
દિલ્લીમાં ઘણા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. દિલ્લી સમેત સમગ્ર દેશમાં નાગરિકતા સુધારા કાયદા અંગે સરકાર સામે વિરોધ અને આંદોલનો થઈ રહ્યા છે. સરકાર પોલીસ તંત્ર દ્વારા તેને દબાવવાના પ્રયત્નો પણ કરી રહી છે. પરંતુ કેટલીક જગ્યાએ આંદોલન દબાવવા અને વિરોધ પ્રદર્શન રોકવામાં હિંસા ફાટી નીકળી છે. દિલ્લીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો તો કેટલાક તોફાની તત્વો દ્વારા સરકારી માલમિલ્કતને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. કેટલીય બસોના કાચ તોડવામાં આવ્યા હતા તો બસો સળગાવવા સુંધીની હિંસા સુંધી આંદોલન પહોંચી ગયું હતું. હાર્દિક પટેલ દ્વારા આ બાબતે મૌન તોડીને નિવેદન આપવામાં આવ્યું છે.

તો દિલ્લીમાં કેજરીવાલ સરકાર અને પોલીસ અમને સામને આવી ગયા છે. કેજરીવાલ સરકાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા બસોના કાચ તોડવામાં આવ્યા હતા અને બસો સળગાવવામાં આવી હતી. તો પોલિસ દ્વાર આ આરોપના જવાબો પણ આપવામાં આવ્યા હતા અને આ આરોપો તદ્દન વાહિયાત અને બોગસ ગણાવ્યાં હતા. મનીષ સીસોદીયાએ એક ફોટો પોસ્ટ કરીને દિલ્લી પોલીસ સામે આક્ષેપો કર્યા હતા. તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર દ્વારા આ હિંસામાં ભાજપના કાર્યકરો અને સમર્થકોનો હાથ છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે આ વિવાદમાં હાર્દિક પટેલ પણ કૂદી પડ્યા છે.

હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં ભાજપ નેતાઓ જ હિંસા કરાવી રહ્યા છે. ભાજપની સરકાર અને તેમની પોલીસ ડર, તાનશાહી અને ગુંડાગીરી કરીને માં ભારતીના સંતાનોને ડરાવી રહ્યા છે. હું દરેક નવયુવાનોને અપીલ કરું છું કે એકતા બનાયેલી રાખજો. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસમેં હમ ભાઈ ભાઈ. ભાજપના મનસૂબા ખતમ કરીને એક બનો. આજે દિલ્લીમાં વિદ્યાર્થીઓ સાથે જે થઈ રહ્યું છે તેવું જ ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે થયું હતું. સરકાર અને પોલીસના લોકો જ આગ લગાડે છે અને વહનોને નુકશાન પહોંચાડે છે. અને નામ આવે છે આંદોલનકારીઓનું.

હાર્દિક પટેલ આગળ જણાવે છે કે, ભાજપ દર વખતે સાચા આંદોલનને બદનામ કરીને પોતાનું કામ કરે છે. ભાજપ જ્યારે વિપક્ષ માં હતી ત્યારે સત્તા હાંસિલ કરવા માટે દંગા કરાવતી હતી અને આજે સત્તા સંભાળી શક્તિ નથી ત્યારે જનતાને ગુમરાહ કરવા દંગા કરાવે છે. ભાજપ મતલબ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ભારત જલાઓ પાર્ટી થાય છે. હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા મારફતે પણ તેમનું આ નિવેદન મુકવામાં આવ્યું છે. જે હાલ તો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરવા સાથે આરોપ પણ લગાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને એક થવા માટે અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે જેમાં નોર્થ ઇસ્ટના રાજ્યોમાં નાગરીકતા સંશોધન કાયદા અને એનઆરસી ના વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યા છે આસામમાં તો સરકારને અમુક સમય માટે ઈન્ટરનેટ સુવિધા સસ્પેન્ડ કરવી પડી હતી. જેની અસર દિલ્લી સમેત સમગ્ર દેશમાં થઈ હતી તો ગુજરાતમાં પણ CAA અને NRC ના વિરોધમાં પ્રદર્શનો થઈ રહયા છે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. હાલ ગુજરાત ભાજપ ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. બિન સચિવાલય નો વિરોધ હજુ માંડ શાંત પડ્યો ત્યાં LRD ભરતીમાં અન્યાય સાથે માલધારી સમાજની રેલી અને હવે CAA અને NRC વિરોધમાં પ્રદર્શને ભાજપની ચિંતા વધારી છે.

- આ પણ વાંચો…
- આજથી શરૂ થયો લક્ષચંડી મહાયજ્ઞ. આટલી ભવ્યતા એક સાથે બનાવશે અનેક રેકોર્ડ! જાણો!
- રૂપણી સરકારની મુશ્કેલીમાં વધારો! LRD ભરતીકાંડ મુદ્દે આજે મહારેલી! લોક કલાકારોનું સમર્થન! જાણો!
- પ્રિયંકા ગાંધી એ કહ્યું કઈંક એવું કે પાર્ટીના સિનિયર નેતાઓને નહીં ગમે! જાણો!
- ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!