હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણી ની હા માં હા મિલાવી અને સાધ્યું પીએમ મોદી પર નિશાન!
પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ અનામત અંદોલનને લઈને એક યુવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ગુજરાત સાથે દેશના યુવાનોમાં હાર્દિક હોટ ફેવરીટ છે.
હાલમાંજ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા અને ત્યાં તેમણે લોકસભા ચુંટણી લડવાના વધુ એક સંકેત આપ્યા છે. હાર્દિક પટેલ પહેલા પણ આગામી લોકસભા ચુંટણી લડવાના સંકેત આપી ચુક્યા છે. ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે હાર્દિક પટેલને ૨૫ વર્ષ પુરા થયા નહોતા એટલે ચુંટણી લડી શકે તેમ નોહ્તું પરંતુ લોકસભા ચુંટણીમાં હાર્દિકને ૨૫ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે એટલે હવે ઉંમરનો પણ બાધ નડે તેમ નથી.
ગુજરાતમાં પણ યુવાનો માં હાર્દિક પટેલનો ક્રેઝ જોવા મળી રહ્યો છે જે દિવસેને દિવસે સરકારની ઊંઘ હરામ કરી રહ્યું છે. હાલમાંજ ગુજરાતના મુખ્યમંત્રી એ મેહ્સુલ વિભાગને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા એ વિવાદાસ્પદ નિવેદનને લઈને હાર્દિક પટેલે પણ સીએમ વિજય રૂપાણીની હા માં હા મિલાવી છે અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. સીએમ વિજય રૂપાણી એ એ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મેહ્સુલ વિભાગ એ સરકારનું સૌથી ભ્રષ્ટ ખાતું છે. આ નિવેદન ખુબજ ચર્ચાનો વિષય બન્યું હતું.
હાલ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે રાજકોટ પાસેના ઈશ્વરીયા ગામની મુલાકાત લેતા હાર્દિકે જણાવ્યું હતું કે, સાચું કહ્યું હતું કે મેહસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. રાજકોટ પાસેના ઈશ્વરીયા ગામમાં સરપંચની પરવાનગી વગર ગૌચરની જમીનને ભાજપના નેતાઓ એ પોતાના નામે કરી નાખી છે અને ગામના સરપંચ અનસન પર બેઠા છે આજે હું અનસન છાવણી પહોચ્યો ગાયને માતા કહેવા વાળા માતાનું ઘર પણ છીનવી રહ્યા છે.
રાજકોટમાં જ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા હાર્દિક પટેલે પ્રધાનમંત્રી મોદી તથા ગુજરાત સરકાર પર નામ લીધા વગર નિશાન તાક્યું અને કહ્યું કે, આ પ્રતિમા દેશની સૌથી મોટી પ્રતિમા તો નથી પરંતુ ખેડૂતોના લોહી અને પરસેવાથી બનેલી સંઘર્ષની પ્રતિમા છે. આમ હાર્દિક પટેલે નામ લીધા વગર પીએમ મોદી અને ભાજપ પર કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીને લઈને હાર્દિક પટેલ આક્રમક મુડમાં છે અને આગામી લોકસભા ચુંટણી લડવાના સંકેત પણ ઘણી વાર આપી ચુક્યા છે.