સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર તૂટી પડ્યો છે. વિશ્વના કેટલાક દેશો તો એવા છે જ્યાં ઠેર ઠેર લાશોના ઢગલા પડ્યા છે. સમગ્ર વિશ્વ આ કોરોના મહામારી સામે લોકડાઉનની પરિસ્થિતિમાં છે. ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસો રોજે રોજે વધતા જઈ રહ્યાં છે. રોજે રોજ કેટલાય હજારો લોકો મોતને ભેટીરહ્યા છે. હાલમાં સૌથી વધારે ખરાબ હાલત અમેરિકામાં છે. અમેરિકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો છે. અમેરિકાએ આ બાબતે ઈટલી, સ્પેન, ફ્રાન્સ અને ચીનને પણ પાછળ રાખી દીધા છે. અમેરીકમાં કોરોના સંક્રમણ વધારે ઝડપથી વધી રહ્યું છે. હાલમાં કોરોના મહામારી ની કોઈ દવા શોધાઈ નથી તેનાથી બચવાનો એક માત્ર ઉપાય લોકડાઉન અને સોશિયલ ડિસ્ટંસિંગ છે.
આખાય વિશ્વમાં લોકડાઉનની પરિસ્થિ છે ત્યારે ભારતમાં પણ ગત 24મી માર્ચના રોજથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ભારતના ઘણા રાજ્યોમાં તો કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને આજે પંજાબ અને ઓરિસ્સામાં લોકડાઉન 1લી મે સુંધી લંબાવી દેવામાં આવ્યું છે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન આગળ વધારવું કે નહીં તે બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધીને કોરોના મહામારી નો પ્રકોપ જોતાં 3જી મે સુંધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે પ્રધાનમંત્રી દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો હતો જેમાં લગભગ લગભગ તમામ મુખ્યમંત્રીઓ દ્વારા લોકડાઉન લંબાવવા માટેનો રિપોર્ટ સબમિટ કર્યો હતો.
સરકાર વિપક્ષ એકસાથે
લોકડાઉનનો અમલ ગુજરાતમાં પણ છે અને ગુજરાત સરકાર પણ આ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાઈ રહી છે. જે હાલના સમયમાં ખૂબ જ મહત્વનું છે. આ બાબતે વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર સાથે હાથથી હાથ મિલાવીને કામ કરી રહી છે. ગરીબોને ભોજન પહોચાડી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતના તમામ જિલ્લા શહેરના તમામ કાર્યકરોને રાહત કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે જેનો રિપોર્ટ તેઓ ખુદ લે છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને કન્ટ્રોલરૂમમાં ફેરવી દેવામાં આવ્યું છે. મતલબ સરકાર અને વિપક્ષ આ સંકટના સમયમાં ભેદભાવ અને રાજકીય હુંસાતુંસી ભૂલી એક થઇને કામ કરી રહ્યા છે.
જીતુ વાઘાણી જયરાજસિંહ પરમાર આમને સામને
પરંતુ હાલમાં રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપ નેતા જીતુ વઘાણીના એક નિવેદન પર કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ઉકળી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે, સરકાર કાયદો વ્યવસ્થા ના જાળવી શકતા હોય તો રાજીનામુ આપી દેવું જોઈએ. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા છે. તો કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા ભાજપ પર અત્યાર સુંધીનો સૌથી મોટો રાજકીય હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે ભાજપ નીચેથી ઉપર સુંધી હચમચી જવા પામ્યું છે. ભાજપના નેતાઓ હાર્દિક પટેલ ના નિવેદનનો કોઇ તોડ શોધી શકશે નહીં. હાર્દિક પટેલ આ પહેલાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે ભાજપને ઘેરી વળ્યાં હતા.
કોરોના મહામારી હાર્દિકનું ભાજપ પર નિશાન
હમણાંજ જેલમાંથી જામીન પર બહાર આવેલા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ નું એક નિવેદન આવ્યું છે. જેમાં હાર્દિક પટેલે ભાજપને ઉદ્દેશીને જણાવ્યું છે કે, “ભારત દેશ આજે કટોકટીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ભાજપ જે સૌથી ધનિક રાજકીય પક્ષ છે તેણે તેના ભંડોળનો ઉપયોગ મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગોવામાં ધારાસભ્યો ખરીદવા કરતાં કોરોનાવાયરસ સામે લડવા માટે કરવા જોઈએ.” હાર્દિક પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે ભાજપને ઘેરવામાં આવી હતી. હાર્દિક પટેલ દ્વારા કોરોના મહામારીના સમયે થતી રાહત કામગીરી બાબતે પણ જણાવવામાં આવ્યું કે, “કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરીવારોને રાશન અને જમવાનું પહોંચાડવાનું કામ મારા સાથી આંદોલનકારીઓ કરી રહ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં વસવાટ કરતાં ઉત્તરભારતીય ગરીબ મજૂર પરિવારોને પણ 15 દિવસનું રાશન પહોંચાડવામાં આવ્યું છે આ કામ ચાલુ રહેશે.” પરંતુ હાલમાં હાર્દિક પટેલ દ્વારા ભાજપને ઘેરવામાં આવ્યા છે ત્યારે ભાજપ પણ વળતો જવાબ આપશે એ નક્કી છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
- હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
- મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!
- કોરોના: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને ધમકી! ભારતે આપ્યો કડક જવાબ? જાણો!
- ચીન ની ચાલ કે ભુલ? માહિતી છુપાવી અમેરિકામાં રચ્યો મોતનો ખેલ? જાણો!
- 5 એપ્રિલ નો જ દિવસ પીએમ મોદીએ કેમ નક્કી કર્યો? આ છે સાચું કારણ! જાણો!
- ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!
- કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો