GujaratIndiaPolitics

હાર્દિક પટેલ નો લેટર બોંબ! કર્યા મોટા ખુલાસા! રાજકારણ ફરી ગરમાયુ! જાણો!

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવેદન બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા છતી થઈ જતાં સરકાર પણ ભીંસમાં મુકાઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે દારૂબંધી અંગે કોઈ નક્કર જવાબ નથી ત્યારે તેઓ અને ભાજપના નેતાઓ ગુજરાતની અસ્મિતાની આડ લઇ રહ્યા છે. બીજી તરફ પોતાની નિવેદન સાચું ઠરતાં ગહેલોત વધારે આક્રમક દેખાઈ રહ્યા છે. ત્યારે આ દારૂ ડીબેટમાં હવે હાર્દિક પટેલ ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાર્દિકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લેટર લખ્યો છે જેમાં મોટા ખુલાસા કર્યા છે જેથી રાજકારણ ગરમાઈ ગયું છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ નો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર અક્ષરસહ “ઘણી વાર મને તમારી પર હસવાનું મન થાય છે!! રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂ મોટા પ્રમાણમાં પીવાય છે, અને આ સાંભળતા જ તમે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન કર્યું છે. અરે વિજયભાઈ આમાં ગુજરાતીઓનું અપમાન નથી થયું પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સાચું કહ્યું છે. ગુજરાતમાં કરોડો લીટર દારૂ પકડાય છે. થોડા દિવસ પહેલા તમારા રાજકોટમાં જ મોટા પ્રમાણમાં દારૂ પકડાયો હતો.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

વિજયભાઈ તમને બહુ લાગી આવ્યું હોય તો રાજસ્થાનના મુખ્યમંત્રી ને પડકાર ફેંકો કે હવે ગુજરાતમાં એક બોટલ દારૂ પકડાશે તો હું રાજીનામુ આપી દઈશ. પરંતુ તમે પડકાર તો નહીં ફેંકી શકો. વિજયભાઈ ગુજરાતની જનતા સાથે ઇમોશનલ રમત રમવાનું બંધ કરો અને જે સાચું હોય તે સ્વીકારો. ફક્ત છેલ્લા બે વર્ષના આંકડા છે જેમાં 147 કરોડનો દારૂ પકડાયો છે. 16,033 દારૂ સાથે વાહનો પકડાયા છે. 3,13,642 દેશી દારૂની બોટલ અને 90,22,408 વિદેશી દારૂની બોટલ પકડાઈ છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતમાં મોટા પ્રમાણે દારૂ વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં દારૂબંધી નથી એ જગ જાહેર છે. ગુજરાતમાં દારૂ મોટા પ્રમાણમાં આવે છે. અને વેચાય છે તેની પાછળ તમારી સરકાર પણ જવાબદાર છે. કરોડો રૂપિયાના હપ્તા લેવાય છે. સુરત, વાપી, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જિલ્લાની હદ પર સૌથી વધુ હપ્તા બંધાયેલા છે. ભાજપના ઘણા બધા હોદ્દેદારો દારૂનું વેચાણ કરતા પકડાયેલા છે. દારૂ બાબતે કોઈપણ પાર્ટીના નેતા બેલવા તૈયાર નહીં થાય કેમકે તે બધાયને આ અમૃતની જરૂર પડે છે.”

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે આ પત્ર ના અંતમાં જય હિન્દ અને તમારી દ્રષ્ટિએ તમારો પરમ વિરોધી હાર્દિક પટેલ લખીને મીઠો ચબખો મારવાનું પણ ભૂલ્યા નથી. હાર્દિક પટેલ ના લેટર થી આગમાં વધારે ઘી હોમાશે અને દારૂ ડિબેટ ફરી ચર્ચામાં આવશે એ નક્કી છે. હાલ તો અશોક ગહેલોતના સવાલનો વિજય રૂપાણી જવાબ આપી શકે એમ નથી. અશોક ગહેલોત દ્વારા ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે જો ગુજરાતમાંથી દારૂની બોટલ નહીં મળે તો હું રાજકારણ છોડી દઈશ અને જો મળશે તો વિજયભાઈ રાજકીય સન્યાસ લેશે? હજુ ઘા ને રૂઝ પણ આવી નહોતી ને અશોક ગહેલોત દ્વારા બીજો ઘા મારવામાં આવ્યો છે. ત્યારે હવે હાર્દિક પટેલ પણ આ ડિબેટ માં શામેલ થઈ ગયા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!