કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
કોરોના મહામારી એ આખાયે દેશને ભરડામાં લીધો છે ત્યારે દેશ આખો લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિતિ છે. પંજાબ, ઉત્તરપ્રદેશ બિહાર જેવા રાજ્યોમાં સંપુર્ણ કરફ્યુ જેવી સ્થિતિ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમણના પોઝિટિવ કેસનો આંકડો 800 સુંધી પહોંચી ચુક્યો છે. ત્યારે ગુજરાતમાં 44 જેટલા પોઝિટિવ કેસ છે અને સૌથી વધારે મહારાષ્ટ્રમાં આ આંકડો 100 વટાવી ચુક્યો છે. તો સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે 20 જેટલા નાગરિકોના મોટ નિપજ્યા છે. સંક્રમણના કારણે ગત તા. 24ના રોજ સમગ્ર ભારત દેશને લોકડાઉન કરી દેવાની ફરજ પડી હતી.
કોરોના મહામારી ના કારણે આખુય ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન થઈ ગયું છે, જેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 તારીખે રાત્રે 8 વાગે કરી હતી. ભારત સાથે સમગ્ર ગુજરાત પણ લોકડાઉન થઈ ગયું છે. ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગ કીટ સરકાર કંઈપણ કરીને આપી રહી છે અને આ કામ માટે સરકારને દેશની વિવિધ સંસ્થાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, એસોસિએશનો વગેરે પૂરતું ફંડ અને ટેસ્ટિંગ કીટ પહોંચાડી રહ્યા છે. જેમાં હાલમાં ગુજરાતમાંથી ગુજરાતીઓ દિલ ખોલીને દેશની આ વિકટ પરિસ્થિતિમાં મદદ કરી રહયા છે. ગુજરાતની ઓરકજ પહેલાથી જ સેવાભાવી છે અને જ્યારે જ્યારે દેશમાં કોઈ ઘટના બની છે ત્યારે સૌથી પહેલાં ગુજરાતી મદદે આવ્યા છે.
આ કોરોના મહામારી ના વિકટ સમયમાં ભાજપના ધારાસભ્યો દ્વારા 1-1 લાખની સહાય કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ 10-10 લાખની સહાય પોતાના વિધાનસભા ક્ષેત્રમાં મેડિકલ કીટ, અને સંસાધનો વસાવવા તેમજ કોરોના ટેસ્ટિંગ સેન્ટર માટેની ગ્રાન્ટ ફાળવી છે. તો તમામ વિધાનસભ્યો દ્વારા પોતાનો એક મહિનાનો પગાર આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તો પોતાની તમામ મિલકત કોરોનાથી બચવા માટે વાપરી દેવાની કટીબદ્ધતા બતાવી છે અને ₹ 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
ના માત્ર ધારાસભ્યો જ પરંતુ ગ્રામસેવકો પણ આ સેવા મહાયજ્ઞમાં દાન આપી રહ્યા છે. સાબરકાંઠાથી ગુજરાત ગ્રામ સેવક મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપ્યો છે. રાજયના 21 ગ્રામસેવકોએ કુલ 2 લાખ રૂપિયાની સહાય કરી છે. સરકાર મને કે કમને તામામ મજુરી અને વૈતરામાં જેમને જોતરે છે તેવા શિક્ષકો પણ દાન આપવામાં પાછા પડ્યા નથી. જેમનો જન્મ જ સેવા જ્ઞાન અને શિક્ષા આપવા થયો છે તેવા શિક્ષકોએ પણ તેમના એક દિવસના પગારની કુલ રૂપિયા ૪૫.૩૪ કરોડની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં જમા કરવાનું જણાવ્યું છે.
પ્રાથમિક શિક્ષકો પણ કોરોના મહામારી માં મદદ માટે ખડે પગે છે. ઠાસરા તાલુકાના 925થી વધુ પ્રાથમિક શિક્ષકોએ પણ તેમનો એક દિવસનો પગાર આપવાનું નક્કી કર્યું છે. આ બાબતે ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેટર લખીને દાન 15 લાખ જેટલી માતબર રકામનું દાન આપવામાં આવ્યું છે. તો ક્રિકેટ જે ભરતીયોનો ધર્મ છે તે પણ કેમનું પાછળ રહે! સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કોરોના મહામારીમાં જનતાને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં 21 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રાહત નિધિમાં 21 લાખ રૂપિયા એમ કરીને 42 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.
આ સિવાય પણ કોરોના મહામારી થી લોકોને બચાવવા અમદાવાદમાં અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા ભુખ્યાને ભરપેટ ભોજન એ પણ એમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેઓ પણ ઓનલાઈન લોકો પાસેથી દાન મેળવીને ગરીબ, મજૂરીયા વર્ગ અને રોજનું રોજ કમાઈને ખાતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. આ સામાજિક સંસ્થાઓ Amdavad Rockets , Elixir Foundation , Ahmedabad Global Shapers, Hey Hi foundation, HeartyMart નો મુખ્ય ઉદ્દેશ આ લોકડાઉન સમયમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુંધી ભોજન પહોંચાડવાનો છે.
#AhmedabadFightsCorona અભિયાન અંતર્ગત આ યુવા ટુકડી ગરીબના ઘર સુંધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગી ગઈ છે. આ માટે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ પણ સાથ સહકાર આપી રહી છે. આ અમદાવાદી ગ્રુપ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે, જો આપ પણ આ અભિયાનમાં જોડાવા માંગતા હોવ તો આ લિંક http://bit.ly/helpahmedabad પર જઈને મદદ કરી શકો છો. કોઈ પણ દાન નાનું નથી હોતું અને ટીપે ટીપે સરોવર ભરાય છે. આ કપરા સમયમાં આપણે એક ટિમ બનીને કામ કરવું રહ્યું.