હાર્દિક પટેલ સવર્ણ અનામત માટે લડત લડ્યા અને આખરે કેન્દ્ર સરકારને સાવર્ણોને 10% અનામત આપવી પડી જે પાટીદાર અનામત આંદોલન અને તેમાં ભાગીદાર થયેલા નેતાઓને આભારી છે.
પાટીદાર અનામત આંદોલનથી યુવાન ક્રાંતિકારી નેતા તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યા છે. હાર્દિક પટેલે આજના યુવાનોમાં આંદોલન ની ક્રાંતિ ભરી છે અને તેમને પોતાના હક માટે લડત લડતા કર્યા છે.
હાર્દિક પટેલ પર સરકાર બાજ નજર રાખીને બેઠી છે પરંતુ હાર્દિક તમામ ચિંતાઓ નેવે મૂકીને યુવાનો ના હક હિતોની લડાઈ લડવા સજ્જ થઈ ગયો છે. હાર્દિક ક્યારેક ખેડૂતોના મુદ્દે તો ક્યારેક યુવાનોના મુદ્દે સરકારને ઘેરે છે.
હાર્દિક પટેલે ફરીથી આંદોલન નો હુંકાર ભર્યો છે અને કહ્યું કે, સામાજિક ન્યાય માટે લડત લડત યુવાનો પાર પોલીસ દમન થયું છે તેના વિરોધમાં અને ખોટા કેસો પાછા ખેંચવા માટે ફરીથી જનસભાનું આયોજન કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
વધુમાં હાર્દિકે જણાવ્યું કે, સામાજિક ન્યાયની માંગ સાથે થયેલા આંદોલન માં નિર્દોષ યુવાનો પર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો પાછા લેવાની મંગ સાથે બહુજ જલ્દીથી એતિહાસિક જનસભાનું આયોજન કરવામાં આવશે. યુવાનો દેશનું ભવિષ્ય છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે હાર્દિક પટેલે અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં યુવાનો આંદોલનકારીઓ સાથે નાની ખાટલા મિટિંગ યોજી હતી અને આગળ શું કરવું અને કેવીરીતે કરવું તેની યોજના ઘડી કાઢવામાં આવી હતી.
ફોલોનું બટન દબાવીને અમારા આર્ટિકલ્સ ને ફોલો કરીને જાણતા રહો લેટેસ્ટ ચર્ચામાં રહેલી ખબરો… ભૂલતા નહીં હોં.. ફોલો કરજો પાછા… ફરી મળીએ એક નવી ચટપટી ખબર સાથે.