લોકસભા ચુંટણી પૂર્ણ થઇ ગઈ છે મંત્રી પ્રધાનમંત્રી સહીત તમમાં નો શપથ સમારોહ પણ પૂર્ણ થઇ ચુક્યો છે. સાથે સાથે લોકસભામાં પણ લગભગ લગભગ તમામ સભ્યો પણ શપથ લઇ ચુક્યા છે. અને પ્રધાનમંત્રી તેમની પ્રથમ વિદેશયાત્રા પર પણ જઈ આવ્યા છે. એટલે રાબેતા મુજબ બધુય શરુ થઇ ગયું છે.
આ સાથેજ મોદી સરકાર આગામી બજેટની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગઈ છે. નાણામંત્રાલય માં પણ બજેટનો ધમધમાટ શરુ થઇ ગયો છે. આ વખતે મોદી સરકાર પાસે જનતાને ટેક્ષ સ્લેબ ઓછો કરવાની અને ટેક્ષમાં ઘટાડો થાય તેવી આશાઓ છે. અને જનતાની આશાઓનું બજેટ છે કે નહિ તે તો હવે બજેટ જ જણાવશે.
આ સાથે સમાચાર આવી રહ્યા છે કે નાણામંત્રાલય માં ૧૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓને ૧૫ દિવસ માટે કેદ કરવામાં આવશે એટલે કે તેમને ૧૫ દિવસ સુંધી તેમના ઘરે જવા દેવા આવશે નહિ તેમને નાણામંત્રાલયમાં જ રાતવાસો કરાવવામાં આવશે!
હા તમે વાંચો છો એ સત્ય છે! કારણ કોઈ ચોરી કે અગત્યના દસ્તાવેજો લીક થયા છે એવું નથી! પરંતુ બજેટ છે. શનિવારે બજેટની છાપણી શરૂ થઈ ગઈ છે. નાણા મંત્રાલયમાં હલવા સેરેમની પણ ઉજવાઈ ગઈ છે. હલવા સેરેમનીમાં પરંપરા પ્રમાણે ખુદ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.
હલવા સેરેમની પત્યા બાદ ૧૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓ નાણામંત્રાલય માં કેદ થઇ ગયા છે અને તેઓ ૧૫ દિવસ પછી તેઓના ઘરે પાછા જઈ શકશે ત્યાં સુંધી તેઓ નાણામંત્રાલય ના મેહમાન છે! આ દરેક અધિકારીઓ કર્મચારીઓએ નાણામંત્રી સાથે મળીને હલવો ખાઈને બજેટ છાપવાનું ચાલુ કર્યુ.
આ અધિકારીઓ બજેટ બનાવવામાં દિવસ રાત લગાવી દે છે. બજેટ જ્યાં સુંધી રજુ ના થઇ જાય ત્યાં સુંધી એટલે કે લગભગ એક અઠવાડીયા સુધી આ લોકોને 24 કલાક નોર્થ બ્લોકમાં જ રહેવુ પડે છે. એક વાર હલવા સેરેમની પતે અને કેદ થયે પછી નાણામંત્રી લોકસભામાં બજેટ પેશ કર્યા પછી જ તેમને નોર્થ બ્લોક માંથી બહાર નીકળવાની પરમિશન મળે છે. ત્યાં સુંધી તેમને નોર્થ બ્લોકની બહાર જવાની પરમીશન મળતી નથી.
બજેટ એ એકદમ ગુપ્ત અને મહત્વનો દસ્તાવેજ હોય છે જેના પર આખો દેશ ટકેલો હોય છે અને ખુબજ ગુપ્તતા પૂર્વક તે બનવવામાં આવે છે અને તેટલીજ ગુપ્તતાથી તેની છાપણી થાય છે. એટલે એકવાર નોર્થ બ્લોકમાં કેદ થયા બાદ કોઈ અધિકારી અંદર જઈ શકતું નથી કે બહાર આવી શકતું નથી.
ઉલ્લેખનીય છે કે, બજેટ છાપણી ખુબજ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને ગુપ્તતા તેમજ સાવધાનીની તાતી જરૂરિયાતના કારણે બજેટ સાથે જોડાયેલા તમમાં અધિકારીઓ અને કર્મચારીઓને બજેટ રજુ ના થાય ત્યાં સુંધી નોર્થ બ્લોકની બહાર નીકળવાની પરવાનગી મળતી નથી. માત્ર ને માત્ર નાણા મંત્રાલયના વરિષ્ઠ અઘિકારીઓને જ પરવાનગી હોય છે.