AhmedabadGujaratIndiaPolitics

હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર! ભાજપ થઇ શકે છે પરેશાન! જાણો શું!

પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર. હાર્દિક પટેલ જાતેજ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

બીજી તરફ 12 મી માર્ચના રોજ ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસની અહમ અને અગત્યની ગણાતી એવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના તમામ શીર્ષ નેતાઓ હાજર રહેશે. આ દિવસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડશો અને સભાને સંબોધન પણ કરવા જઇ રહ્યા છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

કહેવામાં આવી રહ્યું છે કે 12મી માર્ચના ઐતિહાસિક દિવસના રોજ હાર્દિક સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થશે અને કોંગ્રેસના બેનર હેઠળ આગામી લોકસભા ચુંટણી લડશે. અત્યારે હાલ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ માંથી જામનગર બેઠક પરથી ઉમેદવાર બની શકે છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

બની શકે છે કે આ સમાચાર માત્ર અફવાહ પણ હોઈ શકે છે પરંતુ હાર્દિક જીગ્નેશ મેવાણીના રસ્તે પણ ચાલી શકે છે. જેવી રીતે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોઈ પાર્ટીના બેનર હેઠળ નતબી પરંતુ અપક્ષ અને કોંગ્રેસના સમર્થનથી ચુંટણી લડ્યા હતા તેવીજ રીતે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ પણ જો સત્તાવાર રીતે કોંગ્રેસનો પંજો ધારણ ના કરે તો તે જીગ્નેશ મેવાણીની જેમ અપક્ષ કોંગ્રેસના સમર્થનથી આગામી લોકસભા ચુંટણી લડશે. હાર્દિક પટેલ વિશે તો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તે ઊંઝા બેઠક પરથી બાય ઇલેક્શન લડશે. પરંતુ હાલ તે માત્ર અફવાહ જ છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ લોકસભા ચુંટણી લડશે એ ફાઇનલ છે પણ કઈ બેઠક એ હવે સમય જ બતાવશે. પરંતુ લોકોને ઇન્તેજારી એ છે કે 12મી માર્ચના ઐતિહાસિક દિવસે હાર્દિક દ્વારા કઈંક નવા જૂની થવાના સંકેત છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય લલિત વસોયા તો હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ ક્યારનુંય આપી ચુક્યા છે. પણ આ બાબતે હાલ હાર્દિક પટેલની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને કોંગ્રેસના ઉમેદવાર બનાવવા માટે કેટલાય પાટીદાર ધારાસભ્યો મહેનત કરી રહ્યા છે ના માત્ર હાર્દિક પટેલ આગામી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી લડે પરંતુ હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસનો પંજો પહેરીને કોંગ્રેસ પક્ષ માટે ગુજરાતભરમાં પ્રચાર પણ કરે તેવા અથાગ પ્રયત્નો કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!