GandhinagarGujarat

બિનસચિવાલય પરીક્ષા: આ બે યુવાનોએ લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું… જાણો!

સરકાર ઘોર નિંદ્રામાં છે અને ભાવિ રસ્તા પર પોતાના હકની લડાઈ લડી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના દરેક જિલ્લામાંથી ગાંધીનગર કૂચ કરીને બે દિવસથી પોતાના હક અધિકારની લડાઈ માટે લડી રહ્યા છે. બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા અને થાક્યા વગર એજ જુસ્સા સાથે હજુ પણ લડત લડી રહ્યા છે. સરકારી દબાણને વશ થઈને પોલીસે યુવાનોના આંદોલનને દબાવવા માટે લાઠી ચાર્જ પણ કરેલો કેટલાય વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી તોય વિદ્યાર્થીઓ થાક્યા વગર હક માટે સરકાર સમક્ષ લડી રહ્યા છે. વાત ન્યાયની છે અને એમાં પણ રસ્તા પર ઉતરનારા યુવાન વિદ્યાર્થીઓ છે ત્યારે હવે હક માટેની આ લડાઈ આરપારની બની ગઈ છે.

ગુજરાત
ફોટો: સોસીયલ મીડિયા

ગઈ કાલે સાંજે યુવરાજસિંહ જે પોતાને વિદ્યાર્થીઓના આ આંદોલનના નેતા માનતા હતા તેમણે યુવાનોને વિશ્વાસમાં લીધા વગર સરકાર સાથે સમાધાન કરીને યુવાનો સાથે છેતરામણી કરી હતી. યુવાન વિધાર્થીઓની સ્પષ્ટ માંગ હતી કે બિનસચિવાલય પરીક્ષા રદ થાય પરંતુ યુવરાજસિંહ દ્વારા સરકારી દબાણને વશ થઈને વિદ્યાર્થી આંદોલનને સમાપ્ત કરવાનો કરશો રચી નાખ્યો હતો પરંતુ વિધાર્થીઓ પોતાના નિર્ણય બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ પર અડગ છે અને સરકાર દ્વારા જે એસઆઇટી રચવામાં આવી છે તેને લોલીપોપ ગણાવી છે. ગઈ કાલે પણ મોડી રાત સુંધી ગાંધીનગરમાં યુવાનોનો જુસ્સો યથાવત હતો. અને એક જ સુરમાં વિદ્યાર્થીઓ બિનસચિવાલય પરીક્ષા રદ કરવા અડગ બન્યા છે.

બિનસચિવાલય
ફોટો: સોસીયલ મીડિયા

આંદોલનને 48 કલાક થવા છતાં અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓની માંગણી ના માનતા અને એસઆઇટીની લોલીપોપ આપીને યુવાનો સાથે મઝાક કરનાર સરકાર સામે બે યુવાનો વિધાર્થીઓની વહારે આવ્યા અને 48 કલાક ઉપરાંતથી ભૂખ્યા તરસ્યા વિધાર્થીઓ માટે અડધી રાત્રે જમવાની વ્યવસ્થા કરી અને તેમની સાથે રોડ પર રાતવાસો કર્યો. આ બંને યુવાન એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી. પરંતુ બંને નેતાઓ કોંગ્રેસ પક્ષના નિશાનને અને પોતાના રાજકીય વ્યક્તિત્વ ત્યાગીને સામાન્ય વ્યક્તિ બની વિધાર્થીઓ પાસે પહોંચ્યા હતા.

બિનસચિવાલય
ફોટો: સોસીયલ મીડિયા

બંને યુવાન નેતાઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમે અહીંયા કોઈ રાજકીય જશલેવા નહીં પરંતુ તમારી માંગ પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ અને હાજર તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારી મદદે જે કોઈ પણ રાજકીય સંગઠન, પાર્ટી નેતાઓ અને કોઈપણ સામાજિક વ્યક્તિ આવે વધાવી લેવા આપણો ઉદ્દેશ બિનસચિવાલય પરીક્ષા રદ કરવાનો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તો ત્યાં સુંધી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે અને આપણી વચ્ચે બેસે અને અહીંયાંથી કહી દે કે બિનસચિવાલય પરીક્ષા રદ કવામાં આવે છે તો ગુજરાત કોંગ્રેસ તેમનું હાર પહેરાવીને સ્વાગત કરશે. તમામ વિદ્યાર્થીઓએ બંને નેતાઓને તાળીઓના ગડગડાટ અને નારા સાથે વધાવી લીધા હતા.

બિનસચિવાલય
ફોટો: સોસીયલ મીડિયા

આ બંને નેતાઓએ આવીને વિધાર્થીઓની ના માત્ર હિમ્મત વધારી પરંતુ વિધાર્થીઓ 48 કલાકથી વધારે સમયથી જમ્યા નથી તેવી જાણ થતાંજ રાત્રે 3 વાગે જમવાની વ્યવસ્થા કરી અને પોતાના હાથેથી જમવાનું પીરસી વિદ્યાર્થીઓને જમાડ્યા અને પોતે પણ જમ્યા અને રાત્રે વિધાર્થીઓ સાથે જ રસ્તા પર રાતવાસો કર્યો. બંને નેતાઓ દ્વારા પોતાના રાજકીય વ્યક્તિત્વને સાઇડ પર મૂકીને આમ વ્યક્તિબનીને આદર્શ, માનવતાવાદી, લાગણીશીલ અને સાચા અર્થમાં સંવેદનશીલ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે જ વિદ્યાર્થીઓને જુસ્સો આપતા કહ્યું કે તમે એકલા નથી અમે તમારી સાથે જ છીએ અને મીડિયાના મારફતે જે લોકો ઘરેથી તમને જોઈ રહ્યા છે તે લોકો પણ તમારી સાથે છે.

બિનસચિવાલય
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકથી પણ વધારે સમયથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ એકઠા થયા છે અને બિનસચિવાલય ની પરીક્ષામાં થયેલી ગેરરીતીના ભાગરૂપે પરીક્ષા તાત્કાલીક રદ કરીને ફરી શાંત અને સુરક્ષાના વાતાવરણમાં પરીક્ષા લેવામાં આવે તેવી માંગ ગુજરાતની ભાજપ સરકારને કરી રહ્યા છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થીઓની તાત્કાલિક પરીક્ષા રદની માંગણી ફગાવી દેવામાં આવી છે અને એસ આઈ ટી નું ગઠન કરવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ આને લોલીપોપ સમાન ગણાવે છે અને કહેછે કે, ગુજરાતમાં આવી કેટલીય એસ આઈ ટીઓ બનેલી છે જેના હજુ કોઈ ચુકાદાઓ આવ્યા નથી અમને તેમાં વિશ્વાસ નથી.

બિનસચિવાલય
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!