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે જ જે રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની બાકી હતી તે રાજ્યોમાં ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે, કોરોના મહામારીના કહેરની વચ્ચે હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19 જુનના રોજ યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી છે જેમાં કોંગ્રેસમાંથી મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે. આમ ભાજપની 3 બેઠક અને કોંગ્રેસની 1 બેઠક મળીને કુલ ચાર બેઠક પર ચૂંટણી જંગ યોજાશે.

રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

સ્વાભાવિક છે કોરોના મહામારી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા હતા જેથી કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો. રાજ્યસભાની બે બેઠક આરામથી જીતવાન આંકડા ધરાવતી કોંગ્રેસ એક એક વોટ માટે વલખાં મારવા લાગી ગઈ હતી. પરંતુ સામે ભાજપ પણ એક એક વોટ માટે અન્યો પર આશ્રિત બની ગઈ છે. એટલે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. અનલોક 01 જાહેર થતાંની સાથે રાજ્યસભા ચૂંટણી જાહેરાત થતાંની સાથે જ કોંગ્રેસ નેતા દ્વારા ભાજપ પર મોટો આરોપ મુકવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી 19 જુનના રોજ નક્કી થઈ ગઈ છે. દેશ અને રાજ્ય કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ ભાજપ ધારાસભ્યોની ખરીદ-પરોતમાં વ્યસ્ત થઈ ગયું છે. આગળ તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19ની રસી તો શોધાઈ જશે, પરંતુ ભાજપના નવા ભ્રષ્ટ વાઇરસની રસી ક્યારે મળશે? કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આરોપ મૂક્યો છે કે આ મહામારીના સમયમાં લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે ત્યારે ભાજપ ફરીથી ધારાસભ્યોની ખરીદીમાં વ્યસ્ત થઈ ગયું છે.

મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યસભા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી ગયાં હતાં અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થયા હતાં પરંતુ કોંગ્રેસ પાસે હજુ પણ બે બેઠક જીતવા જેટલા ધારાસભ્યો છે. અને હવે જો કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં ન જાય તો કોંગ્રેસ આસાનીથી ભાજપની એક બેઠક આંચકી લઈ શકે છે. પરિણામે ભાજપ બે સીટ અને કોંગ્રેસ બે સીટ પર વિજય મેળવી શકે છે. પરંતુ હાલ આ ગણિત જો અને તો પર છે ખરા ખરીનો ખેલ આગળના સમયમાં જોવા મળશે. વાંચતા રહો અમને ગુજરાત રાજ્યસભા ચૂંટણી પર ચાંપતી નજર છે અમારી…

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!