EntertainmentSocial Media Buzz

લવની ભવાઈ, મોન્ટુ કી બીટ્ટુની અભિનેત્રી આરોહી પટેલ નો વિડીયો થયો વાઇરલ!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે જબરદસ્ત ટેલેન્ટ છે. હવે ગુજરાતીઓ હિન્દી ફિલ્મ કરતાં વધારે મહત્વ ગુજરાતી ફિલ્મને આપી રહયા છે. લોકોને પોતાની ભાષામાં ફિલ્મ જોવાની મોજ પડતી હોય તેમ દરેક ગુજરાતી ફિલ્મ હિટ પર હિટ જઈ રહી છે. ગુજરાતી ફિલ્મોમાં આરોહી પટેલ, મલ્હાર ઠાકર, દિવ્યાંગ ઠક્કર, પ્રતીક ગાંધી, મોનલ ગજ્જર, દીક્ષા જોશી, જાનકી બોડીવાલા, વેરોનીકા કલ્પના ગૌતમ, હેમાંગ શાહ, મિત્રા ગઢવી, મયુર ચૌહાણ, યશ સોની, સિદ્ધાર્થ રાંદેરીયા, વ્યોમા નંદી, જયેશ મોરે વગેરે જેવા સ્ટાર્સ ઉભરી રહ્યા છે અને જબરદસ્ત હિટ ફિલ્મો આપી રહયા છે. એટલે કે તેમની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. મલ્હાર અને આરોહીની જોડી જબરદસ્ત હિટ જઈ રહી છે.

આરોહી પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આરોહી પટેલ ની વાત કરીએ તો આરોહીએ આવતાંની સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાના અભિનયના જોરે રાજ કરી લીધું છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી બની ગઈ છે. લવની ભવાઈ, ચાલ જીવી લઈએ અને મોન્ટુ કી બીટ્ટુ જેવી બેક ટું બેક ત્રણ સફળ ફિલ્મ આપીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાનો દબદબો કાયમ કર્યો છે. આરોહી એ વર્ષ 2015માં સૌ પ્રથમ ફિલ્મ પ્રેમજી કરી હતી. જે ફિલ્મે બેસ્ટ ફિલ્મ સાથે ગુજરાતના અગ્રણી ગણાતા એવા 10 જેટલા એવોર્ડ પણ જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2017 માં આવેલી લવની ભવાઈએ પણ ગુજરાતી દર્શકોને મજજો પાડી દીધો હતો.

આરોહી પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આ વર્ષે આવેલી બે ફિલ્મ ચાલ જીવી લઈએ અને મોન્ટુ કી બીટ્ટુ પણ સુપર હિટ સાબિત થઈ છે. આરોહી પટેલ થોડા સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયું છે. આરોહી પટેલ ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દીપિકા પાદુકોણ કહીએ તો પણ ઓછું છે. આમ જોવા જઈએ તો કોઈપણ કલાકારને એક બીજા સાથે સરખાવી ના શકાય તેમના અભિનયની અલગ અલગ ઓળખાણ હોય છે. અને આરોહી પટેલની પણ અલગ ઓળખાણ છે તેના અભિનયના જાદુને લોકો વાખાણે છે, લોકોને તેની ફિલ્મો જોવી વધારે પસંદ આવી રહી છે.

આરોહી પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ફિલ્મ ઉપરાંત આરોહી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ફિલ્મો માં જેવી આરોહીને જોઈએ છીએ બસ સેમ ટુ સેમ એવી ને એવી જ તે રિયલ લાઈફમાં છે મસ્તીખોર! હમણાં સોશિયલ મીડિયા પર આરોહીનો એક ટિકટોક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો તેના ટિકટોક એકાઉન્ટ પરથી પોસ્ટ નથી થયો પરંતુ આ વર્ષે આવેલી મોન્ટુ કી બીટ્ટુ ના સહ કલાકાર હેમાંગ શાહ દ્વારા તેના ટિકટોક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એક નહીં પરંતુ બે ત્રણ વિડીયો જોવા મળશે જેમાં આરોહી મસ્તી કરતી જોવા મળી રહી છે.

આરોહી પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આખાય દેશ સાથે ગુજરાતમાં પણ ટિકટોક ઝડપથી પોપ્યુલર થતું જાય છે. મોટી મોટી સેલિબ્રિટી પણ ટિકટોક પર આવી રહી છે જેમાં રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ અને હાલ માં જ નવાઝુદ્દીન સિદ્દીકી પણ ટિકટોક પર જોડાયા છે. ટિકટોક દ્વારા કેટલાક લોકો સેલિબ્રિટી પણ બની ગયા છે. જો તમે આરોહી પટેલ ના ટિકટોક વિડીયો હજુ સુંધી ના જોયા હોય તો અહી ક્લિક કરીને ટીકટોક પર જઈને જલ્દીથી જોઈલો અને આ આર્ટિકલને લાઈક શેર કવાનું ભૂલશો નહીં અને જો ગમ્યું હોય તો કોમેન્ટ કરવાનું તો ભૂલતાંજ નહીં.

આરોહી પટેલ
ફોટો: સોસીયલ મીડિયા


Related Articles

Back to top button
આજનું રાશિફળ!