AhmedabadGujaratPolitics

હાર્દિક પટેલ ની ધરપકડ બાદ મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે! જાણો કેમ!

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે ગત 18 જાન્યુઆરીના રોજ રાજદ્રોહના કેસમાં મુદતે હાજર ના રહેતા અને દરેક મુદતે હાજરી માફીની માંગણી કરતાં અદાલત દ્વારા બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમની વિરમગામ પાસેથી ધરપકડ કરીને જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હાર્દિક પટેલને 24મી જાન્યુઆરી સુંધી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બાબતે હાર્દિક પટેલે જેલમાંથી મુક્ત થવા માટે જામીન અરજી પણ દાખલ કરી છે. પરંતુ હાર્દિક પટેલ માટે ખુબજ મુશ્કેલીનો સમય તો હવે શરૂ થાય છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે કેસની સુનવણીથી બચવા માટે કે કેસને લંબાવવા માટે ક્યારેય પ્રયત્નો કર્યા નથી. કોર્ટ અને પોલિસ બંનેને સહયોગ આપ્યો છે. આ અરજીમાં હાર્દિક પટેલ દ્વારા બાંહેધરી આપતાં જણાવ્યું છે કે કેસની સુનાવણીની તારીખો પર તેમના વકીલ અથવા તેઓ પોતે હાજર રહેશે. હાર્દિક પટેલની રજૂઆત છે કે વર્ષ 2015માં તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટે આજ મામલે જામીન પણ આપ્યા હતા. આગળની કોર્ટ કાર્યવાહીમાં કાળજી રાખશે અને હાજર રહેશે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ હાર્દિક પટેલની મુશ્કેલીઓ તો હવે શરૂ થાય છે. સરકાર દ્વારા હાર્દિક પટેલની અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેમના પર ગંભીર આરોપો હોઈ આ અરજી રદ કરવા માટેની માંગણી પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, હાર્દિક પટેલ પર અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના બે કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ આરક્ષણ આંદોલન સમયે તોડફોડ અને આગજની કરવાના આરોપ પર પણ તેમના કેસ ચાલે છે. આ ઉપરાંત વિસનગરમાં ભાજપ નેતાની ઓફિસમાં તોડફોડ કરવા બાબતે તેમને સજા સંભળાવવામાં આવી છે. આપરાધોની ગંભીરતા જોતા કોર્ટ હાર્દિક પટેલને કડક શરતોને આધીન જામીન આપી શકે છે અથવા જમીન અરજી રદ કરી શકે છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ હાલ તો 24 જાન્યુઆરી સુંધી ન્યાયિક હીરાસતમાં છે. પરંતુ હાર્દિક પટેલના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી જમીન અરજી બાબતે સુનાવણી આ જ હપ્તે થઈ શકે છે. જેમાં કોર્ટ દ્વારા સંજ્ઞાન લઈને હાર્દિક પટેલના જામીન રદ પણ કરી શકે છે. કારણકે હાર્દિક પટેલ પર ગંભીર આરોપ છે તેમજ વિસનગર કોર્ટ દ્વારા સજા પણ સંભળાવવામાં આવી છે જે જોતા હાર્દિક પટેલના માથે સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા પણ હાર્દિક પટેલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો હાર્દિક પટેલના જામીન રદ થાય તો જેલમાં જ રહેવું પડી શકે છે અને હાઇકોર્ટેના દરવાજા ખખડાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જામીન અરજીમાં હાર્દિક પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તે કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપશે અને તેના તરફથી કોઇ ચૂક ન રહે તેની પૂરી કાળજી રાખશે. કેસની ટ્રાયલમાં વિલંબ થાય તેવી કોઇ મુદત કે સમયની માગણી તે નહીં કરે. આ ઉપરાંત હાર્દિક પટેલ દ્વારા આ કેસના સાક્ષીઓના મુસાફરી સહિતના ખર્ચ આપવાની બાંહેધરી પણ આપી છે. તેમજ કોર્ટની તમામ શરતોનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે. જો હાર્દિક પટેલને જમીન મળી પણ જાય અને ત્યારબાદ કોર્ટ કાર્યવાહીમાં ગેરહાજર રહેશે તો કોર્ટ દ્વારા ફરીથી તેમના જમીન રદ કરવામાં આવી શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!