IndiaPolitics

ભાજપની ખુલી પોલ, ભાજપ કરતા કોંગ્રેસની સરકારે કર્યું છે આ કામ વધારે

હાલમાં સોશિયલ મિડિયા પર ભાજપ સમર્થકો અને કાર્યકરો એક એજન્ડા હેઠળ કોંગ્રેસને ભાંડી રહ્યા છે. કોંગ્રેસ પર ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને છાવરવાના આક્ષેપો લગાવે છે કોંગ્રેસ બાંગ્લાદેશી પાર્ટી છે તેમ કહીને પણ કેટલાક લોકો કોંગ્રેસ પર કટાક્ષ કરતા આવ્યા છે પરંતુ વાસ્તવિકતા કૈંક અલગજ છે જે ભાજપ સરકાર અને કાર્યકર દ્વારા આ હકીકત છુપાવવામાં આવી રહી છે.

મોદી સરકારના જ આંકડા અને હકીકત જોઈએ તો મોદી સરકાર કરતાં કોંગ્રેસની સરકારના સમયે વધારે બાંગ્લાદેશ ઘૂસણખોરોને દેશપાર કરવામાં આવ્યા હતા.

શું છે સાચા આંકડા

ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓને દેશપાર કરેલ બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા ભારતે બાંગ્લાદેશને આપેલ સરકારી આંકડા આ મુજબ છે :

2013: 5234 કોંગ્રેસ (યુપીએ)
2014: 989 ભાજપ (એનડીએ શરૂ)
2015: 474
2016: 308
2017: 51

તેનાથી ભાજ પર આક્ષેપો લાગી રહ્યા છે કે #NRCForSecureIndia એક મોટો પંદર લાખ જેવો જ જુમલો છે.

બાંગ્લાદેશી

તો આમાં મિડિયા ચેનલો પર પણ આંકડા ખોટા બતાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપ આ મુદ્દે રાજનીતિ કરીને મતો અંકે કરવા માંગતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.

આ યાદીમાં મોટા પાયે છબરડા થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

(સોર્સ : આંકડા ગૃહ મંત્રાલયની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=177455)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!