પાટીદાર અનામત અંદોલનના ક્રાંતિકારી યુવાન નેતા અને હાલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સરકાર સામે જનતાના પ્રશ્ન લઈને બાંયો ચડાવતા આવ્યા છે. સુરતમાં માસુમ બાળકોના મોત હોય, ૧૦ ટકા સવર્ણ અનામત હોય કે નરોડામાં થયેલ મહિલા અત્યાચારની ઘટના હોય.
હાર્દિક પટેલ દ્વારા આંદોલન કરીને તમામ સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવ્યો અને સરકાર સમક્ષ બાથ ભીડી હતી હા એ જ હાર્દિક પટેલના અથાગ પ્રયત્નો અને આંદોલનને કારણે સરકાર ઘૂંટણીએ પડી હતી અને સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ મળ્યો છે.
હાર્દિક પટેલે સુરતમાં બનેલી ઘટના અંગે પણ સરકાર સામે લાલ આંખ કરી પીડિત પરિવારને ન્યાય આપવા માટે સરકારને કડકમાં કડક પગલા લેવા અને દોષીઓના રાજીનામાં લઇ લેવા સુદ્ધાની માંગણીઓ કરી છે.
નરોડામાં બનેલી ઘટના અંગે પણ હાર્દિક પટેલે સરકાર પર ચાબખા માર્યા છે અને ગુજરાત મોડેલની ધૂળ કાઢી નાખી છે. નરોડામાં ભાજપના ધારસભ્ય દ્વારા ખુલ્લેઆમ એક મહિલાને લાતો મારવામાં આવી અને તેનો વિડીયો જોત જોતામાં આખાય દેશમાં વાઈરલ થઈ જવા પામ્યો છે.
નારોડામાં ભાજપ ધારાસભ્ય દ્વારા એક મહિલાને માર મારવાની ઘટના અંગે હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, બેટી બચાવો, બેટી ભણાવોની વાત કરવાવાળા પીએમ મોદીના ગુજરાતમાં એક મહિલા સાથે ભાજપના ધારાસભ્યે જે શર્મનાક હરકત કરી છે તે તેને જોઈ સાંભળીને તમારા હોશ ઉડી જશે.
વધુમાં હાર્દિકે જણાવ્યું કે, અમદાવાદ ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીએ જાહેરમાં રોડ પર એક મહિલાને ઢોર માર માર્યો. મહિલાને લાતો મારવામાં આવી. શું આ જ ગુજરાત મોડેલ છે!! અંતે હાર્દિકે કહ્યું કે, અમે માત્ર બોલી જ શકીએ છીએ કશું કરી શકતા નથી કારણકે જયારે કંઈક કરવાનો સમય આવે છે ત્યારે કેટલાક લોકો અત્યાચારીઓના ખોળામાં બેસી જાય છે. મહિલા શશક્તિકરણ માત્ર વાતમાં નહિ પણ વિચારોમાં હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નરોડામાં એક મહિલા ભાજપના ધારાસભ્ય પાસે પાણી કનેક્શન બાબતની ફરિયાદ માંગણી સાથે ગઈ હતી ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા જાહેરમાં રસ્તા વચ્ચે તે મહિલાની પીટાઈ કરવામાં આવી તેને ખુદ ધારાસભ્ય દ્વારા લાતો મારવામાં આવી હતી. આ પહેલા ધારાસભ્યના કોર્પોરેટર ભાઈ દ્વારા તે મહિલાના પતિ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. જે બાબતે હાર્દિક પટેલ દ્વારા ગુજરાત મોડેલને આડે હાથ લેવામાં આવ્યું હતું.