હમણાં છેલ્લા ઘણા સમયથી શેરમાર્કેટમાં અને ક્રિપ્ટો કરન્સી માં રોકાણ વધ્યું છે અને એ પણ કેટલીક વેબસીરિઝ બાદ ખૂબ વધારો જોવા મળ્યો છે. યુવાનો પણ હવે શેરમાર્કેટ તરફ આકર્ષિત થયા છે. આ માટે ડાયરેકટ કે ઇંડાયરેકટ રિઝન ગણીએ તો છે હર્ષદ મહેતા વેબ સિરીઝ. એ બાદ ઘણી વેબ સિરીઝ આવી પણ એના જેવી છાપ આજ સુંધી કોઈ છોડી શકી નથી. બસ એજ કારણે યુવાધન શેરમાર્કેટ તરફ વધ્યું છે.એમ પણ લોકડાઉન પછી લોકો શેર માર્કેટમાં રોકાણ કરતાં વધારે થયા છે. લોકડાઉન સમયગાળા માં ડાઉન માં ચાલતું શેર માર્કેટ ગજબની ઊંચાઈએ પાછું આવી ગયું છે અને રશિયા યુક્રેન યુદ્ધ સમયે થોડું ગગડયું પણ ખરું પણ પછીથી ટ્રેક પાર આવી ગયું છે. એવી જ રીતે એના કરતાં વધારે ક્રેઝ ક્રિપ્ટો કરન્સી નો છે.
યુવાનો માં હવે જલ્દીથી રિટર્ન આપતા સંસાધનો અને રોકાણો તરફ ઝુકાવ વદ્યો છે. જેમાં ક્રિપ્ટો કરન્સી હાલ માં હોટ ફેવરિટ છે. જે ઝડપથી પૈસા રળી આપે છે અને પૈસા શૂન્ય પણ કરી નાખે છે. બીટકોઈન હાલમાં હાઈ પકર ચબે પણ વચ્ચે બીટ કોઈ સખત તૂટ્યો હતો અને લોકોને રોવાનો વારો આવ્યો હતો. બીટકોઈન સાથે અન્ય નાની મોટી કરન્સી પણ છે જે સામાન્ય રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે વધારે રિટર્ન આપે છે. પરંતુ એ જાણી કેવું જોઈએ કે આ જેટલું ઝડપી રિર્ટન આપે છે એટલુંજ વધારે જોખમી છે. પૈસા ડબલ ટ્રિપલ કે શૂન્ય કરી નાખે છે. કેટલાક કોઈન પણ બંધ થઈ ગયા છેઅને લોકોના પજસ ડૂબ્યા છે ત્યારે એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકોના 400 કરોડ જેટલા રૂપિયા ડૂબ્યા છે. અને એ પણ માત્ર ગુજરાતીઓના જ.
છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટો કરન્સી માં લોકોનો ક્રેઝ વધ્યો છે અને આજ ક્રેઝ જોખમ રૂપ સાબિત થઈ રહ્યો છે. હજુ દેશની કે રાજ્યની સરકારે ક્રિપ્ટો કરન્સીને સત્તાવાર માન્યતા આપી નથી અને તેના રિલટેડ કોઈ ખાસ કાયદો કાનૂન બનાવવામાં આવ્યા નથી. અને તેનો કોઈ પણ પ્રકારે ગાઈડલાઈન કે સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવતી નથી. સરકારે બસ આના પર ટેક્સ લગાવ્યો છે. પરંતુ આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. ક્રિપ્ટો કરન્સી માં માત્ર ગુજરાતીઓના જ 400 કરોડ રૂપિયા ડૂબ્યા છે જે બાદ લોકોએ અંધાધૂંધ રોકાણ કરતા પહેલાં સાચવવું પડે એમ છે. મોટા વળતરની લાલચ આપીને ડોલરમાં રોકાણ કરાવીને ગુજરાતીઓના 400 કરોડ ડુબાડીને એપ્લિકેશન બંધ થઈ ગઈ. હવે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
લગભગ પાંચ હજાર કરતાં વધારે લોકોના 400 કરોડ જેટલા રૂપિયા ડૂબ્યા છે. જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ મહિનાથી ગુજરાત સહિત દેશભરના રોકાણકારોને તગડો નફો કરાવી આપવાની લાલચઆપીને કરોડો રૂપિયા ડુબાડી દીધા છે. લોકોને શંકા તો હતી જ પરંતુ લાલચ પણ હતી અને એજ લાલચે લોકોના કરોડો રૂપિયા ડુબાડી દીધા છે. કેટલાક લોકોને તો શંકા પણ હતી કે માય ટોકન નામની એપ્લિકેશન ઉઠી જવાની છે તોય પણ મોટા રિર્ટન ની લાલચે રોકાણ કાર્યુંણે પૈસા શૂન્ય થઈ ગયા. સૂત્રોના જણાવ્યા મુજબ ગત એપ્રિલ મહિનાથી જ એપ્લિકેશનમાં લાફડાઓ ચાલુ થઈ ગયા હતાં અને રોકાણકારોના મોબાઈલ પર એપ્લિકેશન ચાલુ થઈ રહી નોહતી કેટલાકને લાગ્યું કે સસર્વર લો હશે પરંતુ આતો એપ્લિકેશન જ ખુલતી નોહતી. અંતે આ એપ રોકાણકારોના મોબાઈલમાં બ્લોક થઈ ગઈ અને સમગ્ર મામલે પરદો ઉઠ્યો. પરંતુ ત્યાં સુંધી ખૂબ જ વાર થઈ ગઈ હતી.
રોકાણકારોના કરોડો રૂપિયા રોકાયેલા હોઈ એકબે દિવસ ટ્રાય કરતા કરતા મહિનો જતો રહ્યો પરંતુ એપ્લિકેશન શરૂ થઈ નહીં લોકોએ કસ્ટમર કેર વગેરે માં પણ કોન્ટેક કરવાનો ટ્રાય કર્યો પરંતુ અંતે નિરાશા મળી અને માનવું પડ્યું કે લાલચે પૈસા શૂન્ય થઈ ગયા. જણાવી દઈએ એકે માત્ર ગુજરાતીઓન જ 400 કરોડ જેટલા રૂપિયા હતાં તો બીજાના કેટલાં હશે? આ કંપની સામે દેશની રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં ફરિયાદ થઈ છે અને તપાસના આદેશ ઓણ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ કંપની સામે ફરિયાદ થશે. જણાવી દઈએ કે માય ટોકન નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવતુ હતું. આની જેમ પહેલા આવા કોઈન પણ આવ્યા હતા જેમાં લોકોએ રોકાણ કર્યું હતું અને તે કોઈન રોકાણકારોની તગડી કમાણી લઈને બંધ થઈ ગયા હતા.