IndiaPolitics

શત્રુઘ્ન સિંહા ના ભાજપ છોડવાના મુદ્દે સોનાક્ષી સિંહા નું ચોકાવનારું નિવેદન! જાણો શું!

ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના નેતૃત્વ માં સંપૂર્ણ રૂપથી બદલાઈ ગઈ છે પહેલા જે અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીના સમયની ભારતીય જનતા પાર્ટી હતી તે હવે શોધી જડે એવી નથી.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

અંદરો અંદર એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા પ્રથમ હરોળના નેતાઓની ટિકિટ કાપી અને તેમને બિલકુલ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે ક્યાંય કોઈ સમિતિ માન કે કોઈ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમને માર્ગદર્ષક મંડળ માં શામેલ કરી દેવામાં આવ્યા છે.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

તેવીજ રીતે ક્યારેક ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણવામાં આવતા શત્રુઘ્ન સિંહા ને પણ ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા સાઈડલાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમનું માં સનમાન પણ જળવાતું નથી જેવું અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણી વખતની ભાજપ માં જળવાતું હતું.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

એટલુંજ નથી ગત વર્ષે બિહારમાં પટના સાહિબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી માં પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જોકે શત્રુઘ્ન સિંહા ત્યાથીજ સાંસદ છે! બિહારના કાર્યક્રમો માં પણ તેમની અવગણના થવા લાગી હતી અને તેમને રીતસર સાઈડલાઇન કરવામાં આવી રહ્યા હતા.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

આ બાબતે શોટગન શત્રુઘ્ન સિંહા એ પાર્ટી હાઇકમાન્ડ નું ધ્યાન પણ દોર્યું હતું અને છેલ્લે ઉકેલ કે જવાબ ન મળતાં મીડિયા માં પણ પાર્ટી વિરોધી સુર રેલાવ્યા હતાં પરંતુ ભાજપ ના પેટનું પાણી હાલતું નહોતું. આ સમય દરમિયાન શત્રુઘ્ન દ્વારા બિહારની પ્રમુખ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળમાં શામેલ થવા માટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજશ્વિ યાદવ દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

શત્રુઘ્ન સિંહા લાલુ યાદવના સમર્થક અને સારા મિત્ર છે એટલે સ્વાભાવિક છે કે શત્રુઘ્ન રાષ્ટ્રીય જનતા દલમાં જોડાય તેવી ચર્ચા એ જોર પકડયું હતું આ ચર્ચાને હવા ત્યારે મળી જ્યારે શત્રુઘ્ન સિંહા લાલુ યાદવને મળવા અબે તેમની તબિયત જોવા પહોંચ્યા અને ત્યારબાદ તેજશ્વિ યાદવ સાથે તેમની અવારનવાર મુલાકાત.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

ત્યારબાદ શત્રુઘ્ન સિંહા ને કોંગ્રેસ પાર્ટી માં જોડાવાની પણ ઓફર મળી અને શત્રુઘ્ન સિંહા એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી અને કોંગ્રેસ માં સત્તાવાર રીતે જોડાવા માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કર્યા છે. કહેવાય છે કે કોંગ્રેસ શત્રુઘ્ન સિંહાને પટના સાહિબથી લોકસભા લડાવસે કારણ કે મહાગઢબંધન માં આ સીટ કોંગ્રેસના ફાળે આવી છે.

શત્રુધ્ન સિંહા
ફોટો: સોશિયલ મીડિયા

આ બાબતે શત્રુઘ્ન સિંહા ની દીકરી સોનાક્ષી સિંહા ને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, જે પી નારાયણ જી, અટલ જી અને અડવાણી જી ના સમયમાં ભાજપ માં મારા પિતાની આદર સનમાન થતું હતું અને અત્યારના સમય માં તેમનું માન સનમાન જળવાતું નથી મારા પિતાનો ભાજપ છોડવાનો નિર્ણય સાચો છે પરંતુ આ નિર્ણય તેમણે પહેલા જ લેવાની જરૂર હતી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!