આંદોલનકારી અને યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વની જવાબદારી આપવમાં આવી હતી. હાર્દિક પટેલ દ્વારા હવે ગુજરાતમાં નવો રોલ ભજવવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ આપ્યું છે. આગામી સમયમાં પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવા એ કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક ગણી શકાય છે. પેટા ચૂંટણી બાદ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલની કસોટી થશે.
જો કે હાર્દિક પટેલની અપોઇન્ટમેન્ટ પછી કોંગ્રેસમાં અને યુવાનોમાં એક જોશ અને જુસ્સાનો ઉમેરો થયો છે તો બીજી તરફ હાર્દિક વિરોધી ખેમામાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપમાં આ બાબતે નો કૉમેન્ટ્સ ઝોન લાગુ પડી ગયો હોય એમ લાગી રહ્યુ છે. હાર્દિકના વિરોધીઓ સોશિયલ મીડિયામાં હાર્દિક વિરોધી પોસ્ટ વાઈરલ કરી રહ્યા છે. હાર્દિક પટેલ સામે આ પહેલા પણ આવી રમતો રમાઈ ચુકી છે. હાર્દિક પટેલની છબી બગડવા માટે હાર્દિકના વિરોધીઓ દિવસ રાત પ્રયત્નશીલ રહ્યા કરે છે પરંતુ લોકોમાં હાર્દિક પટેલની એક અલગ જ છબી છે અગ્રેસીવ યુવાન નેતા, જે યુવાનોના પ્રશ્નો ને વાચા આપે છે.
તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ હાર્દિક પટેલની વરણીને સહર્ષ આવકારી અને જણાવ્યું હતું કે હાર્દિક ભાઈ લોકો સાથે જોડાયેલા અને જનઆંદોલનના યુવા નેતા છે. આવનારા સમયમાં સૌ સાથે મળીને પ્રજાના હક અધિકારની લડાઈ લડીશું. ભારતીય જનતા પાર્ટીના અન્યાય અને અત્યાચાર સામે લોકોના અવાજને બુલંદ કરીશું. અને લોકોની વચ્ચે જઈને ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોની રોજગારીની સમસ્યાઓ છે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે મહીલાઓના સન્માન અને સુરક્ષાની વાત છે આ તમામ મુદ્દાઓને લોકો વચ્ચે ઉજાગર કરીશું લોકોના હક અધિકાર માટેની લડાઈ સૌ સાથે મળીને લડીશું. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા હાર્દિક પટેલની વરણીને આવકારવામાં આવી છે તો ભાજપમાં સોંપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
હાર્દિક પટેલ દ્વારા પણ ટ્વિટરના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પક્ષે મને જે જવાબદારી સોંપી છે તે મારા માટે પદ નથી પણ એક પડકાર છે. મારા જેવા ગરીબ ખેડૂત પરિવાર માંથી આવતાં વ્યક્તિને આટલી મોટી જવાબદારી મળી છે, તે સાબિત કરે છે કે પાર્ટી સામાન્ય પરિવાર અને યુવાનોને આગળ વધારે છે. હું માનનીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધીનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટી લોકશાહી અને બંધારણની રક્ષા માટે લડત આપશે. ગુજરાતના વિવિધ મુદ્દાઓને મહત્વ આપવામાં આવશે અને 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 2/3 બહુમતી સાથે સરકાર બનાવશે.
હાર્દિક પટેલ દ્વારા દેશ અને ગુજરાતના કોંગ્રેસ નેતાઓનો પણ આભાર વ્યકત કરતા કહ્યું કે, આપણા નેતા રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા અહેમદભાઇ પટેલ, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ જી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાની હેઠળ ગુજરાતની જનતાની લડત લડવામાં આવશે. મારામાં વિશ્વાસ ફરી વળાવવા બદલ હું ફરીથી બધાને આભારી છું.
આ પણ વાંચો
- પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
- મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
- TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
- મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
- ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.