GujaratPolitics

હાર્દિક પટેલ અમિત શાહ વચ્ચે બેઠક! અમિત શાહ ના ઈશારે હાર્દિક પટેલ માટે થશે આ કામ??

ગુજરાત માં પાટીદાર અગાઉ ભાજપના પ્રબળ સમર્થક હતા, પરંતુ 2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત આંદોલન દરમિયાન પાટીદારોનું ભાજપથી અંતર વધ્યું હતું. તેની અસર 2017ની ચૂંટણીમાં જોવા મળી હતી, જેમાં PAASએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ગુજરાત માં ગમે ત્યારે ચૂંટણી જાહેરનામું બહાર પાડી શકે છે આજ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં 25 વર્ષ ઉપરાંતથી ભાજપની સરકાર છે.

દરમિયાન પાટીદાર સમાજના સ્ટેન્ડને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) એ સ્પષ્ટ કર્યું છે કે તે ગુજરાત વિધાનસભામાં ભાગ લેવા જઈ રહી છે. જો કે, કોણ કોની સાથે મેદાનમાં ઉતરશે તે અંગે શંકા સેવાઈ રહી છે, હાલ તો ભાજપ અને કોંગ્રેસ જ વિકલ્પ છે. એમાં પણ હાર્દિક પટેલ જે ભાજપ સામે આંદોલન કરીને ભાજપમાં જ શામેલ થઈ ગયો છે જે બાદ પાટીદારોમાં રોષની લાગણી છે.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ પાટીદાર નેતાઓમાં પણ ભાગલા જોવા મળી રહ્યા છે. હવે કોણ ક્યાં જોડાય છે એ આવનારો સમય જ બતાવશે. આ દરમિયાન ટિકિટો માટે મિટિંગો બેઠકો થવા લાગી છે. પરંતુ લોકો નું ધ્યાન હાર્દિક પટેલ અને અમિત શાહ ની મિટિંગ પર હતું. ચૂંટણી જાહેરનામું ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવા સમયમાં હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં.

હાર્દિક પટેલ કોંગ્રેસ માં હતા ત્યારે અને કોંગ્રેસ માં જોડાયા પહેલાં ભાજપ અને અમિત શાહ ને ભાંડતા થાકતા નોહતા. અને આમ અચાનક મિટિંગ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં. હાર્દિક પટેલ બાબતે ચર્ચા છે કે તેને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવાની પ્રબળ ઈચ્છા છે જેને કારણે અમિત શાહ સાથે થયેલી બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપ પણ હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.

જો કે કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાયેલા તેજશ્રીબેન પટેલ પણ આ બેઠક પર ભાજપ માંથી દાવેદારી કરી ચુક્યા છે અને તેમનું પણ પ્રબળ નામ ચાલે છે. કોંગ્રેસ માંથી સીટીંગ ધારાસભ્ય જ રીપીટ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસ દ્વારા હજુ આ બાબતે પત્તા ખોલીને સ્પષ્ટતા કરી નથી. તો આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે તે પણ કોઈ ઉમેદવાર મુકશે તો જંગ ત્રિપંખીયો જામશે. જોકે વિરમગામ બેઠક પર કોંગ્રેસ નું પલડું મજબૂત જણાય છે. હાર્દિક પટેલ લડે તો પણ વિરમગામમાં સફળતા મળશે કે કેમ એ એક વિચારાધીન છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!